'શહેરનાં લોકો કામ વગર બહાર ન નીકળે, ગામડાંમાં ટેસ્ટિંગ વધારવામાં આવે, 8 દિવસમાં સંક્રમણની ચેઇન તોડવી છે''

'શહેરનાં લોકો કામ વગર બહાર ન નીકળે, ગામડાંમાં ટેસ્ટિંગ વધારવામાં આવે, 8 દિવસમાં સંક્રમણની ચેઇન તોડવી છે''
મુખ્યમંત્રી રૂપાણીની લાઇવ ફીડ તસવીર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેસબૂકના માધ્યમથી રાજ્યની પ્રજાને આપ્યો ખાસ સંદેશો, વાંચો શું કહ્યું સીએમ રૂપાણીએ

 • Share this:
  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) આજે ફેસબૂક લાઇવના (Facebook Live) માધ્યમથી પ્રજા જોગ સંબોધન કર્યુ હતું તેમણે જણાવ્યું કે સરકારે રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) ઉપરાંત કેટલાક કડક નિયમો આપ્યા છે જે રાજ્યના 29 શહેરોમાં લાગું પડશે ટૂંકા ગાળામાં રાજ્યમાં 2 લાખ દર્દીઓ સંક્રમિત થયા પરંતુ તેમાંથી 92000 દર્દીઓ સાજા પણ થયા છે. આજે રાજ્યમાં વેક્સીનનું હથિયાર છે છતાં સૌ સંયમ રાખવાનો છે. ગામડાંઓમાં ટેસ્ટિંગ થાય અને સમાજની વાડી અથવા તો શાળામાં કોરોનાના દર્દીઓને અગાઉથી જ સારવાર મળી જશે તો હૉસ્પિટલ દોડવું નહીં પડે

  કેન્દ્ર સરકારે ગાઇડલાઇન આપી છે આજે અમે પણ નિર્ણય કર્યો છે 29 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ 8-6ની સાથે સાથે બધુ બંધ કરવામાં આવ્યું છે. 8-6ની સાથે સાથે આ તમામ 29 શહેરમાં તમામ જાહેર સ્થળો બંધ રાખીએ છે. બિનજરૂરી કોઈ ઘરની બહાર ન નીકળે. બહાર નીકળવાનો કર્ફ્યૂ નથી કર્યો પરંતુ આવશ્યક સેવાઓ શરૂ રહેશે. અનાજ કરિયાણા, સસ્તા અનાજની દુકાનો, સસ્તા અનાજની દુકાનો વગેરે શરૂ રહેશે. સાથે નિયંત્રણ મૂક્યા છે. રોજનું કમાઈ ખાનારાને તકલીફ ન પડે એ માટે જરૂરિયાત છે ત્યાં જ રાત્રિ કર્ફ્યૂ રાખ્યો છે.  આ પણ વાંચો : સુરત : યુવકે પોતાનું મોત સાબિત કરવા નિર્દોષ વ્યક્તિની હત્યા કરી, હાથપગ બાંધી કારમાં સાથે જીવતો સળગાવ્યો

  આ આઠ દિવસમાં આપણા શહેર અને નગરમાં આ ચેઇન તોડી નાખવા માંગીએ છીએ. આ વખતે ગામડાંઓમાં પણ સંક્રમણ વધ્યું છે. ગામના મુખ્ય લોકો બેસે અને પોતાના ગામના તમામ લોકો નજીકના પીએચસીના ડૉક્ટરોને બોલાવી અને હેલ્થ ચેકઅપ કરાવે. એમનાં ટેસ્ટ આવશ્યક કરીએ. એમાથી જેમને કોરોના છે એમને સ્કૂલમાં ગામમાં કે સમાજની વાડીમાં એમને અલગ રાખીએ અને અલગ રાખીએ.

  આ પણ વાંચો :  સુરત : ચાની કીટલી બહાર યુવક પર જીવલેણ હુમલો, ચાકુનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હુમલાવરો ફરાર

  આમા બે તકલીફ છે કે માણસને કોરોના થાય ત્યારે 8-10 દિવસે ખબર પડે છે અને છેલ્લે એ દોડે છે અને તેના માટે બેડની તકલીફ થાય છે. તાત્કાલિક ટેસ્ટિંગ કરવું પડે અને ઝડપથી ટ્રીટમેન્ટ થાય અને સાજો થાય. ગામે નક્કી કરવું પડશે અમારે અમારા ગામને કોરોના મુક્ત રાખવું છે. 29 શહેરોમાં જે નિયમો લાદવામાં આવ્યા છે તેનું ચૂસ્તપણે પાલન કરીએ તો આપણે ઝડપથી આ મુશ્કેલીમાંથી બહારથી નીકળીશું.
  Published by:Jay Mishra
  First published:April 27, 2021, 18:48 pm

  ટૉપ ન્યૂઝ