સરકારી બાબુઓ સાવધાન! CM રૂપાણી બન્યા સિંઘમ, મોબાઈલ રેડનો Audio વાયરલ

News18 Gujarati
Updated: October 11, 2019, 9:37 AM IST
સરકારી બાબુઓ સાવધાન! CM રૂપાણી બન્યા સિંઘમ, મોબાઈલ રેડનો Audio વાયરલ
પ્રતિકાત્મક તસવીર

સરકારી બાબુઓ હવે સાવધાન થઈ જાઓ, આવનારા દિવસોમાં અન્ય વિભાગોનાં કર્મચારીઓ ઉપર પણ મુખ્યમંત્રી દ્વારા આવી મોબાઈલ રેડ પાડવામાં આવી શકે છે.

  • Share this:
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હવે કામચોરી કરતાં સરકારી કર્મચારીઓ સામે સિંઘમનાં સ્વરૂપે આવી રહ્યા છે અને રાજ્યમાં કામ કરતાં સરકારી કર્મચારીઓ સારી રીતે કામ કરે છે કે નહી તે જાણવા માટે ગમે ત્યારે મોબાઇલ રેડ પાડી શકે છે. હાલમાં જ આંગણવાડીનાં કાર્યક્રમમાં વિજય રૂપાણીએ આ રેડનો પરચો આપ્યો.

રાજ્ય જ્યારે કુપોષણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે ત્યારે આંગણવાડીઓ મારફત આ મુશ્કેલી સામે રાજ્ય જંગે ચડ્યું છે અને બાળકીઓને સારૂં પોષણ અને શિક્ષણ મળી રહે તે માટે પ્રયત્નશીલ છે ત્યારે આવી આંગણવાડીમાં અસરકારક રીતે કામગીરી થઈ રહી છે કે નહીં તે અંગે મુખ્યમંત્રીએ અમુક આંગણવાડીઓમાં અચાનક ફોન કર્યા હતા પણ કેટલાક કર્મચારીઓનાં ફોન બંધ આવતાં મુખ્યમંત્રીએ તેમને કડક ચેતવણી આપી છે. આ આખી ઘટનાનો ઓડિયો ન્યુઝ18 ગુજરાતી એક્સક્લુસીવ આપના માટે લાવ્યું છે. આ ચોંકાવનારા ઘટસ્ફોટનો સાંભળીએ ઓડિયો.સરકારી બાબુઓ હવે સાવધાન થઈ જાઓ, આવનારા દિવસોમાં અન્ય વિભાગોનાં કર્મચારીઓ ઉપર પણ મુખ્યમંત્રી દ્વારા આવી મોબાઈલ રેડ પાડવામાં આવી શકે છે.

CM રૂપાણીએ આંગણવાડી મહિલા કર્મચારી સાથે કરેલી વાતચીત

સીએમ- વત્સલાબેન નમસ્કાર
મહિલા- નમસ્કાર સાહિબ, નમસ્કાર, ગુડ મૉર્નિંગ સાહિબસીએમ- વેરી ગુડ મૉર્નિંગ, અત્યારે અમે લોકોએ આપડો સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરનું ઓપનિંગ કર્યું.
મહિલા- ઓકે, ઓકે સાહિબ
સીએમ-જેમાં બધી આંગણવાડીઓ, બધા સીડીપીઓ, બધા પ્રોગ્રામ
ઓફિસરો અને અહિંથી બધા સાથે કોલ સેન્ટર ચાલુ થયો છે
મહિલા- ઓકે સાહિબ
સીએમ- પણ કમનસીબી એ છે કે મુક્તાબેન તમારા સીડીપીઓ છે...
મહિલા- હા...હા
સીએમ- મુક્તાબેન સીડીપીઓ છે, એ ફોન નથી ઉપાડતા
મહિલા- હા સાહિબ
સીએમ- એની નીચે કેલાવંતીબેન છે આંગળવાડીમાં
મહિલા- હા...હા
સીએમ- મુખ્ય સેવિકા
મહિલા- હા...હા
સીએમ- એ ફોન નથી, એટલે બંધ જ છે એનું ફોન, સ્વીચ ઑફ છે...
મહિલા- ઓકે સાહિબ
સીએમ- નોકરીના સમયે બધાના ફોન ચાલુ હોવા જોઈએ, સરકારે એટલા માટે બધાને સ્માર્ટ ફોન આપેલા છે.
મહિલા- ઓકે, સૉરી સાહિબ, હું હમણા જ લાયઝન કરી લઉ છું.
સીએમ-આ તો એવું છે, આ તો હજુ શરૂઆત થઇ છે, તમે તમારે ત્યાં બધાને ક્લિયર સુચના આપો કે બધી આંગણવાડીની બહેનોના સ્માર્ટ ફોન ચાલુ હોવા જોઇએ. ગમે ત્યારે સ્ટેટમાંથી કોઈ પણ વાત કરશે. કન્ટ્રોલ રૂમમાંથી વાત થાય. તેવી જ રીતે તેની ઉપરના સેવિકા, સીડીપીઓ અને પ્રોગ્રામ ઓફિસર. આ બધા લિંકમાં લાઈનમાં હોવા જોઇએ, જેથી એકબીજાને સુચના આપી શકે.
મહિલા- ઓક સાહિબ
સીએમ – તો જ આપણને આ કન્ટ્રોલ સેન્ટરનો લાભ થશે, નહિંતર આનો કોઈ મતલબ નહી રહે, જો ફોન બંધ હશે તો.
મહિલા- સૉરી સાહિબ, હમણાં જ રીકવેસ્ટ કરૂ છું, અને આપને સાહિબ સાથે વાત કરાવું છું.
સીએમ- હવે વત્સલાબેન મને ટોટલ, બધી આંગણવાડીમાં કુપોષિત " બાળકોને પોષણયુક્ત બનાવવાના છે.
મહિલા- ઓકે સાહિબ
સીએમ - આપણું ગુજરાત પોષણયુક્ત ગુજરાત બને એના માટે બધાએ કામમાં લાગવાનું છે હોં.. બરોબર
મહિલા- હા સાહિબ... સો ટકા સાહિબ... સો ટકા
સીએમ- ભલે...
મહિલા- થેન્કયૂ સાહિબ...થેન્ક્વ સાહિબ...
First published: October 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading