મંદી તો માત્ર હવા છે, રાજ્ય સરકાર લોકો માટે કામ કરનારી સરકાર છે : CM રૂપાણી

News18 Gujarati
Updated: September 19, 2019, 4:28 PM IST
મંદી તો માત્ર હવા છે, રાજ્ય સરકાર લોકો માટે કામ કરનારી સરકાર છે : CM રૂપાણી
વિજય રૂપાણી

રાજ્ય સરકારે (Gujarat Government) ગ્રીન ક્લિન એનર્જી (Green clean energy) ઉત્પાદનને વેગ આપવા સાથે MSME એકમોને સૌરઊર્જા (Solar Power) ઉત્પાદનનો વ્યાપક લાભ મેળવી શકે તેવો મહત્વલક્ષી નિર્ણય કર્યો છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રાજ્ય સરકારે ગ્રીન ક્લિન એનર્જી ઉત્પાદનને વેગ આપવા સાથે MSME એકમોને સૌરઊર્જા ઉત્પાદનનો વ્યાપક લાભ મેળવી શકે તેવો મહત્વલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે સૌરઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા 2015માં સોલાર પોલિસી (solar Policy) જાહેર કરેલી છે તેનો વ્યાપ વધારીને તેમજ સમયાનુકુલ જરૂરી બદલાવ સાથે MSME એકમોને પણ સોલાર એનર્જી ઉત્પાદન માટે પ્રેરિત કરવા આ પોલિસી અંતર્ગત વિશેષ છૂટાછટ આપવાનું રાજ્ય સરકારે નિર્ધારીત કર્યુ છે.


'વીજ કંપની અંદાજે રૂ. 1.75 પ્રતિ યુનિટના ભાવે ખરીદશે'

આ અંગે મીડિયા સાથેની વાતચીતમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, સૌરઊર્જા ઉત્પાદનમાં MSME એકમોને વધુ રાહત આપતા રાજ્ય સરકારના આ નિર્ણય પ્રમાણે અગાઉ સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશન માટે મંજૂર લોડના 50 ટકા કેપેસિટીની નિયત કરાયેલી મર્યાદા દૂર કરી દેવામાં આવી છે. હવે, MSME એકમો મંજૂર થયેલા લોડના 100 ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપિત કરી શકશે. જો MSME એકમો પોતાના સ્વ વપરાશ બાદની વધારાની સૌરઊર્જા ગ્રીડમાં આપશે તો રાજ્ય સરકારની વીજ કંપની અંદાજે રૂ. 1.75 પ્રતિ યુનિટના ભાવે ખરીદશે.

આ પણ વાંચો : MSME મંજૂર લોડના 100 ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સ્થાપિત કરી શકશે

'મંદી તો માત્ર હવા છે'

મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે એક પત્રકારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછ્યું કે હાલ મંદીને કારણે ઘણાં MSME બંધ થવાને આરે છે. તો આ અંગે સરકાર કંઇ વિચારી શકે કે નહીં.આ પ્રશ્નનાં જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 'ભાઇ, અત્યારે અમારી પાસે આવા કોઇ આંકડા અમારી પાસે આવ્યાં નથી. મંદી એક હવા છે. અત્યાર સુધી કોઇ MSMEનાં એકમો સાવ બંધ થઇ ગયા તેવું પણ આપણી સામે આવ્યું નથી. જો તમે સમજો સરકાર પોલીસી આપે છે. ખાનગી લોકો ધંધો કરે છે. ભૂતકાળમાં આ બધા કહેતા હતાં કે આપણે ત્યાં પાવર ઘણાં જ મોંઘા છે તો રાજ્ય સરકારે દરવાજો ખોલ્યો છે. જો મંદીની વાત કરતા હશો તો આ તમને મંદીમાં ઉપયોગી થશે. રાજ્ય સરકાર લોકો માટે કામ કરનારી સરકાર છે.'
First published: September 19, 2019
વધુ વાંચો
अगली ख़बर