Home /News /madhya-gujarat /

અમદાવાદ: 'બધા મંત્રીઓને ઓળખું છું' 11 વેપારીઓના ત્રાસથી કંટાળી વેપારીએ કર્યો આપઘાત

અમદાવાદ: 'બધા મંત્રીઓને ઓળખું છું' 11 વેપારીઓના ત્રાસથી કંટાળી વેપારીએ કર્યો આપઘાત

મૃતક વેપારી

Ahmedabad Police: 11 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદ: નાણાંની ભીડમાં આવી અને વેપારીઓના ટોર્ચરથી કંટાળી કાપડના વેપારીએ  આપઘાત (suicide at riverfront)  કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. રિવરફ્રન્ટ પર જઈને ઝેરી દવા પી પર્સ મોબાઈલ મૂકી નદીમાં ઝંપલાવી વેપારી જીનગર વિજયભાઇએ આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે સ્યુસાઇડ નોટ મળી આવતા 11 વેપારીઓ સામે ગુનો નોંધાતા પોલીસે (Ahmedabad Police) તપાસ શરૂ કરી છે.

વ્યાજખોરો ના ત્રાસથી તો અનેક લોકોએ આપઘાત કર્યા હોવાની ઘટના બની હશે પરંતુ વેપારીઓના ત્રાસથી એક વેપારીએ જીવન ટુકાવ્યું હોય તેવો એક બનાવ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે નોંધાયો છે.11 વેપારીના નામજોગ અંતિમચીઠ્ઠી લખી વેપારીએ મોતને વ્હાલું કર્યું હતું.જેમાં 60 થી 70 ટકા રૂપિયા ચૂકવ્યા છતાંય વેપારીઓના અસહ્ય ત્રાસથી કંટાળી વેપારીએ નદી માં ઝપલાવી આત્મહત્યા કરતા વેપારીના પુત્રએ આત્મહત્યા માટે દુષપ્રેરણા, મારામારી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પો સ્ટે ના પીઆઇ આઈ ટી દેસાઈએ જણાવ્યું છે.

આ પણ વાંચો - શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની મહત્ત્વની જાહેરાત, રાજ્યના 10,000 અધ્યાપકોને થશે લાભ

અમદાવાદ ના વેપારી વિજય જિનગર એ સ્યુસાઇડ નોટમાં મુંબઈ ના અને અમદાવાદ ના વેપારીઓ રાજેન્દ્ર શરાફ, ગોપાલભાઈ, નિલેશ પંચાલ, વિનય અગ્રવાલ, સંજય ભાઈ, દીપકભાઈ, અસલમ ભાઈ, કમલેશ ભાઈ, ઋષભ ભાઈ, વિક્રમ તથા યશ નામના વેપારીઓ વિરુદ્ધ સ્યુસાઇડ નોટમાં આક્ષેપ કર્યા છે..જેમાં મૃતકને માર મારવો, ગાળો બોલવી, કોરા કાગળો પર સહીઓ કરાવી લેવી ઉપરાંત રૂપિયા ચૂકવ્યા હોવા છતાંય ખોટા કેસો કરવાની સાથે જ માનસિક રીતે ટોર્ચર કર્યા હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે. જે અંગે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો - અમદાવાદ: પોલીસને માથે સવા શેર : ASI કરતો હતો મજા, પત્ની બની જાસૂસ, કર્યો પર્દાફાશ

મહત્વની વાત એ છે કે રૂપિયાની ઉઘરાણી માટે પહોંચેલા વેપારી વિનય અગ્રવાલ એ ધમકી આપી હતી કે તેની સાથે આવેલો વ્યક્તિ રૂપાણી સાહેબનો ભત્રીજો છે....અને હવાલા વાળા રૂપિયાની ઉઘરાણી માટે આવ્યો હોવાની ધમકી આપી બધા મંત્રીઓને ઓળખું છું તેમ કહી માર મારી અપહરણ કરવાની અને હાથ પગ તોડવાની ધમકીઓ પણ આપી હોવાનો આક્ષેપ ફરિયાદ માં કરાયો છે....જે મામલે હવે પોલીસે તમામ બાબતો પર તપાસ શરૂ કરી છે... ત્યારે આવનાર સમયમાં આરોપીઓ પકડાયા આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ રહેલી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, આપઘાત, ગુજરાત

આગામી સમાચાર