ન્યૂઝ18 ગુજરાતીઃ રાજ્યમાં એકવાર ફીથી ઠંડી વધી રહી છે ત્યારે લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. રાજ્યમાં 48 કલાકમાં હજી પણ કોલ્ડ વેવની આગાહી છે. ઠંડા પવાનો ફૂંકાતા જનજીવન પ્રભાવિત બની રહ્યું છે. રાજ્યના મોટાભાગના તમામ વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની હવામાન ખાતાની આગાહી છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતની હિમવર્ષાના કારણે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ સહિત ગુજરાતમાં સુસવાટા મારાત પવન ફૂકાતા લોકો હેરાન-પરેશાન થઇ ચૂક્યા છે. અમદાવાદમાં શનિવારે તામપાનનો પારો 8.1 ડિગ્રી ગગડતાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ થયો હતો. ગુજરાતમાં ફરી એક હાડથીજવતી ઠંડીનું જોર વધ્યું છે.
શનિવારે ગાંદીનગર 6.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોધાયું હતું. જ્યારે ડીસામાં પણ ઠંડીનો પારો 6.6 ડિગ્રી નોંધાયો હતો. હજી આગામી બે દિવસ સુધી ઠંડીનો ચમકારો રહેશે.