ગુજરાતમાં કોરોના સામેની આખરી જંગની થઇ શરૂઆત, હેલ્થ વર્કર્સે ઉત્સાહભેર મૂકાવી રસી

ગુજરાતમાં કોરોના સામેની આખરી જંગની થઇ શરૂઆત, હેલ્થ વર્કર્સે ઉત્સાહભેર મૂકાવી રસી
ગુજરાતમાં 161 સેન્ટરો પરથી રસી અપાવવાનો આરંભ કરવામાં આવશે. રસી લેવા જતાં દરેક સરકારી કર્મચારીઓએ તેમના ઓળખ કાર્ડ તેમની સાથે રાખવા પડશે

ગુજરાતમાં 161 સેન્ટરો પરથી રસી અપાવવાનો આરંભ કરવામાં આવશે. રસી લેવા જતાં દરેક સરકારી કર્મચારીઓએ તેમના ઓળખ કાર્ડ તેમની સાથે રાખવા પડશે

 • Share this:
  આજથી દેશવાસીઓ સાથે ગુજરાતીઓ (GUjarat) પણ કોરોના સંક્રમણ (Coronavirus) સામે રાહતનો શ્વાસ લેશે. આજથી આખા દેશમાં કોરોના મહામારી સામે દુનિયાનું સૌથી મોટું રસીકરણનું (Coronavirus Vaccination) અભિયાન શરૂ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સવારે સાડા દસ વાગ્યે રસી અપાવવાના દેશવ્યાપી કાર્યક્રમનો આરંભ કરાવી દીધો છે તે બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Deputy CM Nitin Patel) અમદાવાદની (Ahmedabad) અસારવા સિવિલ હૉસ્પિટલથી કોરોનાની રસી આપવાના કાર્યક્રમનો આરંભ કરાવ્યો છે.

  પહેલા હેલ્થ વર્કરને રસી અપાશે  ગુજરાતમાં 161 સેન્ટરો પરથી રસી અપાવવાનો આરંભ કરવામાં આવશે. રસી લેવા જતાં દરેક સરકારી કર્મચારીઓએ તેમના ઓળખ કાર્ડ તેમની સાથે રાખવા પડશે. આજે પહેલા હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે. સરકારી હૉસ્પિટલ્સના ડૉક્ટર, નર્સ, એક્સરે ટેકનિશિયન્સ, એમ્પ્યુલન્સ ડ્રાઈવર સહિતના તમામ હેલ્થ વર્કરને રસી આપીને આરંભ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે અંદાજે 11થી 11.30ના અરસામાં ગુજરાતભરમાં રસી અપાવવાનો આરંભ કરવામાં આવશે.

  Covid-19 Vaccination: આજથી કોરોના વેક્સીન આપવાની થશે શરૂઆત, સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

  સીએમ રૂપાણી રાજ્યમાં કોરોના રસીનો પ્રારંભ કરાવ્યો

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસી અપાવવાનો કાર્યક્રમ પૂરો કરે તે પછી અમદાવાદના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલથી આ કાર્યક્રમનો આરંભ કરાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલથી કોરોનાની રસી આપવાના કાર્યક્રમનો આરંભ કરાવ્યો છે. દરેક હેલ્થ વર્કરે તેમનું ઓળખ કાર્ડ લઈને આવવાનું રહેશે. તેમને તેમના મોબાઈલ પર એસએમએસ કરી દીધા હોવાનું આરોગ્ય કમિશનર જે.પી. શિવહરેનું કહેવું છે.  11 લાખથી વધુ કોરોના વોરિયરને પહેલા રસી અપાશે

  ગુજરાતે પણ સૌથી મોટા રસીકરણ માટે ડેટાબેઝ તૈયાર કરી લીધો છે. જેમાં ચાર લાખથી વધુ હેલ્થકેરવર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇનવર્કર્સ, જેમાં પોલીસ, સફાઇકર્મચારી અને કોવિડની ડ્યૂટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે.

  જાણો ક્યા સેન્ટર પર અપાશે corona વેક્સિન, PM મોદીના સંદેશા બાદ CM રૂપાણી અભિયાનનો કરાવશે પ્રારંભ  કોણ ક્યાં રહેશે ઉપસ્થિત

  સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતીન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ
  એસ વી પી હોસ્પિટલ - રાકેશભાઇ શાહ , ધારાસભ્ય
  શારદાબહેન હોસ્પિટલ - રજનીભાઇ પટેલ , પૂર્વ મંત્રી
  એલ જી હોસ્પિટલ - સુરેશભાઇ પટેલ , ધારાસભ્ય અને અસિત વોરા ચેરમેન ગૌણસેવા પસંદગી
  વી એસ હોસ્પિટલ - કિરીટભાઇ સોલંકી , સાસંદ
  જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ સોલા - ભુપેનદ્રભાઇ પટેલ
  જીસીએસ હોસ્પિટલ - અજયભાઇ પટેલ ,ચેરમેન અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેંક
  એસ એમ એસ હોસ્પિટલ - નરહરી અમિન , સાસંદ રાજ્ય સભા
  Published by:Kaushal Pancholi
  First published:January 16, 2021, 07:41 am

  ટૉપ ન્યૂઝ