Cocktail antibody dose તમારા ખિસ્સા ખંખેરશે પણ ફાયદો નહિ થાય! શું કહી રહ્યા છે IMAના એકપર્ટ્સ?
Cocktail antibody dose તમારા ખિસ્સા ખંખેરશે પણ ફાયદો નહિ થાય! શું કહી રહ્યા છે IMAના એકપર્ટ્સ?
પ્રતિકાત્મક તસવીર
coronavirus antybody dose:કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ (coronavirus delta variant) માટે આ ડોઝ બન્યા હતા. અને ઓમીક્રોન વેરિયન્ટ માટે આ ડોઝ બેકાર છે. અને બીજું કે આ એન્ટીબોડી ડોઝ 70 હજારથીમાંડી 1 લાખ રૂપિયામાં ડોઝ આપવામાં આવી રહ્યો છે.
અમદાવાદ: કોકટેલ એન્ટીબોડી ડોઝનું (Cocktail antibody dose) આંધળું અનુકરણ તમને નુકસાન પહોંચાડી શકે છે. કારણ કે આ કોકટેલ એન્ટિબોડી ડૉઝ તમારા ખિસ્સા ખંખેરશે પણ ફાયદો નહિ થાય એવું ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના (Indian Medical Association) નિષ્ણાતો કહી રહ્યા છે. એટલું જ નહીં ટ્રીટમેન્ટ કરતા ડોકટર્સની (Doctors) સલાહ વિના આવા એન્ટીબોડી ડોઝ (Antibody dose) લેવા બેકાર હોવાનું પણ ડૉક્ટર્સ જણાવી રહ્યા છે. કારણ કે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ (coronavirus delta variant) માટે આ ડોઝ બન્યા હતા. અને ઓમીક્રોન વેરિયન્ટ માટે આ ડોઝ બેકાર છે. અને બીજું કે આ એન્ટીબોડી ડોઝ 70 હજારથીમાંડી 1 લાખ રૂપિયામાં ડોઝ આપવામાં આવી રહ્યો છે.
આજકાલ કોકટેલ એન્ટિબોડી ડૉઝ હાઇ સોસાયટીમાં કોકટેલ એન્ટિબોડી ડૉઝનું ચલણ વધ્યું છે. પ્રશ્ચિમ વિસ્તારમાં રહેતા શ્રીમંત વર્ગના લોકો કોવિડ પોઝિટિવ આવ્યા બાદ મોનોકલોનલ કોકટેલ એન્ટી બોડી થેરાપી લઈ રહ્યા છે. ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના મીડિયા કન્વીનર ડો. મુકેશ મહેશ્વરી જણાવી રહ્યા છે કે મોનોક્લોનલ કોકટેલ એન્ટિ બોડી થેરપીનો ટ્રેન્ડ બે ડ્રગ ભેગી કરીને સેલાઈન સાથે અપાતી આ થેરેપી છે.
10 મિલીના એક ડોઝ માટે ડૉક્ટરો અને હોસ્પિટલો 70 હજારથી સવા લાખ સુધીનો ચાર્જ વસૂલ કરી રહ્યા છે. આ ડૉઝની કોઇ અસર થતી નથી. 10 મિલી વાયલનો સેટ આવે છે જેમાંથી 2 ડોઝ આપી શકાય છે. બંને વાયલમાંથી 5-5 મિલી ઇન્જેક્શનમાં ભરીને સેલાઈનમાં અપાઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેર વખતે આ કોકટેલની શરૂવાત થઈ હતી.
અમેરિકન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ક્રિકેટર સૌરભ ગાંગુલીએ પણ આ થેરાપી લીધી હતી..ત્યારે આ થેરાપી અંગે ચર્ચા જાગી હતી. જો કે આ થેરાપી મોંઘી હોવાથી શ્રીમંત વર્ગના લોકો જ હાલ આ થેરાપી લઈ રહ્યા છે.પરંતુ ડોકટર સલાહ આપી રહ્યા છે કે જો ડોકટર ને જરૂર જણાશે તો તમને આ ડોઝ આપશે પરંતુ જો જરૂર ન હોય અને ડોઝ લીધો તો નુકશાન થઈ શકે છે.
બીજીતરફ મહત્વનું છે કે કોરોનાના કેસોમાં એકાએક ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના લીધે પહેલાની જેમ લોકોમાં કોરોનાનો ફફડાટ જોવા મળ્યો છે. હવે વધુ એક વાર લોકો હવે કોરોનાથી બચવા અવનવા ઉપાયો કરી રહ્યા છે.