clashes on Ram Navami : સાબરકાંઠા: હિંમતનગરમાં (Himmatnagar ) પથ્થરમારા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. અસામાજિક તત્વો સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જેમા ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વાહનોમાં આગચંપી, નુકસાન કરવા અંગે ચાર સામે ગુનો નોંધવામં આવ્યો છે. પોલીસ પર હુમલાના કેસમાં LCB PIએ ફરિયાદ નોંધી છે. 33 લોકો સહિત 600ના ટોળાં સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સાથે બે લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ખંભાતમાં (Khambhat) થયેલા પથ્થરમારા મામલે ત્રણ મૌલવી સહિત આઠ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
13 એપ્રિલ સુધી 144ની કલમ લાગુ
હાલ સમગ્ર હિંમતનગરમાં કલેક્ટરે શહેરમાં 13 એપ્રિલ સુધી 144ની કલમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. હાલ આ વિસ્તારમાં રેપિડ ફોર્સની ટીમ સાથે પોલીસ અધિકારીઓનો કાફલો ખડકી દેવામાં આવી છે. રવિવારે હિંમતનગરમાં ટોળાને કાબૂમાં લેવા માટે 150થી વધુ ટીયર ગેસના સેલ છોડવા પડયા હતા. આ બંને ઘટનાઓમાં 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હિંમતનગરમાં જિલ્લા પોલીસ વડા સહિત 3 પોલીસ કર્મચારીઓને ઇજાઓ પહોંચી હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળા દ્વારા બંને શહેરોમાં દુકાનો અને વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને શહેરોમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
ખંભાતમાં બપોરના ત્રણ વાગ્યાની આસપાસ શોભાયાત્રા સિધ્ધેશ્વરી સોસાયટીના રૂટથી જઇ રહી હતી. તે દરમિયાન કેટલાંક લોકોએ પથ્થરમારો કરતા વાતાવરણ તંગ બન્યુ હતું. જેના કારણે ટાવર બજાર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. આ સાછે 5 જેટલી દુકાનોમાં તોડફોડ બાદ આગ પણ લગાવવામાં આવી હતી. આ ઘટનામાં 7થી 8 લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં એક આઘેડને માથામાં ગંભીર ઇજાઓ થતા સારવાર માટે પેટલાદ લઇ જવામાં આવ્યા હતા. જો કે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતુ.
સાબરકાંઠાના હિંમતનગરમાં પથ્થરમારા મામલે ફરિયાદ
હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ગુનો નોંધાયો
હિંમતનગરમાં બપોરના બે વાગ્યાની આસપાસ શહેરના છાપરીયા વિસ્તારમાંથી શોભાયાત્રા પસાર થઇ રહી હતી તે સમયે અસામાજીક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો હતો. આ સમયે પોલીસ અને શોભાયાત્રામાં જોડાયેલા લોકો કંઇ સમજે તે પહેલા ચારેતરફથી થતા પથ્થરમારાને કારણે નાસભાગ મચી ગઇ હતી. જેથી ત્યાં હાજર પોલીસ દ્વારા પથ્થરમારો કરી રહેલા તત્વોને પકડવાનો પ્રયાસ કરાતા તેમના પર હુમલો થયો હતો.
શોભાયાત્રા પર પથ્થરમારોનો મેસેજ મળતા રેંજ IG, જિલ્લા પોલીસ વડા તેમજ LCB, SOGની ટીમને બોલાવી લેવામાં આવી હતી. આ સમયે ટોળાએ પોલીસના 2 વાહનો સહિત 5 જેટલા વાહનોમાં આગ ચાંપી દીધી હતી. જ્યારે કેટલાંક લોકોએ દુકાનોને આગચંપી કરી દીધી હતી. આ સમયે લગભગ દોઢથી બે કલાકની જહેમત બાદ સ્થિતિને કાબુમાં લેવામાં આવી હતી અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર