રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ નોંધાયા બાદ CM રૂપાણીનું નિવેદન, 'તંત્ર સંપૂર્ણ સજ્જ'

રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ નોંધાયા બાદ CM રૂપાણીનું નિવેદન, 'તંત્ર સંપૂર્ણ સજ્જ'
સીએમ રૂપાણીની ફાઇલ તસવીર

 • Share this:
  કોરોના વાયરસ હવે ધીરે ધીરે અંકૂશ હેઠળ આવી રહ્યો છે અને હવે વેક્સિન (Covid-19 Vaccine) ક્યારે આવે તેની રાહ જોવાઇ રહી છે. વેક્સિનેશન પૂર્વે ડ્રાય રનનો (Corona Vaccine Dry Run) ગુજરાતમાં (Gujarat) પ્રારંભ થયો છે. આજે દાહોદ, વલસાડ, આણંદ જિલ્લામાં તેમજ ભાવનગર મહાનગર પાલિકામાં કોવિડ-19 વેક્સિન માટે ડ્રાય રન યોજાઇ રહ્યું છે. જેમાં દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજ, ભાવનગરમાં સર-ટી જનરલ હોસ્પિટલ, વલસાડમાં જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ, આણંદમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તથા આ તમામ જિલ્લાઓના એક-એક શહેરી આરોગ્ય કેન્દ્ર, એક આઉટરીચ સેન્ટરમાં ડ્રાય રન યોજવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) કોરોના રસી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.

  'ગુજરાતમાં પણ સિસ્ટેમેટિક બધાને રસી મળશે'  રસી અંગે સીએમ રૂપાણીએ નિવેદનમાં જણાવ્યું કે, દરેકને મફત વેક્સીન મળશે. ફાઇઝર કંપનીની રસી આજે યુરોપ અને અમેરિકામાં આપણે જો રૂપિયામાં હિસાબ કરીએ તો લગભગ ત્રણ હજાર રૂપિયાની થાય છે. તેવી આ રસી લોકોને મફતમાં મળશે આ જાહેરાત આપણા માટે ખૂબ આનંદની વાત છે. ગુજરાતમાં પણ વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. ડ્રાયરન એકવાર થઇ ચૂકી છે આજે બીજીવાર પણ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર જેવી ઇશ્યુ કરશે તેમ ગુજરાતમાં પણ સિસ્ટેમેટિક બધાને રસી પ્રાપ્ત થાય તેની તૈયારી ગુજરાત સરકારે કરી દીધી છે.

  લંડનમાં જોવા મળેલા કોરોનાના નવા સ્ટ્રેનની અમદાવાદમાં એન્ટ્રી, ચાર દર્દી SVP હૉસ્પિટલમાં દાખલ

  'રાજ્ય સરકારના નિષ્ણાતો સ્ટ્રેનની જાગૃતતા માટે કામ કરી રહ્યાં છે'

  અમદાવાદમાં બ્રિટનનાં નવા કોરોના સ્ટ્રેનના પગપેસારા અંગે તેમણે નિવેદનમાં જણાવ્યું કે, બ્રિટનથી આવેલા બધા લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કર્યા છે. એમાથી કોરોના પોઝિટિવ લોકોને અલગ આઈસોલેટ કર્યા છે તેમની અલગ ટ્રિટમેન્ટ ચાલી રહી છે. જેથી એ સ્ટ્રેનની અસર બીજાને ન પડે. રાજ્ય સરકારના નિષ્ણાત લોકો આ સ્ટ્રેનની જાગૃતતા માટે કામ કરી રહ્યાં છે.  દેશના તમામ લોકોને મફતમાં મળશે રસી

  નોંધનીય છે કે, ભારતમાં કોરોના વેક્સીન ને લઈને તમામ તૈયાર પૂર્ણ કરી દેવામાં આવી છે. કોરોના વેક્સીનની તૈયારીની સમીક્ષા કરવા માટે આજે દેશભરમાં કોરોનાનો ડ્રાય રન ચાલી રહ્યો છે. આ પ્રસંગે દેશના સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને (Dr. Harsh Vardhan) મોટી જાહેરાત કરી છે. તેમની જાહેરાત પ્રમાણે આખા દેશમાં કોરોનાની રસી મફતમાં આપવામાં આવશે. આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 116 જિલ્લામાં 259 જગ્યા પર કોવિડ-19 અંગે ડ્રાય રનનું આયોજન થયું છે.

  ગુજરાતમાં શનિ અને રવિવારે આ વિસ્તારોમાં ઠંડી સાથે પડી શકે છે માવઠું

  કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને દિલ્હીની જીટીબી હૉસ્પિટલ જઈને વેક્સીનના ડ્રાય રન વિશે માહિતી મેળવી હતી. સ્વાસ્થ્ય મંત્રીના કહેવા પ્રમાણે પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ લોકોને કોરોનાની પ્રી વેક્સીન આપવામાં આવશે. જેમાં હેલ્થ વર્ક્સ અને પ્રથમ હરોળમાં કામ કરતા લોકો શામેલ છે. જે બાદમાં પ્રાથમિકતાના ધોરણે વધુ 27 કરોડ લોકોને રસી આપવામાં આવશે.
  Published by:Kaushal Pancholi
  First published:January 02, 2021, 14:32 pm