Home /News /madhya-gujarat /

Christmasના દિવસે ગુજરાતમાં Corona કેસોમાં ધરખમ ઉછાળો, અમદાવાદમાં ડરામણી સ્થિતિ

Christmasના દિવસે ગુજરાતમાં Corona કેસોમાં ધરખમ ઉછાળો, અમદાવાદમાં ડરામણી સ્થિતિ

કોરોના વાયરસ પ્રતિકાત્મક તસવીર

corona and omicron update: જરાતમાં સૌથી વધારે 61 નવા કોરોનાના કેસ અમદાવાદ શહેરમાં (corona case in Ahmedabad) નોંધાયા છે. બીજી તરફ ગુજરાતમાં ઓમિક્રોનના (Gujarat omicron update) કુલ 6 કેસ નોંધાયા હતા.

    Gujarat coronavirus udpate: આજે શનિવારે નાતાલનો (Christmas) પવિત્ર તહેવાર છે ત્યારે આજના દિવસે ગુજરાતમાં કોરોના વાયરસનો (Gujarat covid-19 update) બોમ્બ ફૂટ્યો હોય તેમ ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોમાં લગભગ ડબલ થઈ ગયા છે. જેમાં સૌથી વધારે ડરામણી સ્થિતિ અમદાવાદની છે. ગુજરાતમાં સૌથી વધારે 61 નવા કોરોનાના કેસ અમદાવાદ શહેરમાં (corona case in Ahmedabad) નોંધાયા છે. બીજી તરફ ગુજરાતમાં ઓમિક્રોનના (Gujarat omicron update) કુલ 6 કેસ નોંધાયા હતા.

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના (Gujarat covid-19 update) નવા 179 કેસ નોંધાયા છે જેની સામે માત્ર 34 દર્દીઓેએ કોરોનાને મ્હાત આપી છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.68 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ બે દર્દીઓના મોત નીપજ્યા હતા.

    કેટલા કોરોના રસીના ડોઝ અપાયા
    કોરોના રસી કરણ અંગે વાત કરીએ તો ગુજરાતમાં શુક્રવારે સાંજના પાંચ વાગ્યાથી લઈને આજે શનિવારે સાંજના ચાર વાગ્યા સુધીમાં કુલ 81926 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોના વાયરસના રસીના કુલ 88155199 ડોઝ આપવામાં આવ્યા છે.

    આ પણ વાંચોઃ-Video: ક્રિસમસ પર નાની બાળકીએ ગીફ્ટમાં માંગી એવી ખાસ વસ્તુ કે જાણીને આવી જશે આંખોમાં આંસુ

    ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સ્થિતિ
    ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની અત્યારની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે 837 કોરોના એક્ટીવ કેસ છે જે પૈકી 12 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે જ્યારે 825 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 818232 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. જ્યારે 10113 દર્દી અત્યાર સુધીમાં મોતને ભેટ્યા છે.

    આ પણ વાંચોઃ-high tech loot: અમદાવાદમાં છરીની અણીએ વિદ્યાર્થી પાસેથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવી લૂંટારુઓ ફરાર

    ક્યાં કેટલા કેસ નોંધાયા
    ગુજરાતમાં વિવિધ જિલ્લા અને વિવિધ મહાનગરપાલિકાઓમાં કોરોના વાયરસના નવા કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 61 કેસ, સુરત કોર્પોરેશનમાં 20, આણંદમાં 18, વડોદરા કોર્પોરેશનમાં 14, રાજકોટ કોર્પોરેશનમાં 13, સુરતમાં 9, નવસારીમાં 5, બનાસકાંઠામાં 4, ખેડામાં 4, જુનાગઢમાં 3 કોરોના કેસ નોંધાયા છે.

    આ ઉપરાંત કચ્છમાં 3, વલસાડમાં 3, અમદાવાદમાં 2, અમરેલીમાં 2, ભરૂચમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશનમાં 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, રાજકોટમાં 2, વડોદરામાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, દાહોદમાં 1, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 1, મહેસાણામાં 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો હતો.

    આ પણ વાંચોઃ-સુરતઃ બાંધકામ તોડી નાંખવાની ધમકી આપી લીગલ એડાઈઝરે માંગી ત્રમ લાખની ખંડણી, ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો

    ગુજરાતમાં ઓમિક્રોનના નવા છ કેસ નોંધાયા, કુલ 49 કેસ
    આજે શનિવારે ગુજરાતમાં ઓમિક્રોનના કેસની વાત કરીએ તો ગુજરાતમાં આજે કુલ છ કેસ નોંધાયા હતા. જેમાં રાજકોટમાં 1, ખેડામાં 3 અને અમદાવાદમાં 2 કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 49 કેસ નોંધાયા છે. જેમાંથી 10 દર્દીઓ સાજા થયા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Ahmedabad news, Coronavirus, Coronavirus in Gujarat

    આગામી સમાચાર