Home /News /madhya-gujarat /અમદાવાદઃ પોલીસને ડ્યૂટી સાથે કેમ આપવી પડી રહી છે ટ્રેઇનિંગ? જાણો આ બાબતો

અમદાવાદઃ પોલીસને ડ્યૂટી સાથે કેમ આપવી પડી રહી છે ટ્રેઇનિંગ? જાણો આ બાબતો

પોલીસ કમિશ્નર ઓફિસ અમદાવાદ

Ahmedabad news: બીજીબાજુ અધિકારીઓ (officers) એવું પણ કારણ જણાવી રહ્યા છે કે જુના રાઈટરો પાસેથી વધુ ચોક્સાઈ પૂર્વક કામ લઈ શકાય અને નવી ભરતીના પોલીસકર્મીઓ (Policemen) ચોક્સાઈ પૂર્વક કામ કરતા શીખે તે માટે આ તાલીમ અપાઈ રહી છે.

અમદાવાદ:અમદાવાદ શહેર પોલીસને હવે ડ્યુટી સાથે અભ્યાસ પણ કરવાનો વારો આવ્યો છે. તાજેતરમાં શહેર પોલીસ કમિશનરે (City Police Commissioner) અલગ અલગ પોલીસ સ્ટેશનનું (police station Inspection) ઇન્સ્પેકશન કર્યું ત્યારે કેસ કાગળો અને અન્ય માહિતીઓ જોતા તેમાં રાઈટરી કામમાં અનેક નબળાઈ જોવા મળી હતી. ખાસ નારકોટિક્સ (Narcotics) અને અન્ય ગંભીર ગુનાના કેસ કાગળોમાં કચાસ જોવા મળતા હવે પોલીસની પાઠશાળા શરૂ (police pathshala) કરાઇ છે. બીજીબાજુ અધિકારીઓ (officers) એવું પણ કારણ જણાવી રહ્યા છે કે જુના રાઈટરો પાસેથી વધુ ચોક્સાઈ પૂર્વક કામ લઈ શકાય અને નવી ભરતીના પોલીસકર્મીઓ (Policemen) ચોક્સાઈ પૂર્વક કામ કરતા શીખે તે માટે આ તાલીમ અપાઈ રહી છે.

શહેર પોલીસ હવે ડ્યુટી સાથે અભ્યાસ કરશે આ વાત સાંભળીને તો નવાઈ પમાડે એવી છે જ પણ આ વાત હકીકત પણ છે.ગુજરાતમાં ઘણા સમયથી ડ્રગ્સના કારણે અનેક યુવાનો નશાના રવાડે ચઢી ગયા છે. ગુજરાતના દરિયાઈ માર્ગથી કરોડોનું ડ્રગ્સ ઘૂસાડવામાં આવ્યું અને વિદેશની ધરતી પર બેઠેલા તેના આકાઓ હજી સુધી બિંદાસ્ત ફરી રહ્યા છે. તેની પાછળ ભારતમાં જ રહેલા રૂપિયાના લાલચુ લોકો યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવી રહ્યા છે. પરંતુ હવે પોલીસને પણ સેન્ટ્રલ એજન્સીની જેમ કામ કરવા માટેની તાલીમ આપવામાં આવી છે.

શહેરના પોલીસકર્મીઓ કે રાઇટર તરીકે ફરજ બજાવે છે તેઓને અનુભવી અને રિટાયર્ડ અધિકારીઓ, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોની ટીમ દવારા ખાસ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ માટે પોલીસની એક ખાસ ટીમ પણ તૈયાર કરી દેવામાં આવી છે. તાજેતરમાં શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા તમામ પોલીસસ્ટેશન માં ઇન્સ્પેકશન રાખવામાં આવ્યું હતું. આમ તો દર વર્ષે સીપી દ્વારા આ ઇન્સ્પેકશન યોજાતુ હોય છે.

જેમાં પોલીસસ્ટેશનના બનતા ગુના, કામગીરી, ડિટેક્શન, કાગળ કામ ની માહિતી એકત્રિત કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે. આ વખતે કરેલા ઇન્સ્પેકશન માં અનેક કચાસ જોવા મળી હતી. અનેક પોલીસસ્ટેશન માં એનડીપીએસ, મર્ડર જેવા ગંભીર ગુના બને તેમાં કાગળ કામમાં કચાસ જોવા મળી. જેનાથી આરોપીઓને છૂટી જવામાં ફાયદો થતો હોય છે અને હવે આવું ન બને તે માટે પોલીસકર્મીઓ અને તેમાંય ખાસ રાઈટરો માટે આ કલાસ શરૂ કરાયા છે.

દર શનિ રવિ રિટાયર્ડ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ દ્વારા આ કલાસ લેવાઈ રહ્યા છે. આમ તો શહેરના મોટાભાગના પોલીસસ્ટેશન માં ઉંમરલાયક એટલેકે નિવૃત્તિ ના આરે હોય અથવા કાગળ કામમાં હોશિયાર એવા અનુભવી પોલીસકર્મીઓ રાઈટરી કામ સોપાતું હોય છે.

આ પણ વાંચોઃ-બોલિવૂડથી લઇ રાજકોટ સુધી નશાનો કાળો કારોબાર, પીડિત માતાએ વર્ણવી પુત્રની દર્દભરી કહાની

તે લોકોની નિપુણતા ના લીધે કાગળ કામ યોગ્ય રીતે થાય છે. પણ હવે નવી ભરતી ના પોલીસકર્મીઓ દ્વારા થતી કચાસ ને દૂર કરવા અને આ કામમાં નિપુણતા લાવવા માટે આ ટ્રેઇનિંગ આપવામાં આવી રહી છે. જેમાં કેસ કાગળો કેવી રીતે તૈયાર કરવા, પંચનામા ના કાગળો ને મજબૂતાઈથી બનાવવા માટે તાલીમ અપાઈ રહી છે.

આ પણ વાંચોઃ-અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

આમ તો શહેર પોલીસ માટે આ કચાસ શરમજનક કહેવાય. પણ બીજીબાજુ તેને સુધારવા અધિકારીઓએ ખાસ ધ્યાન આપ્યું તે સારી બાબત પણ કહેવાય. આ ટ્રેઇનિંગ ની એક બેચ પૂર્ણ થાય પછી બીજી બેચ શરૂ કરાશે. બે ભાગમાં રહેલી ટ્રેઇનિંગ માં પોલીસ સ્ટેશન માં કેવા રેકર્ડ હાથ પર રાખવા, રજીસ્ટરની જાળવણી કેવી રીતે રાખવાની તેની તાલીમ અપાશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચેતવણી રૂપ કિસ્સો! બેકાર પતિ માટે ભાડે રીક્ષાનું પૂછવું પત્નીને ભારે પડ્યું, મહિલાને રીક્ષા ચાલકનો થયો કડવો અનુભવ

જેનો મૂળ ઉદ્દેશ કોઈ ગુનો હોય એમાં મૂળ સુધી કેવી રીતે તપાસ કરવાની તે રહેલો છે. જેથી કરીને પોલીસની મજબૂત કાગળ કામગીરીથી આરોપીને છૂટી જવાનો ફાયદો ન મળી શકે અને ભોગ બનનાર ને પોલીસ ન્યાય અપાવી શકે તે રહેલો છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Gujarati News News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन