એક જ દિવસમાં આઠ TP સ્કીમ મંજૂર, અમદાવાદમાં રૂ. 640 કરોડના કામને વેગ મળશે

News18 Gujarati
Updated: August 23, 2019, 4:47 PM IST
એક જ દિવસમાં આઠ TP સ્કીમ મંજૂર, અમદાવાદમાં રૂ. 640 કરોડના કામને વેગ મળશે
વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

મુખ્યમંત્રીએ અમદાવાદની 2 ડ્રાફટ, 2 પ્રીલીમીનરી, 1 ફાયનલ તેમજ સુરતની 1 પ્રીલીમીનરી અને ગાંધીનગર 2 પ્રીલીમીનરી મળીને કુલ 8 ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સુઆયોજિત નગર વિકાસની નેમ સાથે ટાઉન પ્લાનીંગ સ્કીમ ટી.પી. અને ડી.પી.માં ઝિરો પેન્ડન્સીના લક્ષ્ય સાથે 2019ના વર્ષમાં આઠ જ માસમાં 75 યોજનાઓ મંજૂર કરી છે. તેમણે જે 66 નગર રચના યોજનાઓ તથા 9 વિકાસ યોજનાઓને આ આઠ માસના ટૂંકાગાળમાં ત્વરિત મંજૂરી આપી છે. જેમાં અમદાવાદની 14 તથા નડીયાદ, ભાવનગર અને વડોદરા તથા સુરતની મળીને 22 ડ્રાફટ નગર રચના યોજનાઓનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ શુક્રવારે તા. 23 ઓગસ્ટે અમદાવાદની 2 ડ્રાફટ, 2 પ્રીલીમીનરી, 1 ફાયનલ તેમજ સુરતની 1 પ્રીલીમીનરી અને ગાંધીનગર 2 પ્રીલીમીનરી મળીને કુલ 8 ટાઉન પ્લાનીંગ સ્કીમને એક જ દિવસમાં મંજૂરી આપી છે. તદ્દઅનુસાર અમદાવાદની ડ્રાફટ ટી.પી. સ્કીમ 408, ઓગણજને 407, લપકામણ-રકનપુર-સાંતેજને મંજૂરી આપી છે.

પ્રતિકાત્મક તસવીર


અમદાવાદમાં જે બે પ્રારંભિક ટી.પી. સ્કીમ પ્રીલીમીનરી ટી.પી.ને મંજૂરી આપવામાં આવી છે તેમાં 238-ભાટ સુઘડ, 85 સરખેજ-મકરબા-ઓકફ અને 1 ફાયનલ ટી.પી. સ્કીમ તરીકે 102 નિકોલને પરવાનગી મળી છે. ગાંધીનગરની મંજૂર થયેલી બે પ્રારંભિક ટી.પી.માં 10-અડાલજ-પોર તેમજ 9/બી-વાસણા હડમતીયા-સરગાસણ-વાવોલનો અને સુરતની પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં 39 ઊધના લીંબાયતનો સમાવેશ થાય છે.

શહેરોના અદ્યતન અને સુવિધાયુકત વિકાસને વેગ આપવા જે ટી.પી, ડી.પી. મંજૂર કરી છે તેના પરિણામે અમદાવાદ મહાનગરમાં 412 હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજિત વિકાસ થશે અને રૂ. 640 કરોડના અંદાજિત કામોને તેમજ એફોર્ડેબલ હાઉસીંગના નિર્માણને આ બે ટી.પી મંજૂર થતાં વેગ મળવાનો છે.

પ્રતિકાત્મક તસવીર
વિજય રૂપાણીએ અમદાવાદ, સુરત અને ગાંધીનગરની જે પાંચ પ્રીલીમીનરી ટી.પી.ને મંજૂરી આપી છે તેના પરિણામે અંદાજે 550 હેકટર્સ ઉપરાંતની જમીન પર સુવિધાયુકત વિકાસ થશે. આમાંથી 25.55 હેકટર જમીન સામાજિક આર્થિક વર્ગના લોકોના રહેણાંક હેતુસર, 32.03 હેકટર બાગ-બગીચા અને ખૂલ્લી જગ્યા હેતુથી તેમજ 19.42 હેકટર જેટલી જમીનમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની સહુલિયત પ્રાપ્ત થશે.

ઉલ્લેખનીય છે કે સીએમ રૂપાણીએ 2019નાના વર્ષના પ્રથમ આઠ જ માસમાં 66 ટી.પી. સ્કીમ ઉપરાંત રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, અમદાવાદ, બિલીમોરા અને ગાંધીનગરની મળી કુલ-23 પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ મંજૂરી કરી છે. જેમાં રાજકોટ, સુરત, અમદાવાદ, ગાંધીનગર, ઊંઝા અને વડોદરાની કુલ-21 ફાયનલ એટલે અંતિમ ટી.પી ને પણ મંજૂરી આપી છે.
First published: August 23, 2019, 4:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading