'CAAના નામે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો રસ્તા પર ઉતરી જાતિવાદ ફેલાવાનો પ્રયાસ કરે છે'

'CAAના નામે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો રસ્તા પર ઉતરી જાતિવાદ ફેલાવાનો પ્રયાસ કરે છે'
મુખ્યમંત્રી વિજય રૂપાણી (ફાઈલ ફોટો)

સીએમ રૂપાણીએ કહ્યું, CAA કાયદો પાકિસ્તાન, આફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિન્દૂ શરણાર્થીઓ માટે સન્માનનો કાયદો

  • Share this:
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સાબરમતી આશ્રમ ખાતે નાગરિક સમિતિ નેજા હેઠળ નાગરિક સંશોધન અધિનિયમ માટે કાર્યક્રમ યોજાયો હતો. નોન પોલિટિક મંચ પરથી યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વે જસ્ટિસ સોનીએ ઉપસ્થિત રહી દેશના નાગરિકોને CAA કાયદા અંગે જાગુતિ લાવવા આહવાન કર્યું હતું. તો સાથે જ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં હિન્દૂ લઘુમતી પર થતા ધાર્મિક અત્યાચારના કારણે આ અધિનિયમના સમર્થનમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકર દ્વારા આઝાદીના 70 વર્ષે બાદ નાગરિકતા સંશોધન અધિનિયમે લોકસભા અને રાજ્ય સભામાં બહુમતીના જોરે પસાર કર્યાબાદ કોંગ્રેસ અને વિરોધી પક્ષો દ્વારા ઠેર ઠેર CAA કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિરોધને ઠારવા અને દેશની જનતાને આ કાયદા વિશે સાચી માહિતી આપવા નાગરિક સમિતિના નેજા હેઠળ અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પૂર્વ જસ્ટિસ સોની એ ખાસ હાજરી આપી હતી, તો સાથે જ પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થઈને આવેલા 200 જેટલા હિંદુ પરિવારો પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા.આ કાર્યકમાં આવેલા નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે પૂજ્ય મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદ કરવા માટે આ ગાંધી આશ્રમમાંથી જે લડત ઉપાડી હતી. ત્યારે હવે આપણે સીએએ કાયદાના સમર્થનમાં આપણે આ ચળવળ ઉપાડી રહ્યા છે. આઝાદીના 70 વર્ષ બાદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા લઘુમતીઓને જે શરણાર્થીઓ આવ્યા છે. તેમને સમાવા ને બદલે કેટલાક લોકો એ વોર્ટ બેન્ક ની રાજનીતિ કરે છે. જ્યારથી દેશમાં મોદી સરકાર બની છે ત્યારથી કેટલાક લોકોને પેટમાં તેલ રેડાયું છે.

સીએમએ વધુમાં કહ્યું કે, દેશના હિતની વાતને તોડવાનું કામ કેટલાક લોકો કરી રહ્યા છે. ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ તેના ચૂંટણી ઢઢેરામાં રામ મંદિર, 370, ત્રિપલ તલાક, સી.એ.એ અને એનઆરસી લાગુ કરવાની વાત કરી હતી. તેના આધારે 2019માં ભારતીય જનતપાર્ટી અને તેના સાથી પક્ષોને જનતાએ સતા આપી છે. તે બહુમતી પર પહોંચ્યા નહી એટલે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો એ દેશના રસ્તા પર ઉતરી જાતિવાદ ફેલાવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસ દેશની જનતાને જવાબ આપે કે તેમના પૂર્વે પ્રધાનમંત્રી મનમોહનસિંહએ સમર્થન કર્યું હતું. ભારતમાં મુસલમાન સુખી છે એટલા માટે તેમની વસ્તી વધી છે. પાકિસ્તાનમાં 22 ટકા હિન્દૂ હતા ત્યારે આજે 3 ટકા રહ્યા છે. ત્યારે તેનું કારણે છે કે ત્યાં તેમને ત્રાહિમામ કરવામાં આવે છે, તેના કારણે તે ભારતમાં આવે છે.સીએમ રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસે તેમની સરકારમાં ન કર્યું પણ હવે ભાજપે કર્યું છે ત્યારે કોંગ્રેસે ઢાકણીમાં પાણી લઈ ડૂબી મરવું જોઈએ. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં પણ હિન્દૂઓની સંખ્યા ઘટી છે. મુસલમાન માટે 161 દેશ છે જ્યારે હિન્દુઓ માટે ભારત છે. તમારી ખુરશી એ સુરક્ષિત નથી એટલે તમે વિરોધ કરો છો. આ કાયદાથી ભારતમાં વસવાટ કરતો મુસલમાનનું નાગરિકતવ જવાનું નથી. એવું વડાપ્રધાને અને ગૃહમંત્રીએ કહ્યું છે. ગુજરાતમાં 10 હજાર શરણાર્થીઓ છે તેમ પણ કચ્છમાં સૌથી વધુ શરણાર્થીઓ દલિત છે. દલિતોનો ટેકો લઈ ફરતા નેતા ક્યાં ગયા. હિંદુઓ અને શીખને બંદૂકની અણી પર રાખી તેમને વટલાવવાનું કામ કરતા હતા, ત્યારે કોંગ્રેસ ક્યાં ગઈ હતી. દેશ હિત ની વાતમાં મતનું રાજકારણ બાજુમાં મૂકી અમે કામ કરી રહ્યા છે. કોંગ્રેસે જે રીતે વર્ષો સુધી વોર્ટ બેન્ક ની રાજનીતિ કરી તેના કારણે લોકો એ તેમને રસ્તો બતાવી દીધો છે. ગુજરાતમાં નાગરિકતા આપવાનું કામ ચાલુ કરી દીધું છે. શરણાર્થીઓને સન્માન આપવાનું કામ આ બિલ છે.

તો જસ્ટિસ સોનીએ જણાવ્યું હતું કે, આ કાયદાથી ગાંધીજીનું સ્વપ્ન પૂર્ણ થયું છે. બંધારણમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લા દેશમાંથી આવેલા હિન્દૂ શરણાર્થીઓ માટે નગરિકતાના નિયમો થોડા હળવા કરવામાં આવ્યા છે.

CAA કાયદાને લઈ જે રીતે વિપક્ષે મોદી સરકારને ઘેરી વળી છે, તેને જોતા સંઘ પરિવારે નાગરિક સમિતિ હેઠળ સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ભાજપના સંગઠન અને સરકારના તમામ મુખ્ય હોદેદારો સામેલ થયા હતા, ત્યારે હવે જોવાનું એ રહશે કે શું લોકો સુધી આ કાર્યક્રમોના માધ્યમથી CAA વિશે સાચી માહિતી પહોંચશે?

 
Published by:News18 Gujarati
First published:December 24, 2019, 19:37 pm

ટૉપ ન્યૂઝ