મુખ્યમંત્રીએ રાજ્યના આઠ મહાનગરોને રસ્તાના કામો માટે 216 કરોડની ગ્રાન્ટ ફાળવી

News18 Gujarati
Updated: September 7, 2019, 7:46 PM IST
મુખ્યમંત્રીએ રાજ્યના આઠ મહાનગરોને રસ્તાના કામો માટે 216 કરોડની ગ્રાન્ટ ફાળવી
મુખ્યમંત્રીએ રાજ્યના આઠ મહાનગરોને રસ્તાના કામો માટે 216 કરોડની ગ્રાન્ટ ફાળવી

આ ફાળવણી પ્રમાણે અમદાવાદ મહાપાલિકાને રૂ. 60 કરોડ, સુરતને રૂ. 50 કરોડ

  • Share this:
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રુપિયા 216 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે.

આ ફાળવણી પ્રમાણે અમદાવાદ મહાપાલિકાને રૂ. 60 કરોડ, સુરતને રૂ. 50 કરોડ, વડોદરાને રૂ. 35 કરોડ, રાજકોટને રૂ. 25 કરોડ, ભાવનગરને રૂ. 15 કરોડ, જામનગરને રૂ. 15 કરોડ, જુનાગઢને રૂ. 06 કરોડ અને ગાંધીનગરને રૂ. 10 કરોડ ફાળવવામાં આવશે. આ ગ્રાન્ટમાંથી આ વર્ષે ચોમાસા દરમ્યાન મહાનગરોમાં માર્ગોને થયેલા નુકશાનની દુરસ્તીના કામો નવરાત્રીમાં શરૂ કરી દેવાશે.

આ પણ વાંચો - અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં તૈયાર થાય છે સેટેલાઈટના પેલોડ

ઉલ્લેખનીય છે કે 2019-20ના વર્ષ માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. 500 કરોડની ગ્રાન્ટનું પ્રાવધાન કરવામાં આવેલું છે. આ રકમમાંથી મહાનગરપાલિકાઓને ગત વર્ષની ફાળવણીના ધોરણે વસ્તીના આધારે કુલ રૂ. 241.50 કરોડ અને નગરપાલિકાઓને કુલ રૂ. 258.50 કરોડ ફાળવવાના થાય છે.

રાજ્યની નગરપાલિકાઓને આ ગ્રાન્ટની રકમ તેમની જરૂરિયાતના આધારે GUDM મારફત ફાળવાય છે. મહાનગરપાલિકાઓના કિસ્સામાં આવી રકમની સીધી જ ફાળવણી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.
First published: September 7, 2019
વધુ વાંચો
अगली ख़बर