તંદુરસ્ત, તણાવ મુક્ત જીવન માટે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવો: CM રૂપાણી

News18 Gujarati
Updated: June 21, 2018, 8:52 AM IST
તંદુરસ્ત, તણાવ મુક્ત જીવન માટે યોગને દૈનિક જીવનનો ભાગ બનાવો: CM રૂપાણી

  • Share this:
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજ્ય સરકાર અને પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

રાજ્યપાલ ઓ.પી. કોહલી, સીએમ વિજય રૂપાણી પણ અહીં ઉપસ્થિત રહ્યાં હતાં. સીએમ વિજય રૂપાણી સાથે અમદાવાદના નવા મેયર બીજલ પટેલ યોગના વિવિધ આસનો તેમજ પ્રાણાયમનો અભ્યાસ કરતા જોવા મળ્યા.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વિસ્વ યોગ દિવસની રાજ્ય ઉજવણી માં સહભાગી થતા જણાવ્યું કે દુનિયાને તણાવ મુક્તિ વિશ્વ કલ્યાણ અને તે દ્વારા વિશ્વ બન્ધુત્વ ભાવ આત્મિક ચેતના જગાવવાનો માર્ગ ભારતીય સનાતન સંસ્કૃતિની યોગ સાધનાએ બતાવ્યો છે.

રાજ્યપાલ ઓ.પી. કોહલી, સીએમ વિજય રૂપાણી તથા મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યાં


રાજ્યમાં 75 લાખ નાગરિક ભાઈ બહેનો બાળકો સામુહિક યોગ સાધનામાં જોડાયા છે તેની સરાહના કરતાં વિજય ભાઈ રૂપાણીએ યોગ દિવસને વિશ્વ ખ્યાતિ અપાવવાનું શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યું હતું. તેમણે આ અવસરે આહવાન કર્યું કે સ્વસ્થ અને તંદુરસ્ત તેમજ તણાવમુક્ત જીવન માટે સૌ કોઇ આ યોગ સાધનાને એકાદ દિવસ પૂરતી મર્યાદિત ન રાખતા પોતાની દૈનિક જીવન ચર્યાનો કાયમી હિસ્સો બનાવે.

અમદાવાદના મેયર બીજલ પટેલ સાથે સીએમ વિજય રૂપાણી
રાજ્યપાલ શ્રી ઓ.પી કોહલી તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી પી પી ચૌધરી અને અમદાવાદના મેયર બીજલ પટેલ સહિત મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા હતા. સરદાર પટેલ સ્ટેડિયમમાં યોગ દિવસ પર કેન્દ્રિય પ્રધાન પી.પી. ચૌધરી, હાઈકોર્ટના ચીફ જસ્ટીસ આર. સુભાષ રેડ્ડી પણ જોડાયા. 4082 સગર્ભાઓ, 8732 દિવ્યાંગો યોગાસનના અભ્યાસમાં સામેલ થયા છે.
First published: June 21, 2018, 8:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading