Home /News /madhya-gujarat /

christmas અને 31stની ઉજવણી પડી શકે છે ભારે, જાણો શું કહી રહ્યા છે ડોક્ટર્સ

christmas અને 31stની ઉજવણી પડી શકે છે ભારે, જાણો શું કહી રહ્યા છે ડોક્ટર્સ

પ્રતિકાત્મક તસવીર

christmas corona guideline: તહેવારોની ઉજવણીમાં (Celebrating festivals) કોરોનાના નિયમો (corona guideline) ભુલાય નહિ તેવી ખાસ આપીલ ડોકટર્સ કરી રહ્યા છે. 31 ડિસેમ્બરની ઉજવણી ને લઈ ડોકટર્સ (doctors) દ્વારા કરાયેલા આ  સૂચનો આપને ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે.

વધુ જુઓ ...
અમદાવાદ: વર્ષ 2020 21 વિદાય લઇ રહ્યું છે અને 2022 આવી રહ્યું છે ત્યારે 31 ડિસેમ્બરની (31st celebration) ઉજવણીને લઈ યુવા હૈયાઓ થનગની રહ્યા છે. પણ આ ક્રિસમસની ઉજવણી (christmas celebration) પડી શકે છે ભારે. જે રીતે કોરોનાનાં કેસ સામે આવી રહ્યા  છે ત્યારે તહેવારોની ઉજવણીમાં (Celebrating festivals) કોરોનાના નિયમો (corona guideline) ભુલાય નહિ તેવી ખાસ આપીલ ડોકટર્સ કરી રહ્યા છે. 31 ડિસેમ્બરની ઉજવણી ને લઈ ડોકટર્સ (doctors) દ્વારા કરાયેલા આ  સૂચનો આપને ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે.

આમ તો કોરોનાના સંક્રમણને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad municipal corporation) દ્વારા અમદાવાદનો સૌથી મોટો ઉત્સવ કાંકરિયા કાર્નિવલની ઉજવણી (Celebration of Kankaria Carnival) તો બંધ રાખવામાં આવી છે. પણ 31 ડિસેમ્બર ઉજવણી માટે એકઠા થતા યુવા હયાઓનું શુ. 31 ડિસેમ્બર ના રાત્રે યોજાતી ડાન્સ પાર્ટીઓમાં લોકો મનમૂકીને ડાન્સ કરતા હોય છે. આ ઉજવણીમાં ક્યાંક કોરોના આ નિયમોનું પાલન ન થાય તો મુશ્કેલી સર્જાઈ શકે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવે છે કે તહેવારો દર મહિને આવતા જ રહે છે. આગામી દિવસોમાં નાતાલ અને 31 ડિસેમ્બરએ નવુ વર્ષ આવકારવા ઉજ્વણી થતી હોય છે. પણ લોકોએ એ ન ભૂલવું જોઈએ કે કોરોના હજુ ગયો નથી.  દરેક વસ્તુ  આરોગ્ય તંત્ર પર ઢોળી નહિ શકાય. લોકોએ પણ પોતાની જવાબદારી સમજવી પડશે.

આ પણ વાંચોઃ-Jamnagar: પતિએ MPથી આવીને જામનગરમાં રિસામણે બેઠેલી પત્ની ઉપર કર્યું firing, 8 મહિનાથી ચાલતો હતો વિવાદ

26 નવેમ્બરએ ઓમીક્રોનને વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કરાયો ત્યારથી ચિંતાનું મોજું છે. જે લોકોએ વેકસીન ના બંને ડોઝ નથી લીધા તે લોકોએ ડોઝ લઈ લેવા અને તે પછી પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન જરૂરી છે. સિવીલમાં જે દર્દીઓ દાખલ છે તે વર્કસીનેટેડ છે બન્ને દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે એ એ જસુચવે છે કે વેકસીન લીધી હોવાના કારણે જ બંને ની સ્થિતિ નોર્મલ છે.

આ પણ વાંચોઃ-ACB trap: મોરબી પ્રાંત અધિકારી ઓફિસનો ક્લાર્ક નિર્મળ ખુંગલા રૂ.75 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, કેમ માંગી હતી લાંચ?

સરકારે તેમના તરફથી તમામ તૈયારીઓ કરી રાખી છે પણ એક નાગરિક તરીકે આપણે પણ આપનો રોલ અદા કરવાનો છે. જે લોકો પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવતા હોય છે તે ન કરવું જોઈએ તે ખતરારૂપ સાબિત થઈ શકે. ઉલટાનું જેમને લક્ષણો જણાય તેઓએ તાત્કાલિક સારવાર લેવી જોઈએ. લોકોના સંપર્કમાં ન આવી પોતાની જાતને આઇસોલેટ કરીશું તો આખા સમાજને બચાવી શકીશું.

આ પણ વાંચોઃ-OMG! 8 પુત્રોની 29 વર્ષની માતા 9માં પુત્રને આપશે જન્મ!, લોકો ફૂટબોલ ટીમ બનાવવા માટે આપે છે સુઝાવ

ત્રીજા વેવની આશંકા જૂન મહિનાથી જોવાઇ રહે પણ હજુ સુધી તે ફેલાયો નથી તેમાં સૌનું યોગદાન  છે. વાયરસ આપણી વચ્ચે જ છે કાલે કોઈનવું સ્વરૂપ સાથે સામે આવી શકે. જેથી નિયમોનું પાલન જરૂરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Christmas, Christmas celebration, Coronavirus, Omicron

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन