CM રૂપાણી ગોવામાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની 24મી બેઠકમાં ભાગ લેશે

News18 Gujarati
Updated: August 21, 2019, 9:15 PM IST
CM રૂપાણી ગોવામાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની 24મી બેઠકમાં ભાગ લેશે
વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

પણજી ખાતે મળનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ર૪મી બેઠકમાં આ રાજ્યોના મુખ્યમંત્રીઓ, સંબંધિત મંત્રીઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો અને વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુરૂવાર તા. રર ઓગસ્ટે ગોવાના પણજી ખાતે યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ર૪મી બેઠકમાં ભાગ લેવા ગોવા જશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાવાની છે.

વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ-દાદરાનગર હવેલીનો સમાવેશ કરવામાં આવેલો છે.

પણજી ખાતે મળનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ર૪મી બેઠકમાં આ રાજ્યોના મુખ્યમંત્રીઓ, સંબંધિત મંત્રીઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો અને વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ની ઉપસ્થિતી માં આ બેઠક માં આંતરરાજ્યોના પ્રશ્નો સમ્બન્ધીત ચર્ચા વિચારણા થશે અને તેનું નિરાકરણ લાવવામાં આવશે.

મુખ્યમંત્રી સાથે આ બેઠકમાં સહભાગી થવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ તથા નાણાંના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ પણ ગોવા જવાના છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ કાઉન્સીલની ર૩મી બેઠક એપ્રિલ-ર૦૧૮માં તત્કાલિન ગૃહ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ગુજરાતના યજમાન પદે ગાંધીનગરમાં મળી હતી.
First published: August 21, 2019
વધુ વાંચો
अगली ख़बर