નાના રણનાં અગરિયાઓ ગુરુવારે મુખ્યમંત્રીને મળી વેદના ઠાલવશે

News18 Gujarati
Updated: December 4, 2019, 7:25 PM IST
નાના રણનાં અગરિયાઓ ગુરુવારે મુખ્યમંત્રીને મળી વેદના ઠાલવશે
પ્રતિકાત્મક તસવીર

રૂપાણી દ્વારા ‘મોકળા મને’ કાર્યક્રમ શ્રેણીના પાંચમા કાર્યક્રમનું આયોજન અગર ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યમીઓ 5 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાને કરવામાં આવ્યું છે.

  • Share this:
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પ્રજાજનો સાથે સીધા સંવાદનો કાર્યક્રમ ‘મોકળા મને’ ખૂબ આવકાર પામ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત સમાજના વિવિધ વર્ગના લોકો દર મહિને મુખ્યમંત્રી સાથે સંવાદ કરે છે. આ મહિને 5 ડિસેમ્બરના રોજ રાજ્યના ‘અગર ક્ષેત્રના ઉદ્યમીઓ’ મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરશે.

પોતે સ્વાદથી ખારું હોવા છતાં માનવ જીવનના સૌથી મહત્વના પાસા એવા ભોજનમાં ભળી જઈને મીઠાશ ફેલાવે છે. ભારતીય સંસ્કૃતિમાં મીઠાનું અનેરૂં મહત્વ હોય છે.

દીવાળીના સપ્રમા દિવસોમાં બેસતા વર્ષે આ જ મીઠું ચપટીભર પડીકીમાં ગરીબ વર્ગના લોકો વહેલી સવારે “સબરસ લ્યો...” કરતાં વેચવા નીકળે અને ત્યારે એ સબરસની પડીકી સૌ હરખભેર સારા શુકન તરીકે ખરીદે. આ સબરસ ખરીદતી વખતે કોઇ ભાવતાલ થતા નથી, તેનું મૂલ્ય પણ જોવાતું નથી. માત્ર ગરીબ વર્ગને બેસતા વર્ષની બોણી કરવાની શુદ્ધ ભાવના સબરસના નામે મીઠું આપણા જીવનમાં ફેલાવે છે.

રૂપાણી દ્વારા ‘મોકળા મને’ કાર્યક્રમ શ્રેણીના પાંચમા કાર્યક્રમનું આયોજન અગર ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યમીઓ 5 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાને કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા અગરિયાઓની વિશેષ તકેદારી રાખી શકાય તે માટે વિચરતી જાતિના આગેવાનો સાથે મુખ્યમંત્રી ચર્ચા કરશે.

જે અગરિયાઓએ સરકારની સહાયમાંથી સ્વયંનો અને સમાજનો વિકાસ કર્યો હોય અને સમાજનો વિકાસ કરવા માંગતા હોય તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મીઠા ઉત્પાદન સાથે સંકળાયેલા મોરબી, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ તથા કચ્છ જિલ્લાનાં કુલ મળી 86 અગરિયા ભાઈઓ ભાગ લેશે તથા પોતાની વ્યથા ઉપરાંત સફળતાની કથા પણ કહેશે.
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading