વિભુ પટેલ, અમદાવાદઃ એરપોર્ટ (Airport) જેવી સુવિધા બસપોર્ટ (busport) પર મળવાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ગીતા મંદિર બસસ્ટેશન (Geeta Mandir Bus Station) પર રોજના હજારોની સંખ્યામાં લોકોની અવર જવર થાય છે. પરંતુ બસપોર્ટ પરતો પ્રાથમિક સુવિધાનો જ અભાવ છે. બસપોર્ટ બન્યું ત્યારે તમામ પ્લેટફોર્મના પિલર પર ત્રણ તરફ પંખા લગાવવામાં આવ્યા હતા. પરંતુ મોટા ભાગના પંખા બંધ છે.અને 16 નબરના પ્લેટફોર્મ પરથી પંખા જ ગાયબ છે.બંધ પંખાને રીપેર કરીને ચાલુ કરાવવાની તસતી પણ તંત્ર દ્વારા લેવામાં આવતી નથી. તેમજ એટલું મોટું બસપોર્ટ પણ પીવાનું ઠંડુ પાણીની વ્યવસ્થા નથી.
બસપોર્ટ બનાવવામાં આવ્યું ત્યારે મોટી મોટી વાતો કરવામાં આવી હતી. બસપોર્ટ પર પ્રવાસીઓને બેસવા માટે એસી રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ 2015માં બસપોર્ટ શરૂ થયું ત્યારથી લઈ આજ સુધી બસપોર્ટનો એસી રૂમ ચાલુ જ કરવામાં આવ્યો નથી. એસી રૂમ શોભના ગાંઠિયા સમાન પડી રહ્યો છે.
એસી રૂમની સુવિધાની વાતતો દૂર રહી.પરતું પંખા પણ બંધ છે. પાઈવટ કંપનીને બસપોર્ટના મેન્ટેનન્સ રસ નથી માત્ર આવકમાં જ રસ ધરાવે છે. અમદાવાદ બસપોર્ટ પ્રવાસી ભુપેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે બસપોર્ટ સુવિધાના નામેં મીંડું છે. એરપોર્ટ જેવા બસપોર્ટ વાતો કરવામાં આવે છે.
પરંતુ કાળઝાળ ગરમીમાં પણ બસપોર્ટમાં પંખાઓ બંધ છે.પીવાનું ઠંડુ પાણી મળતું નથી.ત્યારે પ્રવાસીઓ રોષ ઠાલવતા કહ્યું હતું કે પ્રાથમિક સુવિધા તો સારી હોવી જોઈએ. અને ઠંડુ પાણી પીવું હોય તો કેન્ટીનમાંથી પૈસા ખર્ચીને લેવું પડે છે.
અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે.બસપોર્ટ પર પ્રાથમિક સુવિધાનો અભાવ છે.પરંતુ એસી ઓફિસમાંથી અધિકારીઓ બહાર નીકળે તો ખબર પડેને પ્રવાસીઓ ને શુ મુશ્કેલી છે. બસપોર્ટનું મેન્ટેનન્સ કરવાની જવાબદારી હબટાઉન કંપનીની છે.
પરંતુ તે નથી કરી રહ્યા તો તેનું ધ્યાન દોરવાની જવાબદારી એસટી નિગમના અધિકારીની છે.પરંતુ અધિકારીઓ કશું કહેતા નથી અને ખાનગી કંપની કશું કરતી નથી.જેના કારણે પ્રવાસીઓને મળતી પ્રાથમિક સુવિધાથી વંચિત છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર