Home /News /madhya-gujarat /

આજે સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરશે ચીની વિદેશ મંત્રી, NSG મુદ્દે થશે વાતચીત

આજે સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરશે ચીની વિદેશ મંત્રી, NSG મુદ્દે થશે વાતચીત

ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે આજે દિલ્હી ખાતે મુલાકાત થશે. જેમાં બંને દેશોના મહત્વના મુદ્દે વાતચીત થશે. જેમાં એનએસજી મામલે પણ ચર્ચા થશે.

ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે આજે દિલ્હી ખાતે મુલાકાત થશે. જેમાં બંને દેશોના મહત્વના મુદ્દે વાતચીત થશે. જેમાં એનએસજી મામલે પણ ચર્ચા થશે.

  • Pradesh18
  • Last Updated :
નવી દિલ્હી #ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે આજે દિલ્હી ખાતે મુલાકાત થશે. જેમાં બંને દેશોના મહત્વના મુદ્દે વાતચીત થશે. જેમાં એનએસજી મામલે પણ ચર્ચા થશે.

ભારત ચીનના વિદેશ મંત્રીઓની મુલાકાત બાદ મહત્વના કરાર પણ થવાની સંભાવના છે. જ્યારે ચીની મીડિયાના અનુસાર એનએસજી માટે ભારતના રસ્તા હજુ બંધ થયા નથી. આ અગાઉ ચીનના વિદેશ મંત્રી વાંગ યી 12 ઓગસ્ટ શુક્રવારે ગોવામાં આગામી ઓક્ટોબર માસમાં યોજાનાર બ્રિક્સ સંમેલનની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

આ સંમેલનમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવવાની પણ સંભાવના છે. વાંગે અહીં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, ભારતને દક્ષિણ ચીન મામલે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દેવી જોઇએ કે તે કોની તરફ છે.

વાંગના નેતૃત્વમાં આવેલા ચીની પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકર, રાજ્યપાલ મૃદુલા સિંહા અને આયોજનથી જોડાયેલા વરિષ્ઠ અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
First published:

Tags: ચીન`, ભારત, વિદેશ મંત્રી, સુષમા સ્વરાજ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन