
ગુજરાતીઓને (Gujarat) કડકડતી ઠંડીમાંથી (Winter) ધીરે ધીરે હવે રાહત મળવાના એંધાણ હવામાન વિભાગે (meteorological department) આપી દીધા છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે, 24 કલાક સુધી લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ આજથી 4 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન વધતું જશે અને ઠંડી ઘટતી રહેશે. જોકે, ગઇકાલે રવિવારે ઉત્તર-પૂર્વીય દિશાનો પવન (coldwave) નીચલા સ્તરથી ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.