સરિતા ગાયકવાડને પુરસ્કાર વિવાદ, સરકારે કહ્યું - ટીમ ઇવેન્ટને કારણે મળે છે એક કરોડ

News18 Gujarati | News18 Gujarati
Updated: August 31, 2018, 6:54 PM IST
સરિતા ગાયકવાડને પુરસ્કાર વિવાદ, સરકારે કહ્યું - ટીમ ઇવેન્ટને કારણે મળે છે એક કરોડ
સરિતા ગાયકવાડ

મુખ્યમંત્રીએ સરિતા ગાયકવાડને અભિનંદન પાઠવતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલા ખેલ મહાકુંભને પરિણામે આવા હોનહાર ખેલાડીઓને વૈશ્વિક રમતોમાં ગુજરાત અને ભારતની શ્રેષ્ઠતા ઝળકાવવાની તક સાંપડી

  • Share this:
આશિષ ગોહિલ

એશિયન ગેમ્સ-2018માં રિલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધારનારી ડાંગની સરિતા ગાયકવાડને ખેલ પ્રતિભા પુરસ્કાર અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ મામલે વિવાદ થયો હતો. પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે સરિતાએ એશિયલ ગેમ્સમાં ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હોવાથી તેને એક કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સરકારે એવું પણ જાહેર કર્યું છે કે એશિયન ગેમ્સમાં જો કોઇ ખેલાડી ઇન્ડિવિઝ્યુઅલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે તો તેને ઇનામના ભાગ રૂપે બે કરોડ આપવાની જોગવાઇ છે. સરકારે જાહેરાત કરી છે કે સરિતા ગ્રેજ્યુએટ થાય એટલે તેને ક્લાસ વન અધિકારીની નોકરી આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ પાઠવ્યા અભિનંદન

આ સાથે મુખ્યમંત્રીએ સરિતા ગાયકવાડને અભિનંદન પાઠવતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલા ખેલ મહાકુંભને પરિણામે આવા હોનહાર ખેલાડીઓને વૈશ્વિક રમતોમાં ગુજરાત અને ભારતની શ્રેષ્ઠતા ઝળકાવવાની તક સાંપડી છે.

ડાંગની સરિતા ગાયકવાડે 4x400રિલેમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ગોલ્ડ મેડલ મેળવનાર ભારતની આ ટીમમાં સરિતા સિવાય હિમા દાસ, પુવામ્મા અને વી કોરોથનો સમાવેશ થતો હતો.સરીતાનો જન્મ ડાંગમાં એક આદિવાસી પરિવારમાં થયો હતો. સરીતાને ડાંગ એક્સપ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાંગ જિલ્લાના સરહદી ગામ ચીચલી નજીક આવેલ કરાડીઆંબાના શ્રમિક પરીવારની દિકરી સરીતા ગાયકવાડે ૮મી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં તેની દાવેદારી નોંધાવી હતી. ‘એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા’ દ્વારા ડાંગની આ દોડવીરને આ કોમ્પિટિશન માટે કેરળ ખાતે છ માસની સઘન તાલીમ આપવામાં આવી હતી.
First published: August 31, 2018, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading