રૂ. 5 કરોડની લાંચ માંગનાર CID ક્રાઈમના તત્કાલીન PIને કરાયા સસ્પેન્ડ

News18 Gujarati
Updated: May 21, 2018, 11:38 PM IST
રૂ. 5 કરોડની લાંચ માંગનાર CID ક્રાઈમના તત્કાલીન PIને કરાયા સસ્પેન્ડ
પાનમસાલાની 190 કરોડની વેટ ચોરી કેસમાં રૂ. પાંચ કરોડની લાંચ માગનાર CIDના તત્કાલિન PI આઈ.આઈ. શેખનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પાનમસાલાની 190 કરોડની વેટ ચોરી કેસમાં રૂ. પાંચ કરોડની લાંચ માગનાર CIDના તત્કાલિન PI આઈ.આઈ. શેખનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  • Share this:
પાનમસાલાની 190 કરોડની વેટ ચોરી કેસમાં રૂ. પાંચ કરોડની લાંચ માગનાર CIDના તત્કાલિન PI આઈ.આઈ. શેખનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધરપકડથી બચવા માટે શેખે હાઇકોર્ટનું શરણું લીધું હતું જોકે, હાઇકોર્ટે આગોતરા જામીન ફગાવ્યા બાદ શેખની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ કિસ્સામાં પાનમસાલા બનાવતી ધરમપાલ સત્યપાલ નામની કંપનીના ડિરેક્ટર અને અધિકારી સહિત કુલ 27 આરોપી હોવાનું દર્શાવાયું હતું. આ આરોપીઓ પૈકીના અમદાવાદના એક વેપારી રાજેન્દ્રભાઈ કેશવાની સામે નબળી તપાસ કરવા અને ધરપકડ નહીં કરવા CIDના તત્કાલિન PI આઈ.આઈ. શેખે પાંચ કરોડ રૂપિયા માગ્યા હતા. પોતાના વિભાગના IPSનું દબાણ હોવાની વાત કરી PIએ છેવટે બે કરોડ આપવા દબાણ કર્યાની ફરિયાદ રાજેન્દ્ર કેશવાનીના વકીલે અમદાવાદ ACBમાં નોંધાવી છે. વકીલે પોતાની સાથે PI આઈ.આઈ. શેખે રૂબરૂ અને ટેલીફોનિક વાતચીત કરી તેનું રેકોર્ડિંગ અદાલતમાં રજુ કર્યું હતું.

આ રજૂઆતોના આધારે કોર્ટે ACBને તપાસ કરવા આદેશ કર્યા હતા. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવાયા મુજબ, વેટ વિભાગે CIDમાં ફરિયાદ નોંધાવી તેના બીજા દિવસે જ તપાસનિશ PI આઈ.આઈ. શેખ રાજેન્દ્ર કેશવાનીના ઘરે પહોંચ્યા હતા. આ પછી પણ કેશવાનીના ઘરે જતા વકીલનો સંપર્ક કરવા કહેવાયું હતું. PI શેખે વકીલ સાથે ટેલિફોનિક વાતચીત કરી રૂબરૂ મળવા જણાવ્યું હતું. વકીલ રૂબરૂ મળતાં જ PI આઈ.આઈ. શેખે પાંચ કરોડમાં સેટલમેન્ટ કરવાની વાત કરી હતી. આ પછી PI આઈ.આઈ. શેખના ઘરે પણ મિટિંગ થઈ ત્યારે પોતાના ઉપરી IPS દ્વારા દબાણ હોવાની વાત કરી છેવટે બે કરોડ માગવામાં આવ્યાની રજૂઆત રેકોર્ડિંગ સાથે અદાલતમાં કરાઈ હતી.

CIDના પી.આઈ. લાંચ માગતા હોવાની રજૂઆત અંગે તત્કાલિન DGPએ તપાસ માટે SIT રચાઈ હતી. આખરે, અદાલતના આદેશથી ACBએ તપાસ કરી PI શેખ સામે લાંચ માગવા અંગે ગુરૂવારે વિધિવત ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં કુલ 27માંથી માત્ર બે આરોપીની ધરપકડ થઈ છે. ત્રણે આગોતરા લીધાં છે અને 22 સામે હજુ કાર્યવાહી થઈ નથી.
First published: May 21, 2018, 11:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading