અશ્વિન સાંકડાસરિયા તરફથી કોઈ વકીલ હાજરનાં રહેતા સિવિલ કોર્ટે મનાઈ હુકમ લંબાવ્યો

News18 Gujarati
Updated: October 9, 2019, 8:57 PM IST
અશ્વિન સાંકડાસરિયા તરફથી કોઈ વકીલ હાજરનાં રહેતા સિવિલ કોર્ટે મનાઈ હુકમ લંબાવ્યો
અશ્વિન સાંકડાસરિયા તરફથી કોઈ વકીલ હાજરનાં રહેતા સિવિલ કોર્ટે મનાઈ હુકમ લંબાવ્યો

જાણીતા લેખિકા, કોલમિસ્ટ અને પત્રકાર કાજલ ઓઝા વૈદ્યની બદનક્ષીનો મામલો

  • Share this:
સંજય જોશી, અમદાવાદ : જાણીતા લેખિકા, કોલમિસ્ટ અને પત્રકાર કાજલ ઓઝા વૈદ્યની બદનક્ષીના મામલામાં આરોપી અશ્વિન સાંકડાસરિયા કે તેના તરફથી કોઈ વકીલ કે કોઈપણ હાજર ના રહેતા સિવિલ કોર્ટે મનાઈ હુકમ લંબાવ્યો છે. અગાઉ પણ અશ્વિન સાંકડાસરિયા કે તેના તરફથી કોઈ વકીલ કે કોઈપણ હાજર નાં રહેતા તથા એ જ દિવસે સવારે સોશિયલ મીડિયા પર ફરીથી પોસ્ટ કરતા કોર્ટે કડક વલણ અપનાવતા અશ્વિન સાંકડાસરિયાને 26 તારીખે હાજર રહેવા ઓર્ડર કર્યો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર કાજલ ઓઝા કે તેમના દીકરા સામે કાંઈ પણ લખવા પર મનાઈ હુકમ આપ્યો હતો. જો તે કઈ લખશે તો તે કન્ટેમ્પટ ઓફ કોર્ટ ગણાશે. આ કેસની વધુ સુનાવણી 23 ઓક્ટોબરે હાથ ધરાશે.

અત્રે ઉલ્લેખનીય છેકે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા અશ્વિન સાંકડાસેરિયા સામે કાજલ ઓઝા વૈદ્યે બદનક્ષીનો દાવો કર્યો હતો. સોશિયલ મીડિયા પર થતી બદનક્ષી ને રોકવા માટે ફરિયાદ કરી હતી. સિવિલ કોર્ટે પ્રતિવાદી ને તાત્કાલિક નોટિસ ઇશ્યુ કરી હતી અને હાજર રહેવા હુકમ કર્યો હતો.

આ કેસની વિગત અનુસાર કાજલ ઓઝા વૈદ્ય અને તેમના દીકરા તથાગત વૈદ્ય વિશે સોશિયલ મીડિયા ઉપર અશ્વિન સાંકડાસરિયા એ એવોર્ડ વાપસીને લઇને કાજલ ઓઝા વૈદ્ય તથા તેમના દિકરા તથાગત વિશે અપમાનજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરી બદનક્ષી કરી હતી. મોરારીબાપુની તથા સ્વામી નારાયણ સંપ્રદાય વચ્ચેના નીલકંઠ વર્ણી અંગેના મોરારીબાપુના નિવેદનને લઈને ચાલી રહેલા વિવાદમાં કેટલાક કલાકારો તથા સાહિત્યકારો દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના એવોર્ડ ની વાપસી કરીને મોરારીબાપુ નું સમર્થન કર્યું હતું. આ એવોર્ડ વાપસીમાં કાજલ ઓઝા અને જય વસાવડા જેવા કલાકારો અને સાહિત્યકારો સામેલ હતા. આ કલાકારો તથા સાહિત્યકારોની એવોર્ડ વાપસીથી નારાજ થઈને અશ્વિન સાંકડાસરિયાએ સોશિયલ મીડિયા ઉપર કાજલ ઓઝા તથા તેમના દીકરા તથાગત વિશે અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીઓ પોસ્ટ કરી બદનક્ષી કરી હતી. આ અપમાન જનક અને અભદ્ર ટિપ્પણીઓવાળી પોસ્ટના આધારે કાજલ ઓઝા વૈધ અને તેમના દીકરા તથાગત વૈદ્યે અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં એક બદનક્ષી નો દાવો દાખલ કર્યો હતો. જેના સંદર્ભે કોર્ટે પ્રતિવાદી ને એટલે કે અશ્વિન સાંકડાસરિયાને અર્જન્ટ નોટિસ ઇશ્યુ કરી હાજર રહેવા કોર્ટે હુકમ કરેલો છે.
First published: October 9, 2019
વધુ વાંચો
अगली ख़बर