CM રૂપાણીને તાવ અને આંતરડામાં સોજો, આજનાં તમામ કાર્યક્રમો રદ

News18 Gujarati
Updated: March 2, 2019, 8:31 AM IST
CM રૂપાણીને તાવ અને આંતરડામાં સોજો, આજનાં તમામ કાર્યક્રમો રદ
સીએમ વિજય રૂપાણીની ફાઇલ તસવીર

રાજકોટ પહોંચ્યા પછીય તેમની તબિયત સારી ન રહેતા તેમણે અમદાવાદ પરત ફરી જવાનો નિર્ણય લીધો હતો.

  • Share this:
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગઇકાલે વોમિટિંગ અને તાવની તકલીફ થતાં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે જૂનાગઢના શિવરાત્રીના મેળાના પ્રવાસે જવાના કાર્યક્રમને પડતો મૂકીને પરત અમદાવાદ આવી ગયા હતા. મુખ્યમંત્રીને ગઇકાલે સવારથી જ રાજકોટ જવા નીકળ્યા ત્યારથી તાવની અસર વર્તાતી હતી. તેમને વોમિટ પણ થઈ હતી. છતાંય યોગી આદિત્યનાથ સાથેના કાર્યક્રમમાં હાજરી આપવા રાજકોટ રવાના થયા હતા. રાજકોટ પહોંચ્યા પછીય તેમની તબિયત સારી ન રહેતા તેમણે અમદાવાદ પરત ફરી જવાનો નિર્ણય લીધો હતો.

અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડો. આર. કે. પટેલ અને ડો. મનોજ ઘોડાએ તેમની તપાસ કરી હતી. મુખ્યમંત્રીની તબીબી તપાસ બાદ ડો. આર. કે. પટેલે અને ડો. મનોજ ઘોડાએ નિદાન કરતાં જણાવ્યું કે, મુખ્યમંત્રીને ઉલટી અને તાવ તેમજ આંતરડામાં દુઃખવાની ફરિયાદ હતી. તેમને આંતરડા પર સોજો હોવાનું નિદાન થયું છે. મુખ્યમંત્રીની તબિયત હાલ સ્થિર છે અને ચિંતાનું કોઇ જ કારણ નથી.

ડોક્ટરોએ વિજય રૂપાણીને આરામ કરવાની સલાહ આપી હોવાથી બીજી માર્ચના તેમના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ એરપોર્ટ પર યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આવકારી તેમની સાથે શિવરાત્રી મેળા માટે જૂનાગઢ જવાના હતા. જોકે રાજકોટ ખાતે પણ સ્વાસ્થ્યની આ ફરિયાદ યથાવત રહેતાં તેઓ અમદાવાદ પરત આવ્યા હતા.

મહત્વનું છે કે જૂનાગઢમાં બુધવારથી શરૂ થયેલા જૂનાગઢના મહાકુંભમાં આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યના મુખ્યમંત્રીએ પ્રકૃતિ ધામમાં સંતસભા સંબોધન કર્યું હતું.
Published by: Kaushal Pancholi
First published: March 2, 2019, 8:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading