પાથરણા બજારમાં મજુરી કરનાર દીકરીએ ધોરણ 12 સાયન્સમાં 74 ટકા મેળવ્યા

News18 Gujarati
Updated: May 9, 2019, 4:43 PM IST
પાથરણા બજારમાં મજુરી કરનાર દીકરીએ ધોરણ 12 સાયન્સમાં 74 ટકા મેળવ્યા

  • Share this:
સંજય ટાંક, અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદના ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સમાં બાજી મારી છે. ત્યારે જમાલપુરમાં રહેતા અને પાથરણા બજારમાં કામ કરતા સૈયદ ફિરોઝ મિયાની પુત્રીએ સૈયદ અલફીયાએ 74 ટકા સાથે ધોરણ 12 સાયન્સમાં સફળતા હાંસલ કરી છે. જેને પગલે અલફીયાના પરિવારમાં ખુશી છવાઈ છે.

શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલા પાથરણા બજારમાં કપડાના પાથરણા પર નોકરી કરતા સૈયદ ફિરઝમિયાની ખુશીનો પાર નથી.. કારણ કે તેમની દીકરીએ ધોરણ 12 સાયન્સમાં 74 ટકા મેળવી સફળતા સર કરી છે. અલફિયાને 93 ટકા પર્સેન્ટાઈલ આવ્યા છે. અલફિયાની ઈચ્છા સાયન્સ ફેકલ્ટીમા ગ્રેજ્યુએટ થવાની છે. અલફીયા અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી એફ ડી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. જોકે પરિવારની આર્થિક નબળી સ્થિતિ ને પગલે અલફિયા પોતાનો પ્રાથમિક અભ્યાસ અમદાવાદની મ્યુનિસિપલ શાળામાં કર્યો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ લઘુમતિ શાળાઓને RTEમાંથી બાકાત રાખવા મામલે હાઇકોર્ટમાં અપીલ

પાથરણા પર નોકરી કરતા સૈયદ ફિરોઝભાઈને મહિને 7થી 8 હજારની આવક છે તેવામાં દિકરીને મળેલી સફળતાથી સૈયદ પરિવાર ખુશ છે. ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં અલફિયાએ જણાવ્યું કે મે ધાર્યુ ન હતુ તેનાથી સારુ પરિણામ આવ્યું છે. મે બહુ મહેનત કરી હતી. મારી સ્કૂલના શિક્ષકોએ મને અભ્યાસ માટે ખુબ પ્રેરણા આપી હતી. જેથી સફળતાનો શ્રેય અલફિયાએ શાળાના શિક્ષકો અને પરિવારજનોને આપ્યો છે.

તો બીજીતરફ અલફિયાના પિતા ફિરોઝ મિયાએ જણાવ્યું કે દરેક લોકોએ બેટીઓને ભણાવવી જોઈએ. દીકરા કરતા દીકરી સારી. મારી દીકરીએ મારા પરિવારનું નામ રોશન કર્યું છે અને મને મારી દીકરી પર ભરોસો છે. તેને ભવિષ્યમાં જે બનવાની ઈચ્છા હશે કે જે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા હશે તે ભણાવીશ. દીકરીને બહુ લાડ લડાવતા સૈયદ ફિરોઝ મિયાને અલ્લાહની મહેરબાનીથી ચાર દિકરીઓ છે. અને દરેક દિકરીઓને ભણાવવીને ઉચ્ચ કારકિર્દી બનાવવાની તેમની ઈચ્છા છે.
First published: May 9, 2019, 4:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading