હાલ સફાઇ અભિયાન ચાલી રહ્યું છે, આતંકીઓનો સફાયો થઇ રહ્યો છે: CM રૂપાણી

News18 Gujarati
Updated: February 28, 2019, 2:26 PM IST
હાલ સફાઇ અભિયાન ચાલી રહ્યું છે, આતંકીઓનો સફાયો થઇ રહ્યો છે: CM રૂપાણી
વિજય રૂપાણી ફાઇલ તસવીર

'આપણે એક મહાસત્તાની જેમ સ્વાભિમાન પૂર્વક જવાબ આપી રહ્યાં છે. '

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ભારતન અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવની સ્થિતિ વધી રહી છે. જેના કારણે આખા દેશમાં અજંપાનું વાતાવરણ વ્યાપી ગયું છે. આજે સીએમ વિજય રૂપાણીએ આ અંગે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે 'હાલ સફાઇ અભિયાન ચાલી રહ્યું છે.'

સીએમએ આગળ જણાવતાં કહ્યું કે, 'આતંકીઓને સાફ કરવામાં આવી રહ્યાં છે. હાલ આ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. આપણે એક મહાસત્તાની જેમ સ્વાભિમાન પૂર્વક જવાબ આપી રહ્યાં છે. '

તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર પ્રહારો કરતાં કહ્યું કે, 'કેટલાક લોકો મત બેંકની રાજનીતિ કરતા હતાં. તેઓ લોકોને વોટનું મશીન સમજતા હતાં. '

આ પણ વાંચો: પાકમાં માત્ર અભિનંદન જ નહીં આ એરફોર્સ ઓફિસર્સ પણ છે, પરંતુ પાકિસ્તાન માનતું નથી

સીએમએ થોડા દિવસ પહેલા કુંભમાં પીએમએ સફાઇ અભિયાનને યાદ કરતા કહ્યું કે, 'દેશના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ પીએમએ સફાઈ કામદારના પગ ધોયા છે. તેમનું સન્માન કર્યું છે. આ ઐતિહાસિક ઘટના હતી.'

આ પણ વાંચો: સુરત પોલીસનું જાહેરનામું: એક મહિનાનું અનાજ, કરિયાણું, દવાનો સંગ્રહ કરી રાખોબજેટ અંગે જણાવતા કહ્યું કે, 'પહેલા કોર્પોરેટરોને ધ્યાનમાં રાખીને બજેટ બનાવવામાં આવતું હતું પરંતુ હવે છેવાડાનાં માનવીને ધ્યાનમાં રાખીને બજેટ બનાવવામાં આવે છે.' રામ મંદિર અંગે બોલતા જણાવ્યું કે, 'અમે અયોધ્યામાં રામ મંદિર બનાવીશું. કોંગ્રેસને રામ મંદિર આડે જેટલા રોડા નાખવા હોય તેટલા નાખે રામ મંદિર બનીને રહેશે.
First published: February 28, 2019, 2:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading