Home /News /madhya-gujarat /

'વિજયી ભવ': રૂપાણીએ કહ્યું, કોંગ્રેસના દેખાડાને પ્રજાએ નકાર્યો

'વિજયી ભવ': રૂપાણીએ કહ્યું, કોંગ્રેસના દેખાડાને પ્રજાએ નકાર્યો

સીએમ વિજય રૂપાણી

ઈવીએમ મુદ્દે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે કોંગ્રેસ ઈવીએમને ખોટો મુદ્દો બનાવી આગળ ધરી રહ્યું છે

    લોકસભા ચૂંટણી માતે મતગણતરી ચાલી રહી છે. ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે. અત્યાર સુધીના રુઝાન તરફથી અનુમાન છે કે, ભાજપની સરકાર ફરી બની રહી છે. એનડીએ 330નો આંકડાને વટાવી આગળ ચાલી રહી છે. જો ગુજરાતની વાત કરીએ તો, રાજ્યની તમામ 26 બેઠક પર બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિણામના રુઝાન પ્રત્યે ખુશી વ્યક્ત કરી છે.

    વિજય રૂપાણીએ ખુશી વ્યક્ત કરી ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ વિજયી ભવ: આ જીત દેશવાસીઓની જીત છે. ભાજપની જીતથી વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી છે. જનતાએ એક વખત ફરી પ્રધાનમંત્રી મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

    વિજય રૂપાણીએ ઉમેર્યું કે, કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ રહ્યું છે. ભાજપનો વોટ શેર 50 ટકા વધ્યો છે. ચાર પાંચ રાજ્યોમાં ભાજપ તમામ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. અમે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવીશું.

    તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને લોકતાંત્રીક રીત પર પણ ભરોસો નથી, કોંગ્રેસના દેખાડાને પ્રજાએ નકારી કાઢ્યા છે. જનતાએ ભાજપને જીતાડવાનું નક્કી કર્યું હતું. 4 વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ભાજપ જીતની નજીક છે.

    તેમણે ઈવીએમ મુદ્દે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે કોંગ્રેસ ઈવીએમને ખોટો મુદ્દો બનાવી આગળ ધરી રહ્યું છે. ચૂંટણી પંચને ખોટી રીતે બદનામ કરી દેશમાં લોકતંત્ર પર લોકોના ભરોસાને તોડવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, રાજ્યની તમામ 26 લોકસભા બેઠક અને 4 વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જ જીત થશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: CM RUPANI, Lok Sabha Election Result 2019, Statement

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन