મોરારિબાપૂ પર પૂર્વ MLA પબુભા માણેકનો હુમલાનો પ્રયાસ, CM રૂપાણીએ કૃત્ય વખોડ્યું

News18 Gujarati
Updated: June 19, 2020, 9:23 AM IST
મોરારિબાપૂ પર પૂર્વ MLA પબુભા માણેકનો હુમલાનો પ્રયાસ, CM રૂપાણીએ કૃત્ય વખોડ્યું
મોરારિબાપુ (ફાઇલ તસવીર)

દ્વારકામાં દર્શને આવેલા મોરારિબાપૂ પ્રેસ કૉન્ફરન્સ સંબોધી રહ્યા હતા ત્યારે કૃષ્ણ વિશેની કથિત ટિપ્પણીથી નારાજ માણેકે હુમલાનો પ્રયાસ કર્યો હતો.

  • Share this:
અમદાવાદ : ભગવાન કૃષ્ણ પર કરેલા નિવેદનના વિવાદ બાદ દ્વારકા જઈને માફી માંગવા પહોંચેલા મોરારિબાપુ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય પબૂભા માણેક દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મોરારિબાપુ જ્યારે બેઠા હતા તે સમયે હુમલાનો પ્રયાસ થયો હતો. મોરારિબાપુ પર હુમલો થાય તે પૂર્વે જામનગરના સાંસદ પૂનમ માડમ દ્વારા તેમને બચાવી લેવાયા હતા. મહત્વનું છે કે, સાસંદ પૂનમબેન માડમ સહિત આહીર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઘટના બાદ મોડી રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતી અને હિંદીમાં બે ટ્વીટ કર્યા હતા અને મોરારિબાપૂ પરના હુમલાને વખોડી કાઢ્યો હતો. જોકે, રૂપાણીએ સૂચક રીતે પોતાના ટ્વીટમાં ક્યાય પણ પબુભા માણેકનું નામ લીધું નહોતું.

રૂપાણીએ ટ્વીટર પર લખ્યું કે, 'ભારતના પ્રખર અને ગણમાન્ય સંત પૂજ્ય મોરારીબાપુ સાથે દ્વારકામાં થયેલી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડું છું. આજે મોરારીબાપુએ ભગવાન દ્વારકાધીશના દર્શને આવીને દ્વારકાધીશ અને સમગ્ર આહીર સમાજની માફી માંગી લીધી છે ત્યારે તેમના ઉપર એ જ વાતને લઈને કરાયેલો હુમલાનો પ્રયાસ નિંદનીય અને અશોભનીય છે.' મુખ્યમંત્રીએ આ ટ્વીટ બાદ થોડીક જ સેકન્ડોમાં આ ટ્વીટનો હિંદી અનુવાદ પણ મૂક્યો હતો.

થાકાર મોરારિબાપુએ ભગવાન કૃષ્ણ અંગે એક કથામાં વિવાદસ્પદ નિવેદન કર્યું હતું. આથી આહીર સમાજ સહિત લોકોમાં મોરારિબાપુ સામે રોષે ભરાયા હતા. આહીર સમાજની માંગ હતી કે મોરારિબાપુ દ્વારકામાં આવીને ભગવાન કૃષ્ણની માફી માંગે. આથી મોરારિબાપુ આજે દ્વારિકાધીશના ચરણોમાં શિશ ઝુકાવવા પહોંચ્યા હતા.


મોરારિબાપુ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા. આ સમયે પબૂભા અચાનક આવ્યા હતા અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પૂનમ માડમે વચ્ચે પડીને મોરારિબાપુને બચાવી લીધા હતા. પૂનમ માડમ મોરારિબાપુની બાજુમાં જ બેઠા હતા. પબૂભા હુમલો કરવા દોડ્યા કે પૂનમ માડમે તેમને રોકી રાખ્યા અને બાદમાં એક યુવાને પબૂભાને બહાર લઇ ગયા હતા.આ પણ વાંચો :  Gujarat Rajyasabha Election LIVE : આજે ખરાખરીનો ખેલ, 9 વાગ્યાથી શરૂ થશે મતદાન

મોરારિબાપુએ ફરી માંફી માંગી

દ્વારકાધીશમાં માફી માગ્યા બાદ મોરારિબાપુએ કહ્યું કે, હું જે બોલ્યો છું તેનાથી ઘણા લોકોની લાગણી દુભાઇ છે. જેને-જેને મારાથી પીડા થઇ છે તેની મેં વ્યાસપીઠ પરથી માફી માગી છે. હું દ્વારકા તો આવતો જ હોવ છું, ત્યારે આપણા સમાજની એકતા જળવાય રહે તે માટે હું ઠાકોરજીના દર્શને આવ્યો છું, તેમના દર્શનનો લાભ મળ્યો છે. સૌનો આભાર.

દ્વારકામાં મધ્યવર્તી ચૂંટણીઓ યોજાઈ શકે છે

ઉલ્લેખનીય છે કે પોતાના ચૂંટણી ઉમેદવારી ફોર્મમાં ભૂલ કરી હોવાના કારણે પબુભાએ ધારાસભ્યપદ ગુમાવવું પડ્યું છે. કૉંગ્રેસના ઉમેદવારે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં કોર્ટે આ ચૂંટણી અંગે ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ સુપ્રિમમાં માણેક દ્વારા અરજી કરવામાં આવી હતી. આ સ્થિતિમાં પબુભા ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરતા દ્વારકામાં મધ્યવર્તી ચૂંટણીઓ યોજાઈ શકે છે.

આ પણ વાંચો :
First published: June 19, 2020, 7:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading