ગાંધીનગરમાં સ્મૂતિ ઇરાનીએ કહ્યું,'અમેઠીથી જીતી એટલે પારકી નથી થઇ ગઇ'

News18 Gujarati
Updated: August 30, 2019, 4:19 PM IST
ગાંધીનગરમાં સ્મૂતિ ઇરાનીએ કહ્યું,'અમેઠીથી જીતી એટલે પારકી નથી થઇ ગઇ'
સાંસદ તરીકે જીત અંગે સ્મૃતિએ જણાવ્યું હતું કે અમેઠીથી જીતી એટલે પારકી નથી થઇ ગઇ. તેમના આ નિવેદનને કાર્યકર બહેનોએ વધાવ્યું હતું.

સાંસદ તરીકે જીત અંગે સ્મૃતિએ જણાવ્યું હતું કે અમેઠીથી જીતી એટલે પારકી નથી થઇ ગઇ. તેમના આ નિવેદનને કાર્યકર બહેનોએ વધાવ્યું હતું.

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગરઃ કુપોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી બહેનોને સ્માર્ટ મોબાઈલ ફોન અને વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓ ને પ્રમાણપત્ર વિતરણ નો કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની ઉપસ્થિત રહ્યા હતા.

સ્મૃતિ ઇરાનીએ પ્રાસંગિક ઉદ્દબોધન ગુજરાતીમાં કરતાં કહ્યું કે તમે બધાએ ઘરની દીકરીને મહેમાન કહીને પરાઇ કરી દીધી ? ત્યારબાદ તેઓએ સાંસદ તરીકે જીત અંગે જણાવ્યું હતું કે અમેઠીથી જીતી એટલે પારકી નથી થઇ ગઇ. તેમના આ નિવેદનને કાર્યકર બહેનોએ વધાવ્યું હતું.

અહીં ક્લિક કરી વાંચોઃ ઢોંગી 'ઢબુડી મા' બેનકાબ, ધનજી ઓડના CCTV સામે આવ્યાં

આ દરમિયાન "થેંક્યું આંગણવાડી દીદી.."ની શોર્ટ ફિલ્મ આંગણવાડીની બહેનોને બતાવીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે 45 કરોડના ખર્ચે આંગણવાડીની બહેનોને સ્માર્ટ ફોન આપવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોષણ માસનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે આગામી 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવશે.

મીડિયા સમક્ષ પ્રતિભાવ વ્યક્ત કરતાં સ્મૃતિ ઇરાનીને જણાવ્યું હતું કે કુપોષણ મુક્ત ભારતનું સપનું સાકાર કરવા માટે તમામનું યોગદાન જરૂર છે અને આ માટે પ્રત્યેક સમાજનો સહયોગ જરૂરી હોવાના કારણે કુપોષણ મુક્ત ભારત ચોક્કસ બનશે તેવો મને વિશ્વાસ છે. સાથે જ બેટી બચાવો અને બેટી પઢાઓની શરૂઆત ગુજરાત રાજ્યથી થઈ હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાતની આ પ્રેરણાથી આજે હરિયાણા પણ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચાલી રહ્યું છે.

આંગણવાડી બહેનો અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં મહિલાઓનો ખાસ્સું યોગદાન રહ્યું છે અને સમાજે આંગણવાડી બહેનોની કદર કરવી જોઈએ એટલું જ નહીં તેમને માન સન્માન મળે તેવી અપીલ કરી હતી. છેવાડાના માનવી સુધી અને ગુજરાતના ગામડે-ગામડે આયુષ્યમાન ભારત યોજના પહોંચે તેવી ટકોર આંગણવાડી મહિલા બહેનોને કરી હતી. કેન્દ્ર સરકારના આગામી આયોજનો અંગે તેમણે જણાવ્યું હતું કે આગામી 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત પોષણ માસમાં આ પાંચ મુદ્દા મહત્ત્વના બનશે જેમાં ડાયેરિયા, એનેમીયા, સ્વચ્છતા, પૌષ્ટિક આહારનું માર્ગદર્શન અને બાળકના જન્મ પછી 1000 દિવસ સુધી પૌષ્ટિક આહારની જવાબદારી કેન્દ્ર સરકાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
First published: August 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading