ઉત્તરપ્રદેશ: સમાજવાદી પાર્ટીમાં ડખો, મુલાયમ બાદ અખિલેશ અને શિવપાલ યાદવે પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યા

Haresh Suthar | Pradesh18
Updated: December 30, 2016, 9:13 AM IST
ઉત્તરપ્રદેશ: સમાજવાદી પાર્ટીમાં ડખો, મુલાયમ બાદ અખિલેશ અને શિવપાલ યાદવે પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યા
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા જ જાણે રાજકીય માહોલ ચરમસીમાએ છે. સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહે ઉમેદવારોની યાદી કર્યા બાદ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પાર્ટી સામે જ જાણે સીધો જંગ આદર્યો હોય એમ પોતાના 235 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જે બાદ સમાજવાદી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શિવપાલે વળી પોતાના 68 ઉમેદવારોની યાદી જાહેર કરતાં પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.

  • Pradesh18
  • Last Updated: December 30, 2016, 9:13 AM IST
  • Share this:
લખનૌ #ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા જ જાણે રાજકીય માહોલ ચરમસીમાએ છે. સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહે ઉમેદવારોની યાદી કર્યા બાદ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પાર્ટી સામે જ જાણે સીધો જંગ આદર્યો હોય એમ પોતાના 235 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જે બાદ સમાજવાદી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શિવપાલે વળી પોતાના 68 ઉમેદવારોની યાદી જાહેર કરતાં પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે.

લખનૌમાં ગુરૂવારે સમાજવાદી પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને મચેલા કોહરામ વચ્ચે મુખ્યમંત્રી અખિલેશ યાદવે 403 વિધાનસભા બેઠકોની સામે પોતાના 235 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરતાં મામલો ગરમાયો છે. આ બાદ સપા પ્રદેશ અધ્યક્ષ અને મુલાયમસિંહના ભાઇ શિવપાલ યાદવે પણ પોતાના 68 ઉમેદવારોનું લીસ્ટ કરતાં મામલો ગરમાયો છે.

આ નવા લીસ્ટમાં એવા ઉમેદવારોને સમાવાયા છે જેમને સપા પ્રમુખ મુલાયમસિંહ યાદવ અને સપા પ્રદેશ અધ્યક્ષ શિવપાલ તરફથી મુખ્યમંત્રી અખિલેશના સમર્થક હોવાની સજા મળી હતી. ઉપરાંત મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ પોતાના ઘણા ખરા સમર્થકોને આ યાદીમાં સમાવી લીધા છે.

વિધાનસભા ચૂંટણી પહેલા લખનૌમાં સર્જાયેલા આ રાજકીય સંકટને પગલે ચાલેલી બેઠકોના દોર વચ્ચે સીએમ અખિલેશ યાદવે એ પણ સ્પષ્ટતા કરી હતી કે એમના ઉમેદવાર સાયકલ નહીં પરંતુ અલગ ચૂંટણી નિશાનથી ચૂંટણી મેદાનમાં ઉતરશે
First published: December 30, 2016, 9:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading