Home /News /madhya-gujarat /

રૂપાણી સરકારના 5 વર્ષ : રાજ્યના નગર-મહાનગરોને એક જ દિવસમાં દિવસમાં 5,000 કરોડના 471 વિકાસ કામોની ભેટ

રૂપાણી સરકારના 5 વર્ષ : રાજ્યના નગર-મહાનગરોને એક જ દિવસમાં દિવસમાં 5,000 કરોડના 471 વિકાસ કામોની ભેટ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૉંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

Five Years of Vijay Rupani Government : રાજ્યના 8 મહાનગરો માં 3939 કરોડના 116 વિકાસકામો 156 નગરપાલિકા વિસ્તારો માં 1061 કરોડના 355 કામોનું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે લોકાર્પણ- ખાતમુહુર્ત સંપન્ન, જાણો કોને શું મળ્યું

  ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) શહેરી જન સુખાકારી દિન અન્વયે રાજ્યવ્યાપી બહુવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત અંતર્ગત 5,001 કરોડના 471 (5,000 Corers Work) જેટલા વિકાસ કામોની ભેટ (Inaugurates) રાજ્યની જનતા જનાર્દનને અર્પણ ધરી હતી . મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં આયોજિત રાજ્યકક્ષાના મુખ્ય સમારોહમાં એકસાથે 3939 કરોડના 247 કામોના ખાતમુહૂર્ત અને 1161.18 કરોડના 224 કામોના લોકાર્પણ સંપન્ન કર્યા હતા.

  ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપર્સને 15 ટકા ઓછી કપાત આપવાની રહેશે

  CM રૂપાણીએ શહેરી જનસુખાકારી દિવસે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી . તેમણે આ જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળે વધુ રોજગારી નિર્માણ થાય અને આર્થિક સમૃદ્ધિ વધે તેવા બહુવિધ વિકાસ અભિગમ ને કેન્દ્ર સ્થાને રાખી આપણે આ ક્રાંતિકારી નિર્ણય કર્યા છે.
  રૂપાણીએ આ અંગે વધુમાં જાહેર કર્યું કે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અન્વયે મંજૂર કરાયેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે સત્તા મંડળ માં સમાવિષ્ટ હોય તેવા પાર્કને હવે થી 40 ટકાને બદલે 25 ટકા કપાત કરવામાં આવશે.

  આ પણ વાંચો : સુરત : બ્રેઇન ડેડ રત્નકલાકારે મરતાં મરતાં ચાર જિંદગી બચાવી, 2 કલાક 40 મિનિટમાં ચેન્નાઇ ફેફસા પહોંચાડી પ્રત્યાર્પણ કરાયું

  આ વિસ્તારમાં વધુ વિકાસ થઇ શકશે. CM રૂપાણીએ આ ક્રાંતિકારી નિર્ણય અંગે એમ પણ જણાવ્યું કે, આવી 15 ટકા કપાત વાળી જમીન ઉપર ગ્રીન કવર, ગ્રીન પ્લાન્ટેશન, પબ્લિક ગાર્ડન, પ્લે ગ્રાઉન્ડ, માર્કેટ, મિલ્ક ડેરી, રિક્રિએશન,રેસ્ટોરન્ટ ,આર્થિક રીતે નબળા વર્ગના લોકો ના આવાસ માટે કે તેવા જાહેર હેતુ માટે જરૂરિયાત મુજબ સત્તામંડળ નિર્દિષ્ટ કરી શકશે.

  પાંચ વર્ષમાં 450 થી વધુ ટી.પી. સ્કીમ મંજૂર થઈ

  મુખ્યમંત્રી રૂપાણીએ આ ઉપરાંત નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ અને બેચરાજી શહેરના વિકાસ નકશા ના ફાઇનલ નોટીફિકેશનને મંજૂરી આપવાની પણ જાહેરાત કરી હતી.
  તેમણે આ વેળાએ ગૌરવ સહ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં 450 થી વધુ ટી.પી. સ્કીમ સંપૂર્ણ પારદર્શિતાથી મંજૂર કરી છે ,એટલું જ નહીં એક પણ શહેરનો વિકાસ નકશો ફાઇનલ નોટીફિકેશન માટે પેન્ડિંગ નથી.

  ઇ-નગર મોબાલઇ એપ્લિકેશન લોન્ચ

  મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના નગરોમાં સીટીઝન સેન્ટ્રિક સેવાઓ નાગરિકોને સરળતા એ ઘરે બેઠા મળી શકે તે માટે ડિજિટલ ક્રાંતિ ના વિનિયોગ થી "ઇ- નગર" મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી.

  આ પણ વાંચો : રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, રાજ્યને આજે મળી 5300 કરોડના વિકાસકાર્યોની ભેટ

  ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ આ પ્રસંગમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરો 'લિવેબલ અને લવેબલ' બન્યા છે અને દેશમાં થઈ રહેલા સર્વેમાં મોખરે રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, "ઇઝ ઓફ લિવિંગ"ની સૂચિમાં ભારતના 10 શહેરમાંથી ગુજરાતના 3 શહેર સ્થાન પામ્યા છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Development, Five Years of Rupani, Government of gujarati, Gujarat Development, Rupani Sarkar, Vijay Rupani, અર્બન ડેવલપમેન્ટ, ગુજરાતી ન્યૂઝ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन