કોરોનાકાળમાં પણ CM રૂપાણી વિકાસની T-20 રમ્યા, આખા વર્ષમાં 111 TP-DP સ્કિમ કરી મંજૂર

કોરોનાકાળમાં પણ CM રૂપાણી વિકાસની T-20 રમ્યા, આખા વર્ષમાં 111 TP-DP સ્કિમ કરી મંજૂર
મુખ્યમંત્રી રૂપાણીની ફાઇલ તસવીર

ડિસેમ્બર મહિના માં છેલ્લા 18 દિવસોમાં 44 ટી.પી. સ્કીમને આખરી મંજૂરી આપી ઝડપી અને ત્વરિત કાર્ય પ્રણાલી નો પરિચય આપ્યો

  • Share this:
    CM એ રાજ્યના શહેરી ક્ષેત્રોના વિકાસ સાથે આર્થિક સામાજિક રીતે નબળા વર્ગો માટે આવાસ નિર્માણ,જાહેર સુવિધાઓ તેમજ આંતર માળખાકીય સવલતો માટે સત્તા તંત્રોને જમીન સંપ્રાપ્ત કરાવવાના પારદર્શી અને નિર્ણાયક અભિગમ સાથે આ અગાઉ 2018 અને 2019 ના વર્ષોમાં સતત 100 100 ટી.પી ની મંજૂરીઓ ની સિદ્ધિ મેળવેલી છે. CM રૂપાણીએ કોરોનાકાળમાં પણ જન જીવન ઝડપભેર પૂર્વવત બનાવવા ન્યુ નોર્મલ નવી જીવન શૈલી થકી વિકાસ કામોને ગતિ આપવાની સંકલ્પબદ્ધતા સાથે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં છેલ્લા 18 દિવસોમાં 44 ટી.પી. સ્કીમને આખરી મંજૂરી આપી ઝડપી અને ત્વરિત કાર્ય પ્રણાલી નો પરિચય આપ્યો છે.

    CMએ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે આવેલી અડચણો બાવજુદ પણ વિકાસ કામોની 20-20 ની રફતાર જાળવી રાખી ટી.પી.મંજુરીનું શતક ફરી એક વાર સતત ત્રીજા વર્ષે પણ પાર કર્યું છે. તેમણે ત્રણ વર્ષમાં કુલ 300થી વધુ ટી.પી./ડી.પી મંજુર કરી રાજ્યના નગરો મહા નગરો ના નવતર આયોજન કાર્યોને અભૂતપૂર્વ ગતિ આપી છે. CMએ તાજેતરમાં ગત ત્રીજી ડિસેમ્બરના રોજ ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીશન સિસ્ટમ (ODPS) 2.0 ના લોન્ચિંગ વેળાએ ચાલુ વર્ષે પણ ટી.પી./ડી.પી મંજુરીમાં સદીનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો તે ફળીભૂત થયો છે.



    આ પણ વાંચો :   સુરત : માથાભારે સુર્યા બંગાળીએ ફાર્મહાઉસમાં જન્મદિવસ ઊજવતા વિવાદ, કોવીડ ગાઇડલાઇનની ઐસી કે તૈસી

    આ વર્ષે ટી.પી.ની સદીમાં 30 ડ્રાફ્ટ, 19 પ્રિલીમનરી અને ૫૧ ફાઈનલ ટી.પી. નો સમાવેશ થાય છે. ઉપરાંત CM એ ચાલુ વર્ષે 2020માં કુલ 11 શહેરોના ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કર્યા છે. સુરતના ડેવલપમેન્ટ પ્લાનને આખરી મંજૂરી આપી વર્ષોથી મુલતવી રહેલ રિઝર્વેશનની સમસ્યાનો પણ અંત આણ્યો છે.

    ગુજરાત રાજ્ય શહેરી વિકાસના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. શહેરોના આયોજન માટે સરકાર દ્વારા ખૂબ જ ઝડપી નિર્ણયો લેવાયા છે.
    તેથી નાગરિકલક્ષી સુવિધાઓ પુરી પાડવા માટેની કામગીરીમાં અકલ્પનીય ગતિશીલતા આવી છે.  CM વિજયરૂપાણી એ ત્વરિત નિર્ણાયક નેતૃત્વ નો પરિચય આપતાં વિકાસના કામ માટે એક પળનો પણ વિલંબ કર્યા વિના મંજૂરી આપવાની કાર્યરીતી અપનાવી છે.CM એ સંલગ્ન અધિકારીઓને પણ નાગરિકલક્ષી અભિગમ અપનાવવા સ્પષ્ટ સુચના આપેલ છે.

