Home /News /madhya-gujarat /

અમદાવાદની હૉસ્પિટલમાં આગ : CM રૂપાણીએ ત્રણ દિવસમાં અહેવાલ આપવાનાં કર્યા આદેશ, મૃતકોના પરિવારને ચાર લાખની સહાય

અમદાવાદની હૉસ્પિટલમાં આગ : CM રૂપાણીએ ત્રણ દિવસમાં અહેવાલ આપવાનાં કર્યા આદેશ, મૃતકોના પરિવારને ચાર લાખની સહાય

મુખ્યમંત્રી રૂપાણીની ફાઇલ તસવીર

પીએમઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, પીએમ ફંડમાંથી મૃતકોને બે લાખ અને ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે.

  અમદાવાદ : શહેરમાં (Ahmedabad) ખાનગી કોવિડ હૉસ્પિટલમાં ભીષણ આગ  (fire) લાગતા 8 દર્દીઓના દુખદ મોત નીપજ્યાં છે. નવરંગપુરામાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં (Shrey Hosspital) ચોથેમાળે આવેલા આઇસીયુમાં  (ICU) આગ લાગતા દર્દીઓ બળીને ભડથુ થઇ ગયા છે. આ ગોઝારી ઘટનામાં રાજ્યનાં મુખ્યમંત્રીએ (Gujarat CM Vijay Rupani) 3 દિવસમાં તપાસ કરીને તાત્કાલિક આપવા માટે આદેશ કર્યો છે. આ સાથે પીએમઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, પીએમ ફંડમાંથી મૃતકોને બે લાખ અને ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે. આ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ IAS અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે.

  સીએમએ 3 દિવસમાં રિપોર્ટના આદેશ કર્યા

  આ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કરેલ છે.  સીએમ ફંડમાંથી મૃતકોના પરિવારને ચાર લાખની સહાય

  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલની આગ દુઘર્ટનામાં દુઃખદ અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્યમંત્રી રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે આ ઘટનામાં ઇજા પામેલા ઈજગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.

  પીએમ મોદીએ સીએમ અને મેયર સાથે કરી વાત

  અમદાવાદમાં બનેલી આ કરૂણ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે વાત પણ કરી છે. પીએમઓ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટમાં જાહેરાત કરવામાં આવી છે કે, હૉસ્પિટલમાં દૂર્ધટનાના મૃતકોને બે લાખ તથા ઇજાગ્રસ્તને 50 હજાર રુપિયાની સહાય કરવામાં આવશે.  વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, અમદાવાદની હૉસ્પિટલમાં બનેલી આગની કરૂણ ઘટનાથી દુઃખી છું. જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે બદલ દિલગીરી વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્ત વહેલી તકે સ્વસ્થ્ય થાય તેની કામના કરું છું. પીએમ મોદીએ ટ્વિટમાં વધુમાં જણાવ્યું કે, આ મામલે મેં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે વાત કરી છે અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. અસરગ્રસ્તોને જરૂરી તમામ મદદ પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી છે.  આરોગ્ય સચિવે હૉસ્પિટલની મુલાકાત લીધી

  આ અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલ આ ઘટનાને લઈને ખુબ જ દુ:ખ છે, પરંતુ વધુ કોઈ મોત ન થાય એની ચિંતા સતાવી રહી છે. આ ઘટનામાં જવાબદારો સામે કડક પગલાં લેવાશે. તમામ વસ્તુઓની તપાસ થઈ રહી છે. તપાસ કરવા માટે અમે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક આવ્યા છીએ. સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરાશે.

  આ પણ વાંચો - અમદાવાદની ખાનગી કોવિડ હૉસ્પિટલમાં મોડી રાતે લાગી ભીષણ આગ, 8 દર્દીઓનાં મોત

  આ પણ જુઓ - 

  પ્રાથમિક તારણ પ્રમાણે શોર્ટ સર્કિટ દ્વારા આગ લાગી

  રાજીવ ગુપ્તાએ મીડિયાને જણાવ્યું કે, આશરે સાડા ત્રણ વાગે આ હૉસ્પિટલનું આઇસીયુનું યુનિટ છે ત્યાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી. આ પ્રાથમિક કારણ છે. આગ બુઝાવવાનાં પ્રયત્નો ત્યાંના પેરામેડિક્સ હતા તેમણે કર્યો પરંતુ આગ વધી અને દર્દીઓની દુખદ મૃત્યુ થઇ છે. આ મૃતકોમાં 5 પુરૂષ છે અને 3 મહિલા છે. જે પેરામિડિકે આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો તેને ઇજા પહોંચી છે. આ શ્રેય હૉસ્પટિલને રાજ્ય સરકાર દ્વારા કોવિડ હૉસ્પિટલ તરીકે નોટીફાઇ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારનાં એડિશનલ ચીફ સેક્રેટરી, અર્બન ડેવલોપમેન્ટની આગેવાનીમાં એક સમિતિ બનાવવામાં આવી છે. તે દ્વારા તપાસનાં સીએમએ આદેશ આપ્યાં છે.

  આ પણ વાંચો - અમદાવાદ હૉસ્પિટલની આગમાં બળીને ભડથું થયેલા દર્દીઓનાં પરિવારોનો આક્ષેપ, હૉસ્પિટલે જાણ ન કરી, સવારે ટીવી જોઇને ખબર પડી
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: CM Vijay Rupani, Covid hospital, COVID-19, અમદાવાદ, આગ, ગુજરાત, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन