હું વધુ રાહ નથી જોઈ શકતો, વીણી-વીણી હિસાબ લઈશ, ઘરમાં ઘુસીને મારીશું: મોદી

News18 Gujarati
Updated: March 5, 2019, 7:40 AM IST
હું વધુ રાહ નથી જોઈ શકતો, વીણી-વીણી હિસાબ લઈશ, ઘરમાં ઘુસીને મારીશું: મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે , વિવિધ વિકાસલક્ષી પરિયોજનાનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે , વિવિધ વિકાસલક્ષી પરિયોજનાનું લોકાર્પણ કર્યું

  • Share this:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું. 1200થી વધુ પથારી ધરાવતી આ બિલ્ડીગનું વડાપ્રધાને લોકાર્પણ કર્યું.

આ નવી હોસ્પિટલમાં કેન્સર, ડેન્ટલ, આંખ, અને કીડની વિભાગ બનાવેલું છે. સાથે જ મહિલા અને બાળ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલનું પણ વડાપ્રધાને ઉદઘાટન કર્યું.

આ પ્રસંગં પીએમ મોદીએ આયુષ્યમાન લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો, જેમાં પીએમ મોદીએ પોતાની સરકારના કરેલા વિકાસ કાર્યો વિશે માહિતી આપી અને તેનો કેટલા લોકોને લાભ થયો તે મુદ્દે વાત કરી. આ સિવાય મોદીએ આતંકવાદ મામલે વિપક્ષ પર આકરા પ્રહાર કરી આક્રોશ પણ વ્યક્ત કર્યો.

પીએમ મોદીએ સભા સંવાદ કરતા કહ્યું કે, આજે અમદાવાદ માટે ઐતિહાસિક દિવસ છે. વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ ગુજરાતમાં ખુલ્લી મુકવામાં આવી છે, તો કેટલીક યોજનાનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. મારૂ વર્ષો જુનુ સપનું પૂર્ણ થયું છે. લોકોએ મેટ્રોનું ભવ્ય સ્વાગત કર્યું છે. મેટ્રો આવવાથી મુસાફરી જવન સરળ બનશે. મેટ્રોના બીજા ફેઝનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે, જેનું ઉદ્ધાટન પણ હું પીએ તરીકે જ કરીશ તેવો આશા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે, એક કામ પૂર્ણ થયા બાદ અમે બીજા કામની તૈયારીમાં લાગી જઈએ છીએ, મેટ્રોથી અમદાવાદના લોકોના જીવનમાં બદલાવ આવશે. જેનો શિલાન્યાસ કરીએ છીએ, તેનું ઉદ્ધાટન પણ અમે જ કરીએ છીએ. તમારા આશિર્વાદથી જઆ બધુ મુમકીન છે.

પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, 2014 પહેલા રિમોટ કન્ટ્રોલથી ચાલતી સરકાર હતી. 2014 પહેલા દેશમાં 250 કિમી, જ્યારે અમારી સરકારે 55 મહિનામાં 650 કિમીનું મેટ્રોનું કામ પૂર્ણ કર્યું. એટલું જ નહી દેશમાં વિવિધ ભાગોમાં 800 કિમીનું મેટ્રોનું કામ ચાલુ છે.પીએમએ ડિઝિટલ સેવા મુદ્દે વાત કરતા કહ્યું કે, મુસાફરી, શોપિગ રૂપે કાર્ડ તમારી મુશ્કેલી દુર કરશે. આ કાર્યક્રમ સંપૂર્મ ભારતને નવી ભેટ છે. વન નેશન વન કાર્ડનું સ્વપ્ન હવે સાકાર થયું. દેશભરમાં ટ્રાન્સપોર્ટ માટે હવે વાપરવામાં આવશે એક જ કાર્ડ. ડિઝિટલ લેવડ દેવડ સરળ બનશે. આ કાર્ડ મેક ઈન ઈન્ડીયા છે. હવે જે પમ છે તે મેડ ઈન ઈન્ડીયા છે.

તેમણે વિપક્ષ પર વધુ એક પ્રહાર કરતા કહ્યું કે, બે દશકા પહેલા ગુજરાતની સ્તિતિ કેવી હતી. આજે ગુજરાતના વિકાસની પરિક્ષાષા બદલાઈ ગઈ છે. અમે ચારેતરફ વિકાસના કામો આગળ વધારી રહ્યા છીએ. રાજ્ય સહિત દેશભરમાં ધીરે ધીરે 24 કલાક વિજળીનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. રાજ્યમાં ઉમરગામથી લઈ અંબાજી સુધી વિકાસ

પીએમ મોદીએ આદિવાસીઓને યાદ કરતા કહ્યું કે, અમારી સરકારે આદિવાસીઓના શિક્ષણ માટે મોટી વ્યવસ્થા કરી. આદિવાસી વિસ્તારમાં પહેલા 10 કે સાયન્સની શાળા ન હતી, ત્યાં આજે મેડિકલ કોલેજ, યુનિવર્સિટી બની રહી છે. નર્મદા જીલ્લામાં 300 કરોડના ખર્ચે યુનિવર્સિટી બની રહી છે. આદિવાસી બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે રાજ્યમાં 1100 હોસ્ટેલોનું નિર્માણ કરવામાં આવ્યું.

તેમણે કહ્યું કે, રાજ્યમાં પર્યટન સાથે જોડાયેલી સુવિધાઓનો પણ વિકાસ ટ્રાયબલ મ્યુઝિયમ બનાવી આદિવાસી લોકોનું સન્માન વધશે, રોજગારી વધશે.

દરિયાકાંઠાના વિકાસને લઈ કહ્યું કે, દરીયાના પાણીને મીઠુ પીવાલાયક બનાવવા માટે 10 સ્થળો પર ડેસેલિનેશન પ્લાન્ટ બની રહ્યા છે. દ્વારકામાં મરિન પોલીસ એકેડમીની શરૂઆત થઈ. ગુજરાતના દરિયાકાંઠાના વિકાસ માટે યોજના બનાવાઈ. 5 હજાર વર્ષ જુના લોથલ બંદરમાં મ્યુઝિયમ બનાવાશે. સમુદ્રી શક્તિ માટે ઐતિહાસિક મ્યુઝિયમ બનશે. પીએમ મોદીએ જણાવ્યું કે, બુલેટ ટ્રેનથી મુંબઈની કનેક્ટિવીટી ઝડપી બનશે. સુજલામ સુફલામ અંતર્ગત અનેક યોજના.
તેમણે કહ્યું કે, મેડિસિટીનું અમદાવાદનું સ્વપ્ન પણ સાકાર થયું, એક જ છત નીચે તમામ સ્વાસ્થ્ય સુવિધા મળશે. આ મેડિસિટી લગભગ 20 હજાર લોકોનું એક ગામ બની રહેશે. દેશભરમાં 22 AIIMS પર કામ ચાલુ. લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે એજ અમારી પ્રાથમિકતા. આયુષ્યમાન ભારત યોજનાનો 14 લાખ લોકોએ લાભ લીધો. જનહિતમાં કડક નિર્ણય લેવામાં અમે પાછળ નથી રહેતા. ભ્રષ્ટાચાર હોય કે આતંકવાદ તમામ સામે કડક પગલા ભર્યા.

તેમણે આ મુદ્દે પ્રજાને શ્રેય આપતા કહ્યું કે, 2014માં તમે મજબૂત સરકાર બનાવવાનો નિર્ણય લીધો હતો. આજે અમારી મજબૂત સરકારનો લાભ મધ્યમવર્ગ અને ગરીબોને મળી રહ્યો છે.

પીએમ મોદીએ આતંકવાદ મુદ્દે વાત કરતા કહ્યું કે, જે ગુસ્સો તમારા દિલમાં છે, તે ગુસ્સો મારા દિલમાં પણ છે. આજ અમદાવાદ સિવિલમાં રાક્ષસોએ નિર્દોષોને માર્યા, ત્યારે તે વખતની તત્કાલિન UPA સરકારે આતંકીઓને પાઠ ભણાવવાની કોઈ તસ્દી ના લીધી. હું વધુ રાહ નથી જોઈ શકતો, હું નિર્દોષોને નહી મરવા દઉ. તેમણે વિપક્ષ પર આ મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે, તમે મોદીની વાત ન સાંભળો, પમ સેનાની તો વાત માનો અને સેનાના જવાનોનો તો વિશ્વાસ કરો. કેટલાકને સેનાની વાત પસંદ નથી. અમારો સિદ્ધાંત છે ઘરમાં ઘુસીને મારીશું. મને ખુરશીની નહી, મારા દેશની ચિંતા છે. સેનાને લઈ વિપક્ષ વિવાદ ુભો કરે છે. દેશ હિતમાં જે જરૂરી હશે તે અમારી પ્રાથમિકતા. વચગાળામાં મધ્યમવર્ગ અને મજૂરવર્ગ તથા ખેડૂતો માટે લેવાયો નિર્ણય.
First published: March 4, 2019, 6:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading