Home /News /madhya-gujarat /

અમદાવાદનો વિચિત્ર કિસ્સો : માતાના ગર્ભમાં બાળક મળ કરી અને પી ગયું! ડૉક્ટરે આવી રીતે બચાવી જિંદગી

અમદાવાદનો વિચિત્ર કિસ્સો : માતાના ગર્ભમાં બાળક મળ કરી અને પી ગયું! ડૉક્ટરે આવી રીતે બચાવી જિંદગી

Ahmedabad News : અમદાવાદની ડિવાઈન હૉસ્પિટલમાં આવ્યો વિચિત્ર કેસ

Ahmedabad News : અમદાવાદમાં માત્ર એક જ દિવસના બાળકના જન્મ બાદનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, ડૉક્ટરે જાત જાતની સારવાર આપી અને સતત 27 દિવસની સારવાર પછી બાળકને સ્વસ્થ કરી રજા આપી

અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad) એક નવજાત (Newborn) પોતાની માતાના ગર્ભમાં (Womb) મળી કરી જતા અને એ જ મળ પી (Child Drunk Stools in Womb of Mother) જવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સ્થિતિમાં બાળકને સતત 27 દિવસ સારવાર આપી અને બચાવી લેવામાં આવ્યું છે. અમદાવાદમાં માત્ર એક જ દિવસના બાળકના જન્મ બાદનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી ડિવાઇન હૉસ્પિટલમાં (Divine Hopsitla Ahmedabad) જન્મ પહેલાં માતાનાં ગર્ભમાં મળ કરી અને તે મળ બાળક પી ગયું હતું. જેને લઇને બાળકને ICU માં દાખલ કરવામાં આવ્યો હતો નામ ન આપવાની શરતે આવો વિચિત્ર કિસ્સા વિશે જણાવતાં ડોકટર હાર્દિક પટેલના કહેવા પ્રમાણે બાળક અન્ય હોસ્પિટલમાં ડિલિવરી બાદ તેમની હોસ્પિટલમાં આવ્યું હતું.

જ્યારે બાળક આવ્યું ત્યારે ફેફસામા અતિશય મળ ભરાયેલો હતો,ફેફસાની નળીઓનું દબાણ ઘણું વધારે હતું જમણી બાજુ નું હૃદય ખૂબ જ પહોળું થઈ ગયું હતું જ્યારે 1 જ દિવસમાં બાળકને ઘણી ખેંચો આવી હતી, ઇન્ફેક્શનનું પ્રમાણ વધારે હતુંબ્લડ પ્રેશર ઓછું થઈ ગયું હતું અને હૃદયના ધબકારા સતત અનિયમિત થઈ રહ્યા હતા.

કિડની, લીવર અને લોહીના ઘટક તત્વોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું

કિડની, લીવર અને લોહીના ઘટક તત્વોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જે બાદ તાત્કાલિક ધોરણે બાળક ને 5 દિવસમાં દાખલ કરીને નિરીક્ષણમાં રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :  corona Update: રાજ્યમાં આજે 29 જિલ્લા અને 05 મહાનગરમાં કોરોનાનો સફાયો, 32 દર્દી સાજા થયા

આ અંગે વધુ જાણવતા ડોકટર એ કહ્યું કે બાળક ને ( લાફિંગ ગેસ થી સારવાર ) પાંચ દિવસ માટે આપવા આવી હતી આ સાથે High frequency ventilator જેમાં ૧ મિનિટમાં બાળકને ૬00 વખત સ્વાસ આપી શકાય તે- પાંચ દિવસ માટે પ્રક્રિયા કરવામાં આવી.

બાળકને સતત 27 દિવસની મહેનતના અંતે બચાવ્યું

સાદા વેન્ટિલેટર નો સપોર્ટ -- પાંચ દિવસ માટે, BI-PAP નો સપોર્ટ પાંચ દિવસ માટે, હૃદયનું પમ્પિંગ મજબૂત કરવાની દવાઓ, હૃદયના ધબકારા નિયમિત કરવાની ત્રણ દવાઓ, ખેંચ બંધ કરવાની બે દવાઓ અને આ સાથે સફેદ લોહી ચઢાવવામાં આવ્યું હતું.આખરે અંતે બાળકને સતત 27 દિવસની મહેનતના અંતે કોઈપણ જાતની ખોડખાંપણ વિનાના હસતા મુખે રજા આપવામાં આવી અને આ યુદ્ધનો સુખદ અંત આવ્યો.

આ પણ વાંચો : Ahmedabad : ડૉક્ટર યુવતીને સંબંધોમાં થયો કડવો અનુભવ, સાથી ડૉક્ટરે લગ્નની લાલચે બાંધ્યો અવારનવાર શારીરિક સંબંધ અને પછી...

આવા કિસ્સામાં બાળક ને બચવા ના ચાન્સ ઓછા હોય છે પરંતુ પરિવાર નો સપોર્ટ અને બાળક પર દવાની અસર જલદી થવાથી બાળક જલદી સ્વસ્થ થઈ ગયું હતું.
Published by:Jay Mishra
First published:

Tags: અમદાવાદ, અમદાવાદના સમાચાર, ગુજરાતી સમાચાર, બાળક

આગામી સમાચાર