Coronavirus : CM રૂપાણીની જાહેરાત, 'ચારેય મહાનગરોમાં જરૂરી તમામ ચીજો મળશે, Shutdown નથી'

News18 Gujarati
Updated: March 22, 2020, 2:49 PM IST
Coronavirus : CM રૂપાણીની જાહેરાત, 'ચારેય મહાનગરોમાં જરૂરી તમામ ચીજો મળશે, Shutdown નથી'
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં 25મી માર્ચ સુધી મહાનગરોના વેપારીઓ બંધ પાળે

ગુજરાતના ચાર મહાનગર અને પાટનગરના વેપારીઓ-ઉદ્યોગકારોને 25 માર્ચ સુધી બંધ પાળવાની સીએમની અપીલ

  • Share this:
અમદાવાદ : ચીનથી નીકળેલા કોરોના વાયરસે (coronavirus) ધીમે ધીમે આખા વિશ્વને પોતાના ઝપટમાં લઈ લીધું છે. ત્યારે ભારતમાં પણ હવે ધીમે ધીમે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સાથે સાથે ગુજરાતમાં પણ કોરોના વાયરસ પોઝિટીવના કેસ વધવા લાગ્યા છે ત્યારે રાજ્ય સરકાર (Government of Gujarat) દ્વારા મખ્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. 22મી માર્ચે જનતા કર્ફ્યૂ (Janta curfew) છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના મુખ્ય ચાર શહેરોને આંશિક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બંધના સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupnai)એ આજે રાજ્યની પ્રજાજોગ સંબોધન કર્યુ. સીએમ રૂપાણીએ ફેસબુકના માધ્યમથી રાજ્યને સંબોધતા કહ્યું કે 'આ ચાર દિવસ દરમિયાન વેપારીઓ-ઉદ્યોગકારો સંસ્થાઓ બંધ પાળે અને જરૂર સિવાય કોઈ બહાર ન નીકળે. ચારેય મહાનગરોમાં તમામ જરૂરી સુવિધા શરૂ રહેશે.

આગામી 25મી તારખી સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરને આંશિક બંધ કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ 25 માર્ચ સુધી વેપાર ધંધા બંધ રાખી વેપારીઓને કોરોના સામે લડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપીલ કરી છે.

આ પણ વાંચો :  જનતા કર્ફ્યૂ : PM મોદીના 'ઘરબંધી'ના સમર્થનમાં ગુજરાત સ્વયંભૂ બંધ, કોરોના સામે લોકલડત

જરૂરી તમામ ચીજો, સેવાઓ શરૂ રખાશે : રૂપાણી

સીએમ રૂપાણીએ રાજ્યને જણાવ્યું છે કે '25મી માર્ચ સુધી મહાનગરોના વેપાર-ધંધા બંધ રહે તો નાગરિકોની અવર જવર ઘટશે અને એકબીજાને સંક્રમિત થતા અટકાવી શકાશે. વેપારીઓ-ઉદ્યોગકારો સરકારને સહયોગ આપે. જીવન જરૂયિતાની તમામ ચીજો શહેરોમાં મળશે. અમૂલ સાથે પરામર્શ થયો છે દૂધના ઉત્પાદનમાં સહેજ પણ અછત નથી. શાકભાજી, અનાજ-કરિયાણું બધું જ મળી રહેશે. તમામ જરૂરી સેવાઓ શરૂ રખાશે'

વેપારીઓ ભાવ ન વધારતા, જનતા સંગ્રહખોરી ન કરે : રૂપાણીમુખ્યમંત્રી રૂપાણીએ અપીલ કરી છે કે વેપારીઓ સંવેદનશીલ બની અને આ સ્થિતિમાં કોઈ પણ ચીજના તકના ભાવ ન લે. જનતા આહતમાં આવી અને સંગ્રહખોરી ન કરે. તમામ જરૂરી ઉત્પાદનો, પુરવઠો શરૂ રહેશે. નાગરિકોને તકલીફ નહીં પડે.

આ પણ વાંચો : જનતા કર્ફ્યૂ LIVE Updates:ક્યાંક પોલીસે આપ્યાં ગુલાબનાં ફૂલ તો ક્યાંક આપ્યાં માસ્ક અને સેનિટાઇઝર

શહેર સલામત તો ગુજરાત સલામત

મુખ્યમંત્રીએ જણાવ્યું કે શહેર સલામત તો ગુજરાત સલામત. તમામ જરૂરી સેવા શરૂ રહેશે. દૂધ નહીં મળે એવો ડર ન રાખવો, શાકભાજી ખરીદવાની વેચવાની છૂટ છે. જરૂર હોય એટલું જ લેજો. વેપારીઓને બે હાથ જોડી વિનંતી, આવા સમયે ભાવ ન વધારતા. સાથે મળીને લડીશું. કર્ફ્યૂ નથી કેર ફોર યૂ છે. લડીશું તો જીતીશું.

 

 
First published: March 22, 2020, 1:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading