Home /News /madhya-gujarat /2036 ઓલિમ્પિક્સ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે, ગુજરાત માટે ગૌરવની વાત: સીએમ રૂપાણી

2036 ઓલિમ્પિક્સ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે, ગુજરાત માટે ગૌરવની વાત: સીએમ રૂપાણી

IPL Ahmedabad Team Name:આઈપીએલની અમદાવાદની ટીમ યૂરોપની જાણીતી કંપની સીવીસી કેપિટલ (CVC Capital) દ્વારા 562 કરોડમાં એટલે કે આશરે 692 યુએસ ડોલરમાં ખરીદવામાં આવી છે. આગામી મેગા ઓક્શનમાં ટીમના અન્ય ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે ત્યારે હવે ખેલાડી અને ટીમ આઈપીએલ 2022માં ગુજરાતીઓના દિલ જીતશે કે કેમ તે જોવું જ રહ્યુ

અમદાવાદે ઓલિમ્પિક માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અમદાવાદમાં(Ahmedabad) વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ (The largest stadium in the world) બન્યા બાદ ક્રિકેટ મેચો (cricket match) રમાઈ ચૂકી છે. જોકે હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra modi stadium) આગામી વર્ષ 2036ની ઓલિમ્પિક્સ (Olympics 2036) રમાડવા માટે અત્યારથી જ કમર કસી છે. અમદાવાદની 2036ની ઓલિમ્પિક્સની પ્રબળ દાવેદારી માટે અત્યારથી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓ સારી રીતે ઊભી કરી શકાય તે માટે ઔડાએ (Auda) સર્વે કરવા માટે ટેન્ડર બહાર આપ્યું છે. ત્યારબાદ શહેરમાં સ્પોર્ટ્સ સંકુલ અને હોટલો સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સર્વે માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (Ahmedabad Urban Development Authority) એક એજન્સી નિમણૂક કરશે. જે ત્રણ મહિનામાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને ઓલિમ્પિક્સ યોજવા અંગેની બાબતોનો રિપોર્ટ આપશે.

'ગુજરાત માટે ગૌરવની વાત'

ત્યારે આ અંગે જ્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, 'વર્ષ 2036માં ભારતમાં જો ઓલિમ્પિક્સ રમાશે તો અમદાવાદમાં તેનું ઇનફ્રાસ્ટ્રક્ચર એટલે આ બહું મોટી સુવિધા, કેન્દ્ર સરકારનાં માર્ગદર્શન હેઠળ આપણને મળી રહી છે. તે માટેની તૈયારીઓ કરી રહ્યું છે.અમદાવાદ કોર્પોરેશન આ માટેની તૈયારી શરૂ કરી છે. રાજ્ય સરકાર આ અંગેની તમામ તૈયારીઓ માટે સંપૂર્ણ સહકાર આપશે. અહીં ઓલિમ્પિક્સ રમાશે તે રાજ્ય માટે ગૌરવની વાત છે. જે માટે હું પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર પણ માનું છું.'

CM રૂપાણીએ કર્યું CCC 2.0નું ઉદ્ધાટન, જાણો શું છે તે અને કઇ રીતે લાવશે રાજ્યનાં શિક્ષણમાં આમૂલ પરિવર્તન

Olympics 2036 માટે અમદાવાદે કમર કસી, કેવી સુવિધા, કેટલો ખર્ચ, શું થશે ફાયદો? જાણો તમામ વિગતો

2036ની ઓલિમ્પિક માટે દાવેદારી

અમદાવાદે ઓલિમ્પિક માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે એક પ્રશ્ન એ પણ થાય કે 2036માં જ કેમ અમદાવાદમાં ઓલિમ્પિક યોજાશે? જોકે વાત જાણે એમ છે કે, 2028 સુધી ઓલિમ્પિક્સના તમામ વેન્યૂ બૂક થઈ ગયા છે. અને હાલમાં 2032ની ઓલિમ્પિક ગેમ્સ યોજવા માટે ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર પ્રબળ દાવેદાર મનાય છે.

રાજકોટ: 'વેપારીઓ માટે રસી નહીં તો ધંધો નહીં', વેક્સિન ન લીધી હોય તો કોરોનાનો રિપોર્ટ ફરજિયાત રાખવો પડશે
" isDesktop="true" id="1103836" >



2020ની ઓલિમ્પિક્સ ટોક્યોમાં યોજાવાની હતી. જે કોવિડના કારણએ 2021માં યોજાશે. જ્યારે 2024ની ગેમ્સ પેરિસમાં, 2028માં લોસ એન્જલસમાં યોજાશે. 2032 માટે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેને પ્રિફર્ડ વેન્યૂ જાહેર કર્યા છે. ત્યારે 2036ની ઓલિમ્પિક માટે અમદાવાદે દાવેદારી નોંધાવી છે.
First published:

Tags: CM Vijay Rupani, Narendra Modi Stadium, Olympics 2036, અમદાવાદ, ગુજરાત

विज्ञापन