    CMએ રાજ્યના નગરોમાં આંતરમાળખાકીય સવલતો જેવી કે બ્રિજ, રસ્તા કે ફાયર સર્વિસથી લઇ ડી.પી./ટી.પી. માટેના દરેક પ્રશ્નો માટે જરૂર જણાય ત્યાં ત્વરીત નિષ્ણાંતો, અધિકારીઓ, પ્રજાના પ્રતિનિધિઓ અને સંસ્થાઓ સાથે વિચાર વિમર્શ કરી-બેઠકો યોજી નિર્ણય લેવાનો નવતર અભિગમ અપનાવ્યો છે.
    CMએ ગુજરાતના લોકોને વિકાસ પરવાનગી માટે કચેરીના ધક્કા ન ખાવા પડે અને પોતાના ઘેર બેસી 24 કલાકમાં જ અધિકૃત નકશા અને રજા ચિઠ્ઠી મળે તેવી ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ (ODPS) 2.0 પણ લોન્ચ કરી છે.

    આ જ વિકાસલક્ષી અભિગમના અનુસંધાને રાજ્ય સરકારે 2020ના વર્ષમા અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર, સહિત અન્ય નાના નગરોની વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.
    ઉલ્લેખનીય છે કે ટાઉન પ્લાનિંગ સ્કીમ ત્રણ તબક્કામાં હોય છે તેમાં ડ્રાફ્ટ, પ્રિલિમિનરી અને ફાઇનલ એમ ત્રણેય તબક્કાઓ અતિ મહત્વના હોય છે.

    રાજ્યના મોટા શહેરો કે જ્યાં જમીનોના ભાવ વધુ હોય છે ત્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ બનવાથી સુઆયોજિત વિકાસ સાથે જમીનોનું પુનઃબંધારણ, બાંધકામ સચોટ રીતે થતાં વધુ એફ.એસ.આઈ. વપરાવાથી મકાનો એફોર્ડેબલ બની શકે છે.

    આ પણ વાંચો : સુરત : પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા ચકચાર, આંબાના ઝાડે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

    રાજ્ય સરકાર દ્વારા ડ્રાફ્ટ સ્કીમ મંજુર થયા પછી તુરંત જ રોડ રસ્તા અને આંતરમાળખાકીય સવલતોની કામગીરી થઈ શકે છે. જ્યારે પ્રારંભિક મંજૂરી મળવાથી પ્લાનના પૂર્ણ અમલીકરણ સાથે સત્તામંડળને પ્લોટોનો કબજો પ્રાપ્ત થાય છે. તો ફાઈનલ ટી.પી. મંજૂર થવાથી એરિયા બેટરમેન્ટ અને જમીનના આર્થિક વળતર મળે છે.

    CMએ સુઆયોજિત નગર વિકાસ ના ત્રણ તબક્કા ડ્રાફ્ટ, પ્રિલિમિનરી અને ફાઇનલને મહત્વ આપતા છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 108 ડ્રાફ્ટ સ્કીમ્સ, 85 પ્રિલીમીનરી તથા 107 ફાઇનલ ટી.પી.ને મંજૂરી આપી છે.  CM એ વર્ષ 2020માં 51 ફાઈનલ ટી.પી.ને મંજૂરી આપી છે તેમાં ઘણી સ્કીમો તો વર્ષોથી બોર્ડ ઓફ અપીલમાં અટવાયેલી હતી તેને તેમણે ટાસ્ક સ્વરૂપે લેવડાવી અત્યાર સુધીમાં સૌથી વધુ ફાઈનલ ટી.પી.ને એક જ વર્ષમાં મંજૂરી આપી રેકોર્ડ સ્થાપ્યો છે.

    CMએ જે ઝડપથી સ્કીમોને મંજૂરી આપી છે તે જ ઝડપથી આનુષાંગિક કામો થાય તેવી સ્પષ્ટ સૂચના શહેરી વિકાસ અને ટાઉન પ્લાનીંગ ઓથોરિટીને આપી છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મંજૂર કરાયેલી વિકાસ યોજનાઓમાં સમાવિષ્ટ થતા વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે રસ્તા, ડ્રેનેજ, પાણીની સુવિધા અને સ્ટ્રીટલાઈટ વગેરે પૂરી પાડવા માટે સંબંધિત સત્તામંડળ દ્વારા અધિનિયમની જોગવાઈ હેઠળ નગર રચના બનાવવામાં આવે છે.

    આ પણ વાંચો :  સુરત : વરાછાના કાપડ વેપારીનું અપહરણ, વ્યાજે લીધેલા 6 લાખની સામે 8 ચુકવ્યા છતાં પઠાણી ઉઘરાણી

    જે રાજ્ય સરકાર દ્વારા મંજૂર થયા બાદ સત્તા મંડળ રસ્તાઓની સુવિધા પૂરી પાડી શકે છે. ડ્રાફ્ટ સ્કીમની મંજૂરી મળવાથી સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓના ઝડપી અમલીકરણ સાથોસાથ આંતરમાળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ થશે.
    પ્રારંભિક નગર રચના યોજના મંજૂર થયા બાદ સત્તામંડળને જાહેર સુવિધા માટે પ્રાપ્ત થતા પ્લોટ અને સત્તા મંડળ કબજો મેળવી વિકાસ કરી શકે છે.
    Published by:Jay Mishra
    First published:December 27, 2020, 16:41 pm

    ટૉપ ન્યૂઝ