રાજ્યમાં બાળકીઓનો જન્મદર ઓછો હોવા અંગે CM રૂપાણીએ ચિંતા વ્યક્ત કરી

ankit patel
Updated: October 4, 2019, 9:05 AM IST
રાજ્યમાં બાળકીઓનો જન્મદર ઓછો હોવા અંગે CM રૂપાણીએ ચિંતા વ્યક્ત કરી
વિજય રૂપાણીની તસવીર

રાજ્યમાં સેક્સ રેશિયો ઉંચો છે તો દીકરા અને દીકરી વચ્ચેનો ભેદભાવ પણ ઘણા સ્થળો પર જોવા મળી રહ્યો છે ત્યારે આ ભેદભાવને દૂર કરવા સેક્સ રેશિયો ઘટાડવા અને બાળકીઓને પોષણ ક્ષમ આહાર મળે શારીરિક અને અભ્યાસગત વિકાસ થાય તેના માટે સરકાર આ કાર્યક્રમ હાથ ધરશે.

  • Share this:
મયુર માકડિયા, ગાંધીનગરઃ એક તરફ ગાંધીજીની (Gandhiji) ૧૫૦મી જયંતીની ઉજવણી ચાલી રહી છે બીજી તરફ નવરાત્રીનો તહેવાર પણ ઉજવાય રહ્યો છે ત્યારે સરકાર (Government)અને સંગઠન દ્વારા નવદુર્ગા બાલિકા પૂજન કાર્યક્રમ યોજવા જઈ રહ્યું છે. રાજ્યમાં સેક્સ રેશિયો ઉંચો છે તો દીકરા અને દીકરી વચ્ચેનો ભેદભાવ પણ ઘણા સ્થળો પર જોવા મળી રહ્યો છે ત્યારે આ ભેદભાવને દૂર કરવા સેક્સ રેશિયો ઘટાડવા અને બાળકીઓને પોષણ ક્ષમ આહાર મળે શારીરિક અને અભ્યાસગત વિકાસ થાય તેના માટે સરકાર આ કાર્યક્રમ હાથ ધરશે.

રાજ્યમાં બાળકીનો જન્મ દર ખુબ ઓછો છે જેને લઈને ગત વિધાનસભા (Assembly) સત્ર દરમિયાન મુખ્યમંત્રી વિજય રુપાણીએ (cm vijay rupani)ચિંતા વ્યક્ત કરી હતી અને સૌને સાથે મળી આ અંગે કામ કરવા માટે સુચન કર્યું હતું. તો બીજી તરફ રાજ્યના ઘણા એવા વિસ્તારો છે જેમાં બાળકો હજી પણ કુપોષણનો ભોગ બની રહ્યા છે.

રાજ્યમાં કુપોષણનો આંક ૧ લાખ ૪૨ હજારને પાર જઈ રહ્યો છે ત્યારે બાળકીમાં કુપોષણનો દર ઘટે બાળકીઓને પોષણક્ષમ આહાર મળી રહે અને અભ્યાસ માટે પણ પરિવાર દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે બીજી તરફ દીકરા અને દીકરી વચ્ચેનો ભેદભાવ પરિવાર ભૂલે તેના માટે સરકાર દ્વારા વધુ એક પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે. મહિલા અને બાળ વિકાસ વિભાગને સરકારે સુચના આપતા આ વિભાગ દ્વારા આંગણવાડી ખાતે જતી બાળકીઓનું પૂજન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેનો પરિપત્ર પણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મોકલી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં લગભગ ૫૪ હજાર જેટલી આંગણવાડી આવેલી છે જેમાં અંદાજે ૯ લાખ બાળકીઓ જતી હશે જેનું પૂજન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું નામ નવદુર્ગા બાલિકા પૂજન રાખવામાં આવ્યું છે જે અંતર્ગત આ તમામ બાળકીઓનું પૂજન કરવામાં આવશે અને પોષણ ક્ષમ આહાર એટલે કે ગોળ,ખજુર,ચીકી સુખડી જેવી વસ્તુ પણ આપવા પ્રયાસ કરવા સુચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ-અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની મુશ્કેલીઓમાં વધારો, HCમાં વધુ એક રિટ

તો બીજી તરફ હાલમાં નવરાત્રીનો પાવન પર્વ છે અને બાળકી એટલે કે માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે જેને લઈને ભાજપે પણ એક પરિપત્ર બહાર પડ્યો છે અને જે તે વિસ્તારના કાર્યકર્તાઓને આદેશ કર્યો છે કે સરકારના આ કાર્યક્રમમાં હાજરી આપવી બાળકીઓની પૂજા કરવી અને જરૂર જણાય તો પોષણક્ષમ આહાર આપવામાં પણ મદદ કરવીથોડા વર્ષો અગાઉ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ૧૧ આંગણવાડીમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જે બાદ ૧૩૫૪ આંગણવાડી સુધી આ પ્રોજેક્ટ પહોચ્યો હતો અને હવે સરકારે આ કાર્યક્રમને રાજ્યવ્યાપી ઉજવવા આદેશ આપ્યો છે. એક તરફ રાજ્યમાં સેક્સ રેશિયોનું અંતર વધારે છે,બાળકો કુપોષણનો ભોગ પણ બની રહ્યા છે બીજી તરફ દીકરા દીકરી વચ્ચે અંતર પણ ઘણું છે ત્યારે સરકારનું આ પગલું આ તમામ પાસાઓમાં સફળતા અપાવવામાં કારગર સાબિત થઇ શકશે.
First published: October 3, 2019, 11:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading