કલોલમાં CID ક્રાઈમના દરોડા, બ્રાન્ડેડ કંપનીના નામે નકલી કપડાં વેચતા બે વેપારીની ધરપકડ

News18 Gujarati
Updated: September 17, 2019, 9:12 PM IST
કલોલમાં CID ક્રાઈમના દરોડા, બ્રાન્ડેડ કંપનીના નામે નકલી કપડાં વેચતા બે વેપારીની ધરપકડ
પોલીસે કલોલાના બે વેપારીઓની ધરપકડ કરી તેમની સામે આઈ.પી.સી. 420 મુજબ ગુનો નોંધ્યો છે

ગાંધીનગર ( Gndhinagar) CID ક્રાઇમ દ્વારા કલોલમાં ( Kalol)માં દરોડા પાડી બે વેપારીઓની ધરપકડ કરી

  • Share this:


નવીન ઝા, અમદાવાદ : CID ક્રાઈમની ગાંધીનગર ટીમે કલોલ (Kalol)માં આવેલ BT મોલ (BT Mall)માં બાતમી ના આધારે દરોડા પાડી બ્રાન્ડેડ કંપની ના નામે નકલી કાપડ વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે ( Police) 2 આરોપીઓની ધરપકડ પણ કરી છે (Arrest) અને તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યા છે. નોંધનીય છે કે માત્ર કલોલ નહીં પરંતુ રાજયભર માં આવી રીતે અલગ-અલગ વસ્તુઓનો બ્રાન્ડેડ કંપનીના નામે નકલી માલ વેચાય છે અને વેચનારા લોકો સામે અવારનવાર કેસો કરવા માં આવે છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે કલોલમાં BTમોલની હન્ટર અને રેડકિંગ ફેશન હબ નામ ની 2 દૂકાનોમાં દુકાનો માં બ્રાન્ડેડ કંપનીના કપડાં હોય છે તે અન્ય નામથી વેચાઈ રહ્યું હોવાની માહિતી મળી હતી. CID ક્રાઇમ દ્વારા આ બાતનીના આધારે બન્ને દુકાનોમાં દરોડા પાડી કપડાં કબ્જે કરવામાં આવ્યા છે. ત્યાંથી જતીન પટેલ અને ધવલ પટેલ નામ ના 2 વ્યક્તિઓની ધરપકડ કરવા માં આવી છે.

આ પણ વાંચો :  RPF અચરજમાં! એક જ મિનિટમાં 426 ટ્રેન ટિકિટ બુક કરનાર એજન્ટ ઝડપાયો

દરોડા વિશે માહિતી આપતાં CID ક્રાઈમ ના DySP ચૌધરીનું કેહવું છે કે કલોલમાં બાતમીના આધારે દરોડા પાડી બે વેપારી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે સામે આઈ.પી.સીની કલમ 420,કોપી રાઈટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજયમાં અનેક વાર આ પ્રકારના કિસ્સા બહાર આવતાં હોવા છતાં લોકો લાલચમાં નકલી ચીજો વેચીને ગુનો આચરી બેસે છે અને અંતે પોલીસના ચોપડે ચઢે છે.

First published: September 17, 2019, 9:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading