આ વચગાળાનાં બજેટનો વિપક્ષ પણ વિરોઘ નહીં કરી શકે: વિજય રૂપાણી

News18 Gujarati
Updated: February 1, 2019, 3:36 PM IST
આ વચગાળાનાં બજેટનો વિપક્ષ પણ વિરોઘ નહીં કરી શકે: વિજય રૂપાણી
સીએમ વિજય રૂપાણીની ફાઇલ તસવીર

રાજ્યનાં સીએમ વિજય રૂપાણીએ પણ વચગાળાનાં બજેટને આવકાર્યું છે.

  • Share this:
આજે કેન્દ્ર સરકારે વચગાળાનું બજેટ આપ્યું છે જેમાં ખેડૂત, ગરીબ અને કરદાતાઓ માટેની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે રાજ્યનાં સીએમ વિજય રૂપાણીએ પણ વચગાળાનાં બજેટને આવકાર્યું છે અને તેનાથી ગુજરાતને ઘણો લાભ થશે તેમ પણ જણાવ્યું છે. આ બજેટમાં નિયત સાફ, નીતિ સ્પષ્ટ અને નિષ્ઠા અટલ દેખાય છે.

આજે રજૂ થયેલા વચગાળાનાં બજેટ માટે સીએમએ મોદી સરકારનો આભાર માનતા કહ્યું કે, 'મોદી સરકારે યુવાનો, મહિલાઓ, કરદાતાઓ, ખેડૂતો અને ગરીબોને આવરી લેતું બજેટ આપ્યું છે.

આ બજેટથી કીડીને કણ અને હાથીને મણ આપીને સાચા અર્થમાં સૌનો સાથ અને સૌનો વિકાસની ભાવના સાર્થક કરી છે. સરકારે ન્યૂ ઇન્ડિયા તરફ વધુ એક પગલું ભર્યું છે.'


તેમણે આગળ જણાવતાં કહ્યું કે, 'ખેડૂતોનાં ખાતામાં ડાયરેક્ટ 6000 રૂપિયા આપવાના પેકેજ આપીને સૌથી મોટું પેકેજ આપ્યું છે. ગુજરાતનાં 36 લાખ ખેડુતોને આને સીધો લાભ મળશે.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા મોદી સરકારે વચગાળાનાં બજેટમાં કરી આ 10 મહત્વની જાહેરાતો

કામધેનું આયોગની રચનાથી પશુપાલન ઉદ્યોગને સપોર્ટ મળશે. કરોડો ભારતીયો કિસાન ગ્રામ્ય સહિત સમાજના તમામ વર્ગના વિકાસ માટેનું આ બજેટ છે.'આ પણ વાંચો: Budget 2019: મહિલાઓ માટે મોટી જાહેરાત, 40,000 સુધીની લોન પર વ્યાજ નહીં

સીએમએ આગળ જણાવતાં કહ્યું કે, 'આવકવેરાની મર્યાદા પાંચ લાખ રૂપિયા કરવામાં આવી. ધારણા 3 લાખ થવાની હતી જેને સવાયા કર્યા, ગુજરાતનાં આશરે 3 કરોડ નાગરિકોને આ લાભ મળશે. ઈન્કમટેક્સની મર્યાદા વધારવાને લીધે મધ્યમ વર્ગના લોકોને મોટો લાભ મળશે. આ ઉપરાંત વધારાનાં 150,000 રોકાણ કરશો તો પણ લાભ મળશે. ટીડીએસની મર્યાદામાં વધારો કર્યો છે. આ ઉપરાંત 10 કરોડ શ્રમિકોને યોજનાનો લાભ મળશે. વિન્ડ એનર્જી અને સોલાર એનર્જી ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાને લીધે ઉપભોક્તાને લાભ મળશે. એસસીનાં બજેટમાં 25 ટકામાં વધારો કરીને સરકારે દલિત સમાજ માટે કટિબ્ધતા દર્શાવી છે. ડિજિટલ ઇન્ડિયામાં એક લાખ ગામોમાં કનેક્ટિવિટી વધારાશે. સાગર માલા યોજનાથી ગુજરાત ને વધુ લાભ થશે કારણ કે આપણી પાસે મોટો દરિયાકિનારો છે.'

તેમણે કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું કે, 'આ એવું બજેટ છે જેમાં વિપક્ષો પણ કંઇ બોલી નહીં શકે.'
First published: February 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading