2019 પહેલા અમદાવાદનું નામ કર્ણાવતી થશે, સીએમ રૂપાણીએ આપ્યો સંકેત

News18 Gujarati
Updated: November 8, 2018, 10:53 AM IST
2019 પહેલા અમદાવાદનું નામ કર્ણાવતી થશે, સીએમ રૂપાણીએ આપ્યો સંકેત
ઉત્તર પ્રદેશના સીએમ યોગી સાથે વિજય રૂપાણી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાની જાહેરાત કર્યા બાદ તાજેતરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવા સંકેત આપ્યા હતા કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થઈ શકે છે.

  • Share this:
અમદાવાદઃ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને હવે સીએમ રૂપાણીએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાના સંકેત આપ્યા છે. નવા વર્ષના દિવસે તેઓ અમદાવાદ ખાતે આવેલા ભદ્રકાળી મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે તેમના પત્ની અંજલી રૂપાણી પણ હાજર હતા. આ પહેલા તેમણે ગાંધીનગરના પંચદેવ મહાદેવના દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાતચીત કરતા અમદાવાદનું નામ બદલવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી પર નિવેદન આપ્યું હતું.

2019 પહેલા અમદાવાદનું નામ કર્ણાવતી થશે

સીએમ રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, વર્ષોથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગણી ચાલી રહી છે. અમે તેના પર વિચારણા કરી રહ્યા છીએ. નામ બદલવાની કાયદેસરની પ્રક્રિયાથી લઈને અન્ય બાબતો પર વિચારણા કરવામાં આવી રહી છે. અમદાવાદનું નામ ક્યાં સુધીમાં બદલાઈ શકે છે તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે 2019 સુધી આ ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચોઃ ...જો જો પાછા 'કર્ણાવતી' કરશો તો પેલા હેરિટેજના દરજ્જાની હવા નીકળી જશે!

નીતિન પટેલે આપ્યા હતા સંકેત

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાની જાહેરાત કર્યા બાદ તાજેતરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવા સંકેત આપ્યા હતા કે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી થઈ શકે છે. હવે સીએમ રૂપાણીએ પણ આવા સંકેત આપ્યા છે ત્યારે ચોક્કસ એટલું કહી શકાય કે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા આ દિશામાં કોઈ નક્કર પરિણામ આવશે.અમદાવાદની સ્થાપના અહમદશાહે 1411માં કરી હતી. દંતકથા અનુસાર બાદશાહ અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કૂતરાનો પીછો કરતા જોયું હતું. આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકના જંગલ વિસ્તારને તેમણે પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો હતો. આ બનાવ એક લોકપ્રિય કહેવત "જબ કૂત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા" બની છે. બાદશાહના નામ પરથી જ અહમદાબાદ નામ પડ્યું છે.
First published: November 8, 2018
વધુ વાંચો
अगली ख़बर