ગુજરાત હાઇકોર્ટ ખાતે 39 કરોડના ખર્ચે નવ નિર્મિત કાયદા ભવનનું સીએમના હસ્તે લોકાર્પણ થશે

News18 Gujarati
Updated: September 8, 2019, 8:11 PM IST
ગુજરાત હાઇકોર્ટ ખાતે 39 કરોડના ખર્ચે નવ નિર્મિત કાયદા ભવનનું સીએમના હસ્તે લોકાર્પણ થશે
પ્રતિકાત્મક તસવીર

“કાયદા ભવન” વિશાળ બેઠક વ્યવસ્થા તથા ટેકનોલોજીસભર અધ્યતન સુવિધાઓથી સજ્જ

  • Share this:
સંજય જોશી, અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ ખાતે નવ નિર્મિત કાયદા ભવનનું સીએમના હસ્તે 9મી સપ્ટેમ્બરના રોજ લોકાર્પણ કરાશે. આ “કાયદા ભવન” માં વિશાળ બેઠક વ્યવસ્થા તથા ટેકનોલોજીસભર અધ્યતન સુવિધાઓ મુકવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ ખાતે નવ નિર્મિત “કાયદા ભવન”ને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે તા. 9મી સ્પ્ટેમ્બરના રોજ ખુલ્લુ મુકશે. રાજ્યના કાયદા વિભાગ દ્વારા અંદાજીત રુપિયા 39 કરોડના ખર્ચે આ ભવનનુ નિર્માણ કરવામા આવ્યુ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ આર.સુભાષ રેડ્ડી તથા ન્યાયમૂર્તિ એમ. આર. શાહ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જુનું કાયદા ભવન કાર્યરત છે પરંતુ ઘણા સમય પહેલા બનેલું હોવાના પગલે સુવિધાઓમાં ઘટ પડતી હતી. સાથે સાથે બદલાતા સમયના પગલે તેમાં માળખાકીય સુવિધાઓમાં બદલાવની આવશ્યકતા હતી. જેથી નવું “કાયદા ભવન” વિશાળ બેઠક વ્યવસ્થા, અધ્યતન સુવિધાઓ અને ટેકનોલોજીના ઉપયોગથી સભર બનાવાયું છે. તેમાં કોન્ફ્રરન્સ રૂમ, રેકર્ડ રૂમ, એડવોકેટ જનરલ ચેમ્બર, એડીશનલ-ગવર્નમેન્ટ પ્લીડર ચેમ્બર સહિત અન્ય સુવિધાઓના પગલે પક્ષકારો અને કાયદા વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ-અધિકારિઓને પોતાના કેસોનું બ્રિફીંગ કરવામાં સુલભતા વધશે.

આ પણ વાંચો - ...તો ગુજરાતમાં 16 લાખ રીક્ષાના પૈડા થંભી જશે

ગુજરાતા હાઈકોર્ટના પ્રાંગણમાં બનાવેલ આ “કાયદા ભવન”ના લોકાર્પણ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીશ અનંતભાઇ એસ. દવે, રાજ્યના કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ગૃહ અને કાયદા રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા કેન્દ્રના સોલિસિટર જનરલ તુષાર મહેતા ઉપસ્થિત રહેનાર છે. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, એડીશનલ એડવોકેટ જનરલ પ્રકાશ કે જાની, ગવર્મેન્ટ પ્લીડર મનીષાબેન લવકુમાર, પબ્લિક પ્રોસીક્યુટર મિતેષ અમીન, રાજ્યના કાયદા વિભાગના ઇન્ચાર્જ સચિવ મિલન દવે તથા મોટી સંખ્યામાં વકીલો પણ ઉપસ્થિ રહેશે.
First published: September 8, 2019
વધુ વાંચો
अगली ख़बर