'મારી સામે 550 ગુના છે, થાય તે કરી લો, દંડ તો નહીં જ ભરૂ,' રેશમા પટેલનું પોલીસ સાથે ઘર્ષણ

'મારી સામે 550 ગુના છે, થાય તે કરી લો, દંડ તો નહીં જ ભરૂ,' રેશમા પટેલનું પોલીસ સાથે ઘર્ષણ
એન.સી.પીના નેતા રેશમા પટેલ

માસ્ક પહેર્યું ના હોવાથી પોલીસે તેમને અટકાવ્યા હતા. પરંતુ તેમને ગાડી રોકી ના હતી. પોલીસે તેમનો પીછો કરીને વાલ્મીકિ આવાસ પાસે તેમને રોક્યા હતા. જ્યાં પોલીસ સાથે રકઝક કરી

  • Share this:
અમદાવાદ : માસ્ક ના પહેરેલ વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલતી વખતે પોલીસ અને પ્રજા વચ્ચે બોલાચાલીના અનેક બનાવો સામે આવી રહ્યા છે. પોલીસની આ કામગીરીને લોકો જાણે કે હેરાનગતિના સ્વરૂપમાં જોતા હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા છે, જેમાં પોલીસે સરકારી કામગીરીમાં રુકાવટ બદલ ફરિયાદ દાખલ કરીને કેટલાક લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. એન સી પીના નેતા રેશમા પટેલે પણ માસ્ક પહેરવાને લઈને પોલીસ સાથે રકઝક કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

આજે સવારે સરદારનગર પોલીસ નોબલ ટી કોર્નર પર વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રેશમા પટેલ તેમની કારમાં અન્ય બે વ્યક્તિઓ સાથે પસાર થઈ રહ્યા હતા. જોકે તેમણે માસ્ક પહેર્યું ના હોવાથી પોલીસે તેમને અટકાવ્યા હતા. પરંતુ તેમને ગાડી રોકી ના હતી.


આ પણ વાંચો - અમદાવાદ: City Gold સિનેમાના ભોંયરામાં લિફ્ટ નીચેથી પૂર્વ કર્મીનો મૃતદેહ મળતા ચકચાર, છેલ્લે પગાર લેવા આવ્યો હતો

પોલીસે તેમનો પીછો કરીને વાલ્મીકિ આવાસ પાસે તેમને રોક્યા હતા. જ્યાં પોલીસ સાથે રકઝક કરી હતી. રેસમાં પટેલે કહ્યું હતું કે હું દંડ નહીં ભરું તમારાથી થાય તે કરી લો મારી સામે 550 ગુના દાખલ છે. જેથી પોલીસે તેઓને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી.
આ પણ વાંચો - અમદાવાદ: 'હાલ છેડતી કરી છે, હવે પંચાત કરી તો જાહેરમાં કપડાં ઉતારીશ', ભત્રીજાએ કાકીની કરી છેડતી


જ્યાં તેની વિરુદ્ધમાં પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ જાહેરનામા ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ ફરિયાદ નોંધી ને વધુ કાર્યવાહી કરી છે.
Published by:kiran mehta
First published:December 31, 2020, 18:04 pm

ટૉપ ન્યૂઝ