Home /News /madhya-gujarat /

'મારા જીવનનો દાખલો જુઓ હું વગર કોમ્પિટિશને આ જગ્યાએ છું' : CMએ આવું કેમ કહ્યું?

'મારા જીવનનો દાખલો જુઓ હું વગર કોમ્પિટિશને આ જગ્યાએ છું' : CMએ આવું કેમ કહ્યું?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Latest News: અમદાવાદની સિમ્સ હોસ્પિટલ (cims Hospital) દ્વારા 2016માં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (Heart transplant) શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં 27 જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ દ્વારા કરવામાં સફળતા મળી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: કેટલાય લોકો પોતાની બાજુ વાળા કરતા કેવી રીતે આગળ જવું, એવી નકામી કોશિશ કરે છે અને ટેનશન કરી કારણ વગર બીમારીને આમંત્રણ આપે છે પણ હું મારા જીવનનો જ દાખલો આપું હું વગર કોમ્પીટીશનએ (Competition) આ પોઝિશન પર છું. જી હા આ શબ્દો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના (Gujarat CM bhupendra Patel) છે. જેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ હોસ્પિટલ દ્વારા 27 જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (Heart transplant) કરવામાં મદદ કરનાર લોકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદની સિમ્સ હોસ્પિટલ દ્વારા 2016માં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં 27 જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ દ્વારા કરવામાં સફળતા મળી છે.

હોસ્પિટલની આ સિદ્ધિ સાથે ગુજરાત ભારતનું નવું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કેન્દ્ર બની રહ્યું છે. આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં મદદ કરનાર લોકોના સન્માનનો કાર્યક્રમ હોસ્પિટલ દ્વારા આયોજીત કરાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ જણાવ્યું કે જન્મ લીધા પછી ક્યાંય તકલીફ ઊભી થાય ત્યારે જીવ બચાવવાનો હોય ત્યારે એ જીવ બચાવવાનું ભગવાન જેવું કામ ડોકટર કરે છે. ડોકટર્સની ભૂમિકા ખૂબ મોટી રહી છે અને રહેવાની છે.

આ પણ વાંચોઃ-સુરતઃ હોટેલિયર સંજય કુંભાણીની હવસનો શિકાર બનેલી નેપાળી યુવતીની આત્મહત્યા, સ્યૂસાઇડ નોટમાં છલકાયું દર્દ

ગુજરાતમાં 27 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા ખૂબ મોટી વાત છે. ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાં અનેક ડોકટરો સાથે મળીને કામ કરતા હોય છે. પહેલું ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યારે ગ્રીન કોરિડોર શબ્દ નવો હતો. પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર વ્યવસ્થા કરાય છે. હાલ એર એમ્બ્યુલન્સ ગુજરાતમાં સૌ પ્રથમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. વધુમાં તેમણે જણાવ્યું કે પહેલા 50 વર્ષે ડોકટર્સ રેગ્યુલર ચેકઅપની ડોકટર્સ સલાહ આપતા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ માથાભારે સંજુ કોઠારી, કાદર કોથમીર સહિત ચારના કારણે વેપારી કમ જમીન દલાલની આત્મહત્યાની કોશિશ, video viral

અત્યારે 40 વર્ષથી રેગ્યુલર ચેકઅપ કરાવવાની જરૂર પડે છે, સમગ્ર સાયકલ ફરી ગઈ છે. રસાયણ યુક્ત ખોરાક અને હરીફાઇ વાળી જિંદગીથી બીમારીઓ વધી છે. કેટલાય લોકો પોતાની બાજુ વાળા કરતા કેવી રીતે આગળ જવું, એવી નકામી કોશિશ કરે છે પણ હું મારા જીવનનો જ દાખલો આપું હું વગર કોમ્પીટીશનએ આ પોઝિશન પર છું.

રાસાયણિક ખાતરથી મળતું અનાજ ઘણું નુકસાન કરી રહ્યું છે. પીએમએ હવે ગાય આધારિત, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરે છે. ગુજરાતરાજ્યપાલ દેવવ્રતજીએ મુહિમ ઉપાડી છે. રાસાયણિક ખેતીથી જમીન અને આપણું બંનેનું સ્વાસ્થ્ય બગડે છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gujarat CM, Gujarat CM Bhupendra Patel, Gujarati news

આગામી સમાચાર