લોકસભા ચૂંટણી : ઉમેદવારોની યાદી સાથે રૂપાણી સહિતનાં નેતાઓ દિલ્હીમાં

News18 Gujarati
Updated: March 22, 2019, 11:04 AM IST
લોકસભા ચૂંટણી : ઉમેદવારોની યાદી સાથે રૂપાણી સહિતનાં નેતાઓ દિલ્હીમાં
સીએમ રૂપાણી દિલ્હી ખાતે સીએમ રૂપાણી સહિતના નેતાઓ અમિત શાહની મુલાકાત કરી ગાંધીનગર બેઠક માટે શુભેચ્છા પાઠવી હતી.

સીએમ વિજય રૂપાણી સહિતનાં નેતાઓ દિલ્હીમાં આજે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે લોકસભા ઉમેદવાર યાદી અંગે ચર્ચા વિચારણા કરશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ભાજપે લાંબા મંથન બાદ ગઇકાલે ગુરુવારે સાંજે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. હોળીના ઉત્સવ મધ્યે ભાજપે 184 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ત્યારે ગાંધીનગર બેઠક પરથી ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણીમાં ઉમેદવારી કરવાનાં છે. આજે સીએમ વિજય રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ અને જીતુ વાઘાણી સહિતનાં નેતાઓ દિલ્હી લોકસભા ચૂંટણીનાં ઉમેદવારોની ફાઇનલ યાદી સાથે દિલ્હી પહોંચી ગયા છે. સીએમ રૂપાણી દિલ્હી ખાતે સીએમ રૂપાણી સહિતના નેતાઓ અમિત શાહની મુલાકાત કરી ગાંધીનગર બેઠક માટે શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી: ગુજરાતમાં BJPના સ્પેશિયલ 26 કોણ? જુઓ- સંભવિત યાદી

સીએમ વિજય રૂપાણી સહિતનાં નેતાઓ દિલ્હીમાં આજે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે લોકસભા ઉમેદવાર યાદી અંગે ચર્ચા વિચારણા કરી શકે છે. જે પછી ગુજરાતની બેઠકો પર ઉમેદવારોનાં નામો પર મહોર લાગી શકે છે.

સીએમ રૂપાણી દિલ્હી ખાતે સીએમ રૂપાણી સહિતના નેતાઓ અમિત શાહની મુલાકાત કરી ગાંધીનગર બેઠક માટે શુભેચ્છા પાઠવી હતી.


ઉલ્લેખનીય છે કે સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણી 11 એપ્રિલે શરૂ થશે અને 19 મે સુધી ચાલશે. મતગણના 23 મેના દિવસે થશે. દેશભરમાં ચૂંટણી 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19મેના દિવસોએ યોજાશે.

આ પણ વાંચો : ભાજપની પ્રથમ યાદી : કયા મંત્રી પર મોદી-શાહે મૂક્યો જીતનો ભરોસો, કોની ટિકિટ કાપી?આ પણ વાંચો :  BJPની પ્રથમ યાદી : કોનું પત્તું કપાયું, કોને ફરીથી મળી ટિકિટ? જાણો આખી યાદી

મહત્વનું છે કે અમિત શાહનું નામ ગાંધીનગરથી જાહેર થતા જ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જામી ગયો છે. અમિત શાહ પહેલી વખત લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ગુજરાતમાં ગાંધીનગરની સીટ ખુબ મહત્વની સીટ છે. અમિત શાહના માથે ગાંધીનગરની બેઠકની સાથે રાજ્યની 26 સીટો પર પણ જીત અપાવવાની જવાબદારી રહેશે.
First published: March 22, 2019, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading