વાવાઝોડાની સ્પીડ અને આપણી સ્પીડ વચ્ચેની આ લડાઇ છેઃ CM વિજય રૂપાણી

News18 Gujarati
Updated: June 12, 2019, 2:39 PM IST
વાવાઝોડાની સ્પીડ અને આપણી સ્પીડ વચ્ચેની આ લડાઇ છેઃ CM વિજય રૂપાણી
કંટ્રોલ રૂમી મુલાકાત લેતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

સીએમ રૂપાણીએ કંટ્રોલ રૂમની મુલાકાત લેતા અધિકારીઓને વાવાઝોડા અંગેની તૈયારીઓ અંગે પૂચ્છા કરી હતી.

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગરઃ 'વાયુ' વાવાઝોડું વધુ પ્રચંડ બનતા રાજ્યનું વહીવટી તંત્ર વધું સાબદુ બની ગયું છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ વાવાઝોડું વેરાવળથી 340 કિમી દૂર છે. 140થી 150 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે. તમામ પ્રકારની પરિસ્થિતિ ઉપર નજર રાખવા માટે ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. અને વાવાઝોડા અંગે તમામ માહિતી લીધી હતી. અને જરૂર જણાય એટલી સૂચનાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

સીએમ રૂપાણીએ કંટ્રોલ રૂમની મુલાકાત લેતા અધિકારીઓને વાવાઝોડા અંગેની તૈયારીઓ અંગે પૂચ્છા કરી હતી. તેમણે કહ્યું કે, આ વાવાઝોડાની ગતિની સામે આપણી ગતિ વચ્ચેની આ લડાઇ છે. અને વાવાઝોડાથી થતા નુકસાનને ઘટાડી શકાય તેવી સૂચના આપી છે. તેમણે જણાવ્યું હતું કે બંદરોને જહાજો અને પેસન્જર જહાજોને દૂર દરિયામાં છોડવામાં આવે તેવી સૂચના આપી હતી. તો સાથે સાથે દરિયામાં ખારવા સમાજના લોકોની બોટોને ઘરે બોલાવી લેવામાં આવે છે. અને તેમને જરૂર દરેક મદદ કરવાની સૂચના આપવામાં આવી છે.તેમણે અધિકારીઓને પૂછ્યું હતું કે, હવે દરિયામાં કોઇ માણસ છે કે નહીં. બધા પાછા આવી ગયા છે કે નહીં. કોસ્ટગાર્ડને પણ સંપૂર્ણ પણે તૈયાર છે કે નહીં તે અંગે અધિકારીઓ પાસેથી માહિતી માંગી હતી. તેમણે કંટ્રોલરૂમમાં જ બધા અધિકારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. અને બધા ફરજ પર વહેલી તકે હાજર રહે તેવી પણ સૂચના આપી હતી. દરેક પ્રકારના વિભાગ રેવન્યુ, પોલીસ, વહિવટી તંત્ર દરેક સ્ટાફની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓને ક્યાં પણ ચૂક ન થાય એના માટે ખાસ સૂચના આપી છે.ઉલ્લેખનીય છે કે, તકેદારીના ભાગ રૂપે દરિયાકાંઠાના જિલ્લાઓમાં લોકોના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એનડીઆરએફની 51 ટીમો તહેનાત કરવામાં આવી છે. આ દરમિયાન, રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો પણ નોંધાયો છે. કેટલાક સ્થળે વરસાદના હળવા છાંટા પણ પડ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફુંકાવા લાગ્યો છે.
First published: June 12, 2019, 12:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading