Home /News /madhya-gujarat /2019માં BJPની વચ્ચે આવતી ગઠબંધનની તમામ નાની મોટી ગાંઠો કપાશે: CM રૂપાણી

2019માં BJPની વચ્ચે આવતી ગઠબંધનની તમામ નાની મોટી ગાંઠો કપાશે: CM રૂપાણી

વિજય રૂપાણીની ફાઈલ તસવીર

CM રૂપાણીએ કહ્યું કે '2019માં અબકી બાર ફીર સે મોદી સરકાર' જ આવશે.

    આજે 14મી જાન્યુઆરીએ દેશભરમાં વિવિધ રીતે મકરસંક્રાતિની ઉજવણી થઇ રહી છે ત્યારે સીએમ વિજય રૂપાણીએ પણ અમદાવાદનાં ખાડિયા વિસ્તારમાં ભૂષણ ભટ્ટનાં ઘરે પતંગો ચગાવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આ ઉજવણીમાં પત્ની અંજલીબેન રૂપાણી , મેયર બિજલ પટેલ અને ભાજપનાં અનેક કાર્યકર્તાઓ પણ હાજર રહ્યાં હતાં. તેમની સાથે અનેક વિદેશીઓ પણ ઉજવણીમાં હાજર રહ્યાં હતાં. ઉજવણી કર્યા બાદ સીએમ રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, 'વર્ષ 2019માં બીજેપીનો પતંગ જ ચગશે.'

    આ પણ વાંચો: સીએમ રૂપાણીએ ટોપી પહેરી ચગાવ્યો પતંગ, અંજલીબેને પકડી ફીરકી

    અનામત અંગે શું જણાવ્યું?

    આ ઉપરાંત તેમણે 10 ટકા અનામત અંગે વાત કરતા જણાવ્યું કે, 'કેન્દ્ર સરકારે આર્થિકરીતે નબળા બિન અનામત વર્ગ માટે 10 ટકા અનામતની જાહેરાત કરતા તેનો ગુજરાતમાં તા. 14 જાન્યુઆરીને મકરસંક્રાંતિથી અમલ આજથી થશે. આ સાથે 10% અનામતનો લાભ આપનાર જરાત પ્રથમ રાજ્ય બન્યું છે. સોમવારથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અને સરકારી નોકરી મેળવવા માટે રાજ્યના દોઢ કરોડ એટલે કે ગુજરાતની વસ્તીના આશરે 28 ટકા બિન અનામત વર્ગને 10 ટકા અનામતનો લાભ મળશે.'

    પરીક્ષાનાં અનામત અંગે શું કહ્યું? 

    કઇ પરીક્ષામાં આ લાગૂ થશે તેવી વાતમાં તેમણે કહ્યું કે, 'જેમની પરીક્ષાની પ્રક્રિયા એટલે કે પ્રી-પરીક્ષા, ઓરલ થઇ ગયું હશે તેમાં પસંદગી જુના કાયદા પ્રમાણે લેવાશે. નવી પરીક્ષાની જાહેરાત થઇ છે તેની ફરીથી જાહેરાત થશે અને તેમને 10 ટકા અનામત આપવામાં આવશે.'

    'અબકી બાર ફીર સે મોદી સરકાર'

    ઉત્તરાયણની શુભકામનાઓ આપતા તેમણે કહ્યું કે, 'લોકોની સુખ, શાંતિ સમૃદ્ધિ વધે તેવી કામનાઓ. ભાજપનો પતંગ ફુલ ફ્લેઝ ચાલી રહ્યો છે અને વચ્ચે આવતી ગઠબંધનની નાની મોટી ગાંઠો કપાઇ જવાની છે. 2019માં અબકી બાર ફીર સે મોદી સરકાર જ આવશે. પીએમ મોદીની આગેવાનીમાં ભાજપનો પતંગ ઊંચા આસમાને ઉડશે.'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CM Vijay Rupani, Makar sankranti, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन