CMનો સંવેદનશીલ નિર્ણયઃ બે રૂપિયે કિલો રાહત દરે ઘાસનું વિતરણ યથાવત રહેશે

News18 Gujarati
Updated: August 6, 2018, 9:53 PM IST
CMનો સંવેદનશીલ નિર્ણયઃ બે રૂપિયે કિલો રાહત દરે ઘાસનું વિતરણ યથાવત રહેશે
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
અત્યારે ગુજરાતમાં ખેડૂતો ઉપર ઓછા વરસાદના કારણે ચિંતાના વદળો  મંડળાઇ રહ્યા છે.  ઓછા વરસાદના કારણે રાજ્યના પશુપાલકોમાં પણ ભારે ચિંતા જોવા મળી છે. આવી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રીએ અબોલ પશુ જીવો પ્રત્યે સંવેદના દાખવી છે.

આમ મુખ્યમંત્રી તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના જે તાલુકામાં 125 એમ.એમ.થી ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં આવતી ગૌશાળા અને પાંજરાપોળના પશુઓ માટે બે રૂપિયે કિલો રાહત દરે ઘાસનું વિતરણ યથાવત રહેશે.

મુખ્યમંત્રીના જાહેર કર્યા પ્રમાણે રાજ્યના 44 તાલુકાઓમાં 125 મીમીથી ઓછો વરસાદ થયો છે.  આવા તાલુકાઓમાં ગૌશાળા - પાંજરાપોળના પશુઓ માટે  તે તાલુકાઓ માં ૧૨૫મી મી વરસાદ થાય ત્યાં સુધી  અથવા અન્ય નિર્ણય ન થાય ત્યા સુધી ૨ રૂપિયે કિલોના રાહત દરે ઘાસ નું વિતરણ ચાલુ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ રાહત દરે ઘાસ વિતરણ ની મુદત ૩૧ જુલાઈના રોજ પૂર્ણ થતી હતી.  પરંતુ વિજય રૂપાણીએ અબોલ પશુ જીવો પ્રત્યે સંવેદનશીલ ભાવથી ઘાસના રાહત દરે વિતરણની મુદત વધારવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત રરાજ્યમાં કૃત્રિમ વરસાદ કરવા માટે પણ સરકાર વિચારી રહી છે. કેબિનેટની બેઠકમાં કૃષિ વિભાગે રાજયમાં કૃત્રિમ વરસાદનો વિચાર રજૂ કર્યો હતો. જેના ઉપર વિચારણા ચાલી રહી છે. જો રાજ્યમાં વરસાદ ખેંચાશે તો સરકાર કૃત્રિમ વરાસદની વિચાર કરશે.

બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનતા રાજ્યમાં આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ પણ હવામાન ખાતાએ સેવી છે. આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
First published: August 6, 2018, 9:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading