કોંગ્રેસ પર પ્રહાર કરતાં CM રૂપાણી, કોંગ્રેસ ભૂંડા હાલે હારવાની છે

News18 Gujarati
Updated: May 4, 2019, 2:43 PM IST
કોંગ્રેસ પર પ્રહાર કરતાં CM રૂપાણી, કોંગ્રેસ ભૂંડા હાલે હારવાની છે
ત્રણ દિવસમાં મામલો થાળે પડશે: CM રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભૂંડા હાલે હારવાની છે, એટલે હતાશાભર્યા કોંગ્રેસના નેતાઓ બોલી રહ્યાં છે

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભૂંડા હાલે હારવાની છે, એટલે હતાશાભર્યા કોંગ્રેસના નેતાઓ બોલી રહ્યાં છે. દેશમાં કોંગ્રેસને ઓછામાં ઓછી બેઠકો મળવાની છે. 150 વર્ષ જૂની કોંગ્રેસની હાલત ખરાબ થશે. રાહુલ ગાંધીએ ત્રણ વખત માફી માગી છે. સાથે જ પીએમ મોદીની સર્જીકલ સ્ટ્રાઇક બાદ આ શબ્દ પ્રચલિત બન્યો છે.

ઉપરાંત પાણી મુદ્દે સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મનુષ્ય અને પશુઓ માટે અલગ પાણીની વ્યવસ્થા છે. કલેક્ટરોને સૂચના પણ આપવામાં આવી છે કે, પાણી અલગ-અલગ પહોંચાડવામાં આવે. જ્યારે પ્રત્યેક વ્યક્તિને 140 લિટર પાણી પહોંચાડવા અંગે પણ સૂચના આપવામાં આવી છે. કોઇ ખામી હોય તો લોકો અને મીડિયા અમારું ધ્યાન દોરી શકે છે. અમે ચોક્કસથી પગલાં લઇશું.

સાથે જ વિજય રૂપાણીએ શંકરસિંહ વાઘેલા પર પણ પ્રહાર કરતાં કહ્યું હતું કે, તેઓ રાજકીય અસ્તિત્વ બચાવવા માટે ફાંફા મારી રહ્યાં છે. ઉપરાંત ભૂપેન્દ્ર ખાંટ અંગે તેમણે જણાવ્યું હતું કે, તેમનું ધારાસભ્યપદ રદ કરવાનો નિર્ણય રાજકીય નથી.

આ પણ વાંચો: એર સ્ટ્રાઇક અંગે રાહુલ ગાંધીનો પ્રહાર કહ્યું,'સેના મોદીજી વ્યક્તિગત સંપત્તિ નથી'

સીએમે જણાવ્યું હતું કે, સરકારી બધી વ્યવસ્થાને સાથે લઈ બધા ડેટા કલેક્ટ કરી લોકોના સુખાકારીના કામો ઝડપથી થાય તે હેતુથી સીએમ ડેસ્ક બોર્ડ શરૂ કર્યું. ભવિષ્યમાં કોઈપણ ડિપાર્ટમેન્ટમાં નાના અરજદારને ન્યાય મળે અને સીધી અરજદાર સાથે વાત કરી શકાય તે માટે એક નવું સોફ્ટવેર પણ બનાવવાની તૈયારી છે. વચેટિયા વગર લોકોના કામ થવા જોઈએ. સરકારના તમામ વિભાગો ઓનલાઈન થાય તેવી તૈયારીઓ છે.

 
First published: May 4, 2019, 1:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading